IND vs PAK: ભારત સામે આવી હોઈ શકે છે પાકિસ્તાનની પ્લેઈંગ ઈલેવન, બાબર-રિઝવાન મિડલ ઓર્ડરમાં રમશે
2023 એશિયા કપની સૌથી મોટી મેચ 2 સપ્ટેમ્બરે રમાશે. 2 સપ્ટેમ્બરે ભારત અને પાકિસ્તાનની ટીમો 2023 એશિયા કપમાં આમને-સામને થશે.
India vs Pakistan, Asia Cup 2023, Pakistan Playing 11: 2023 એશિયા કપની સૌથી મોટી મેચ 2 સપ્ટેમ્બરે રમાશે. 2 સપ્ટેમ્બરે ભારત અને પાકિસ્તાનની ટીમો 2023 એશિયા કપમાં આમને-સામને થશે. ક્રિકેટમાં જ્યારે પણ ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ થાય છે ત્યારે ક્રિકેટપ્રેમીઓમાં ખૂબ જ ઉત્સુકતા હોય છે.
2023 એશિયા કપ 30 ઓગસ્ટથી શરૂ થશે. ટૂર્નામેન્ટની પ્રથમ મેચ પાકિસ્તાન અને નેપાળ વચ્ચે રમાશે. આ પછી 2 સપ્ટેમ્બરે બાબર આઝમની ટીમ ભારત સામે ટકરાશે. જાણો આ મેચમાં પાકિસ્તાનની પ્લેઈંગ ઈલેવન કેવી હોઈ શકે છે.
ફખર ઝમાન અને ઇમામ-ઉલ-હક ઓપનિંગ કરશે
ભારત સામેની મેચમાં ફખર ઝમાન અને ઇમામ-ઉલ-હક ઇનિંગ્સની શરૂઆત કરશે. આ પછી ત્રીજા નંબરે કેપ્ટન બાબર આઝમ અને ચોથા નંબર પર વિકેટ કીપર બેટ્સમેન મોહમ્મદ રિઝવાનને રમવાનું નક્કી થયું છે. આ બંને ખેલાડીઓ ટી-20 ફોર્મેટમાં ઓપનિંગ કરે છે, પરંતુ આ વખતે એશિયા કપ ODI ફોર્મેટમાં રમાઈ રહ્યો છે. આવી સ્થિતિમાં આ બંને ખેલાડીઓ ત્રીજા અને ચોથા નંબર પર રમશે.
શાદાબ અને નવાઝની જોડી એક્શનમાં જોવા મળી શકે છે
પાકિસ્તાનના મિડલ ઓર્ડરની વાત કરીએ તો સલમાન અલી આગા પાંચમા નંબરે અને ઈફ્તિખાર અહેમદ છઠ્ઠા નંબર પર બેટિંગ કરશે. આ પછી શાદાબ ખાન અને મોહમ્મદ નવાઝની જોડી એક્શનમાં જોવા મળી શકે છે. આ બંને ખેલાડીઓ બોલ અને બેટથી પોતાની ટીમ માટે મેચ વિનર સાબિત થઈ શકે છે.
ફાસ્ટ બોલિંગમાં પાકિસ્તાન સૌથી મજબૂત
શાદાબ અને નવાઝના રૂપમાં ટીમમાં બે સ્પિનરો હશે. ફાસ્ટ બોલિંગની વાત કરીએ તો શાહીન શાહ આફ્રિદી, નસીમ શાહ અને હરિસ રઉફની ત્રિપુટી એક્શનમાં જોવા મળશે. જો કે, મોહમ્મદ વસીમ જુનિયરના રૂપમાં ટીમમાં અન્ય એક ઘાતક બોલર છે, પરંતુ વસીમને બેંચ પર બેસવું પડી શકે છે.
ભારત સામે પાકિસ્તાનની સંભવિત પ્લેઈંગ ઈલેવન - ફખર ઝમાન, ઈમામ-ઉલ હક, બાબર આઝમ (કેપ્ટન), મોહમ્મદ રિઝવાન (વિકેટકીપર), ઈફ્તિખાર અહેમદ, સલમાન આગા, શાદાબ ખાન, મોહમ્મદ નવાઝ, નસીમ શાહ, શાહીન શાહ આફ્રિદી અને હરિસ રઉફ .
2023 એશિયા કપ માટે પાકિસ્તાનની ટીમ - બાબર આઝમ (કેપ્ટન), શાદાબ ખાન (વાઈસ-કેપ્ટન), અબ્દુલ્લા શફીક, ફહીમ અશરફ, ફખાર ઝમાન, હરિસ રઉફ, ઇફ્તિખાર અહેમદ, ઇમામ-ઉલ-હક, મોહમ્મદ હારિસ (વિકેટકીપર), મોહમ્મદ નવાઝ , મોહમ્મદ રિઝવાન (વિકેટકીપર), મોહમ્મદ વસીમ જુનિયર, નસીમ શાહ, સલમાન અલી આગા, સઈદ શકીલ, શાહીન આફ્રિદી અને ઉસામા મીર.