Asia Cup 2023: ભારતે પાકિસ્તાન સામે ટોસ જીતી પ્રથમ બેટિંગ લીધી, જાણો પ્લેઇંગ ઇલેવનમાં કેટલા ગુજરાતીને મળ્યું સ્થાન
Asia Cup 2023: એશિયા કપમાં આજે ભારતનો મુકાબલો પાકિસ્તાન સામે છે. વિશ્વભરના ક્રિકેટ ચાહકોની નજર આ મહા મુકાબલા પર છે.
Asia Cup 2023, IND vs PAK: એશિયા કપ 2023માં આજે એશિયાના બે કટ્ટર હરિફ ભારત અને પાકિસ્તાનનો મુકાબલો છે. મેચમાં ભારતના કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને પ્રથમ બેટિંગનો ફેંસલો કર્યો છે. ટીમમાં ત્રણ ગુજરાતીને સ્થાન મળ્યું છે.
ભારતની પ્લેઈંગ ઈલેવન
રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, ઈશાન કિશન, રવિન્દ્ર જાડેજા, હાર્દિક પંડ્યા, શાર્દુલ ઠાકુર, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ, કુલદીપ યાદવ
પાકિસ્તાને ગઈકાલે જ પ્લેઈંગ ઈલેવન કરી હતી જાહેર
ભારત અને પાકિસ્તાન વચ્ચેની આ મેચ કેન્ડીના પલ્લેકેલે સ્ટેડિયમમાં રમાશે. પાકિસ્તાને ભારત સામેની મેચ માટે પોતાની પ્લેઈંગ ઈલેવનની ગઈકાલે જાહેરાત કરી હતી. ફખર ઝમાન, ઈમામ ઉલ હક, બાબર આઝમ (કેપ્ટન), મોહમ્મદ રિઝવાન (વિકેટકીપર), ઈફ્તિખાર અહેમદ, સલમાન આગા, મોહમ્મદ નવાઝ, શાદાબ ખાન, હરિસ રઉફ, નસીમ શાહ અને શાહીન શાહ આફ્રિદી.
Asia Cup 2023. India XI: R Sharma (C), S Gill, V Kohli, S Iyer, I Kishan (WK), R Jadeja, H Pandya, S Thakur, M Siraj, J Bumrah, K Yadav. https://t.co/B4XZw382cM
— BCCI (@BCCI) September 2, 2023
મેચનું લાઈવ ટેલિકાસ્ટ અને સ્ટ્રીમિંગ ફ્રીમાં ક્યાં જોઈ શકો છો ?
ભારત અને પાકિસ્તાન વચ્ચેની આ મેચનું ભારતમાં ટીવી પર સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક અને ડીડી સ્પોર્ટ્સ ચેનલ પર ફ્રી-ડીશ દ્વારા જીવંત પ્રસારણ કરવામાં આવશે. આ મેચની ઓનલાઇન સ્ટ્રીમિંગ ડિઝની પ્લસ હોટસ્ટાર પર કરવામાં આવશે. જેને યૂઝર્સ મોબાઇલ પર મફતમાં જોઈ શકશે.
બંને ટીમના આ ખેલાડીઓ વચ્ચે મુકાબલો રહેશે રોમાંચક
- લેફ્ટ આર્મ ફાસ્ટ બોલરો સામે ભારતીય કેપ્ટન રોહિત શર્માનો રેકોર્ડ સારો રહ્યો નથી. જો કે, પાકિસ્તાન સામેની મેચમાં પાકિસ્તાની ડાબા હાથના સીમર શાહીન આફ્રિદી અને રોહિત શર્મા વચ્ચે રસપ્રદ જંગ જોવા મળી શકે છે.
- તેવી જ રીતે ભારતીય બેટ્સમેન વિરાટ કોહલી અને પાકિસ્તાની ફાસ્ટ બોલર હરિસ રઉફ વચ્ચે રસપ્રદ જંગ જોવા મળી શકે છે. હરિસ રૌફ તેની ઝડપથી વિરાટ કોહલી માટે મુશ્કેલી બની શકે છે.
- પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમ માટે પડકાર ભારતીય ઝડપી બોલર જસપ્રિત બુમરાહનો હશે. જસપ્રીત બુમરાહ જે પ્રકારનો ફોર્મ આયર્લેન્ડ સામે જોવા મળ્યો હતો, માનવામાં આવે છે કે તે બાબર આઝમ માટે મોટો ખતરો સાબિત થઈ શકે છે.
- પાકિસ્તાની બેટ્સમેન ઈફ્તિખાર અહેમદે નેપાળ સામેની મેચમાં તોફાની સદી ફટકારી હતી, પરંતુ શું તે ભારત સામે આ સિદ્ધિનું પુનરાવર્તન કરી શકશે? ભારતીય સ્પિનર કુલદીપ યાદવ ઈફ્તિખાર અહેમદ માટે મોટો પડકાર સાબિત થઈ શકે છે.
- વિરાટ કોહલી અને બાબર આઝમની ગણતરી વર્તમાન યુગના શ્રેષ્ઠ બેટ્સમેનોમાં થાય છે. પરંતુ ભારત-પાકિસ્તાન મેચમાં કયો બેટ્સમેન જોવા મળશે? જોકે ક્રિકેટ ચાહકોની નજર વિરાટ કોહલી અને બાબર આઝમની બેટિંગ પર રહેશે.