IND vs PAK: ક્રિકેટ ફેન્સ માટે આવ્યા સારા સમાચાર, હવે આ ચેનલ પર HDમાં મફતમાં જોઇ શકશો ભારત-પાકિસ્તાનની મેચ
Asia Cup 2023 India vs Pakistan: એશિયા કપમાં શનિવારે ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ રમાશે
Asia Cup 2023 India vs Pakistan: એશિયા કપમાં શનિવારે ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ રમાશે. શ્રીલંકાના પલ્લેકલમાં રમાનારી આ મેચની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. એશિયા કપ 2023 પહેલા ટીમ ઈન્ડિયાના ફેન્સ માટે સારા સમાચાર છે. ભારતીય ચાહકો હવે એશિયા કપની તમામ મેચો મફતમાં અને HDમાં જોઈ શકશે. મોબાઈલની સાથે હવે તેઓ ટીવી પર પણ મફતમાં મેચ જોઈ શકશે. દૂરદર્શને આ માટે મોટી જાહેરાત કરી છે.
𝐓𝐰𝐨 𝐜𝐫𝐢𝐜𝐤𝐞𝐭𝐢𝐧𝐠 𝐠𝐢𝐚𝐧𝐭𝐬 𝐠𝐨 𝐡𝐞𝐚𝐝 𝐭𝐨 𝐡𝐞𝐚𝐝 𝐨𝐧𝐜𝐞 𝐚𝐠𝐚𝐢𝐧! 🇮🇳𝐯𝐬🇵🇰
— Doordarshan Sports (@ddsportschannel) August 30, 2023
🏏 #INDvsPAK 🗓️ September 2 ⏰ 2 PM onwards...
𝐋𝐈𝐕𝐄 𝐓𝐡𝐞 𝐆𝐚𝐦𝐞 𝐨𝐧 𝐃𝐃 𝐒𝐩𝐨𝐫𝐭𝐬 𝐇𝐃📺 (𝐃𝐃 𝐅𝐫𝐞𝐞 𝐃𝐢𝐬𝐡)#TeamIndia #AsiaCup2023 #MenInBlue pic.twitter.com/iRgVrCpzqo
ભારતીય ચાહકો એશિયા કપની તમામ મેચો ડીડી સ્પોર્ટ્સની HD ચેનલ પર મફતમાં જોઈ શકશે. આ માટે તેમને એક પણ રૂપિયો ચૂકવવાની જરૂર નથી. અગાઉ ડીડી સ્પોર્ટ્સ એચડી નહોતું. પરંતુ તેની શરૂઆત એશિયા કપથી થઈ રહી છે. ટીમ ઈન્ડિયાના ચાહકો માટે આ કોઈ મોટી ભેટથી ઓછું નથી. આ પહેલા Hotstar એ એશિયા કપ મોબાઈલ પર ફ્રીમાં બતાવવાની જાહેરાત કરી હતી.
ઉલ્લેખનીય છે કે, રોહિત શર્માની કેપ્ટનશીપમાં ભારતીય ટીમ એશિયા કપ માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. ટીમ ઈન્ડિયા બુધવારે શ્રીલંકા જવા રવાના થઈ હતી. તેની પ્રથમ મેચ પલ્લેકલેમાં શનિવારે યોજાશે. ભારતની બીજી મેચ સોમવારે નેપાળ સામે છે. આ મેચ પલ્લેકલેમાં પણ રમાશે. કેએલ રાહુલ ભારતીય ટીમ સાથે શ્રીલંકા ગયો નથી. હાલમાં તે બેંગ્લોરમાં છે. રાહુલ ટીમ ઈન્ડિયાની પ્રથમ બે મેચમાં રમી શકશે નહીં.
એશિયા કપ માટેની ટીમો
ભારત
રોહિત શર્મા (કેપ્ટન), વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, કેએલ રાહુલ, શુભમન ગિલ, સૂર્યકુમાર યાદવ, તિલક વર્મા, ઈશાન કિશન, હાર્દિક પંડ્યા (વાઈસ-કેપ્ટન), રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, શાર્દુલ ઠાકુર, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ, કુલદીપ યાદવ, પ્રસિદ્ધ કૃષ્ણા, સંજુ સેમસન (રિઝર્વ)
પાકિસ્તાન
બાબર આઝમ (કેપ્ટન), અબ્દુલ્લા શફીક, ફખર ઝમાન, ઇમામ-ઉલ હક, સલમાન અલી આગા, ઇફ્તિખાર અહેમદ, મોહમ્મદ રિઝવાન, મોહમ્મદ હારિસ, શાદાબ ખાન, મોહમ્મદ નવાઝ, ઉસામા મીર, ફહીમ અશરફ, હારિસ રઉફ, મોહમ્મદ વસીમ જૂનિયર, નસીમ શાહ, શાહીન આફ્રિદી, સઉદ શકીલ, તૈયબ તાહિર (રિઝર્વ).