Asia Cup: હોંગકોંગ સામેની મેચમાં રોહિત આ સ્ટાર ખેલાડીને ટીમમાંથી કરશે બહાર ? ઋષભ પંતની થશે એન્ટ્રી
ટીમ ઈન્ડિયા ભલે આ મેચ જીતી ગઈ હોય, પરંતુ ઓપનર કેએલ રાહુલનું ફોર્મ કેપ્ટન રોહિત શર્મા માટે ચિંતાનો વિષય છે. રાહુલ ખાતું ખોલાવ્યા વિના પહેલા જ બોલ પર આઉટ થયો હતો.
![Asia Cup: હોંગકોંગ સામેની મેચમાં રોહિત આ સ્ટાર ખેલાડીને ટીમમાંથી કરશે બહાર ? ઋષભ પંતની થશે એન્ટ્રી asia cup: kl rahul can be out from team in next hong kong match Asia Cup: હોંગકોંગ સામેની મેચમાં રોહિત આ સ્ટાર ખેલાડીને ટીમમાંથી કરશે બહાર ? ઋષભ પંતની થશે એન્ટ્રી](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/08/24/79e6629e533d7b39ab7191f87a7709a11661339868662543_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Team India Performance: ભારતીય ક્રિકેટ ટીમે એશિયા કપ 2022માં પોતાની પ્રથમ મેચ પાકિસ્તાન સામે જીતી લીધી છે, ટીમ ઇન્ડિયાની શરૂઆત ભલે જીત સાથે થઇ હોય, પરંતુ ટીમનો માહોલ હજુ પણ બરાબર નથી, એક રિપોર્ટ પ્રમાણે આગામી હોંગકોંગ સામેની મેચમાં રોહિત શર્મા સ્ટાર ખેલાડી કેએલ રાહુલને બહાર બેસાડી શકે છે, તેની જગ્યાએ ઋષભ પંતની વાપસી થઇ શકે છે. કેમ કે ફરી એકવાર કેએલ રાહુલ ફ્લૉપ સાબિત થયો છે.
ટીમ ઈન્ડિયા ભલે આ મેચ જીતી ગઈ હોય, પરંતુ ઓપનર કેએલ રાહુલનું ફોર્મ કેપ્ટન રોહિત શર્મા માટે ચિંતાનો વિષય છે. રાહુલ ખાતું ખોલાવ્યા વિના પહેલા જ બોલ પર આઉટ થયો હતો. તેને ફાસ્ટ બોલર નસીમ શાહે બોલ્ડ કર્યો હતો. આ પહેલા રાહુલ ઝિમ્બાબ્વે પ્રવાસમાં પણ બેટથી ફ્લોપ રહ્યો હતો. ભારતે હવે એશિયા કપમાં આગામી મેચ હોંગકોંગ સામે રમવાની છે. આ મેચ 31મી ઓગસ્ટે રમાશે. રાહુલના ખરાબ ફોર્મને જોતા કેપ્ટન રોહિત શર્મા તેને આ મેચમાં ટીમની બહારનો રસ્તો બતાવી શકે છે.
જો કેએલ રાહુલ આઉટ થાય છે તો સ્ટાર વિકેટકીપર ઋષભ પંત ટીમમાં વાપસી કરી શકે છે. પાકિસ્તાન સામેની મેચમાં પંતને મેદાનમાં ઉતારવામાં આવ્યો ન હતો. આ મેચમાં અનુભવી દિનેશ કાર્તિકે વિકેટકીપિંગ કર્યું હતું. પંતને ટીમમાંથી બહાર કર્યા બાદ રોહિત શર્માના નિર્ણય પર સવાલો ઉઠ્યા હતા. પંતનું તાજેતરનું ફોર્મ સારું રહ્યું છે. આવી સ્થિતિમાં, તેને ટીમમાંથી બહાર કરવામાં આવતા ચાહકો ગુસ્સે થઈ ગયા હતા.
આ પણ વાંચો........
Asia Cup 2022: એશિયા કપમાં ફરી થઈ શકે છે ભારત-પાકિસ્તાનની ટક્કર, જાણો શું છે ગણિત
India Corona Cases Today: ભારતમાં કોરોના કેસમાં થયો મોટો ઘટાડો, દૈનિક પોઝિટિવિટી રેટ 4.58 ટકા
IND VS PAK: કાર્તિક આર્યનથી લઇને અભિષેક બચ્ચન સુધી, બૉલીવુડ સેલેબેસે આ રીતે મનાવ્યો ભારત વિજયનો જશ્ન
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)