શોધખોળ કરો

Asian Games 2023: એશિયન ગેમ્સની ક્વાર્ટર ફાઇનલ મેચમાં યશસ્વી જયસ્વાલની તોફાની બેટિંગ, ફક્ત 48 બોલમાં પુરી કરી સદી

Asian Games 2023: ટી-20 ઈન્ટરનેશનલમાં જયસ્વાલની આ પ્રથમ સદી છે

Yashasvi Jaiswal:  એશિયન ગેમ્સ 2023માં ભારત અને નેપાળ ક્રિકેટ ટીમો વચ્ચે રમાઈ રહેલી ક્વાર્ટર ફાઈનલ મેચમાં ડાબોડી ભારતીય બેટ્સમેન યશસ્વી જયસ્વાલે સદી ફટકારી છે. જયસ્વાલે તેની સદી (100) 48 બોલમાં પૂરી કરી હતી. તેની સદીમાં 8 ચોગ્ગા અને 7 છગ્ગાનો સમાવેશ થાય છે. ટી-20 ઈન્ટરનેશનલમાં જયસ્વાલની આ પ્રથમ સદી છે. ભારતીય બેટ્સમેનોએ મેચની શરૂઆતથી જ આક્રમક શૈલી અપનાવી હતી. તે 49 બોલમાં 100 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો.                      

કેપ્ટન ઋતુરાજ ગાયકવાડ સાથે ઓપનિંગ કરવા આવેલા જયસ્વાલે શાનદાર બેટિંગ કરી હતી. આ પહેલા તેણે T20 ઈન્ટરનેશનલમાં એક 1 અડધી સદી ફટકારી છે. 2023માં રમાયેલી આઇપીએલમાં પણ જયસ્વાલે સદી ફટકારી હતી.  તેણે વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસ દ્વારા આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રવેશ કર્યો હતો. T20 સિવાય તેણે ટેસ્ટમાં પણ સદી ફટકારી છે.                   

જયસ્વાલ IPLમાં રાજસ્થાન રોયલ્સ તરફથી રમે છે. 2023ની સીઝનમાં તેણે 14 મેચની 14 ઇનિંગ્સમાં 48.08ની એવરેજ અને 163.61ની સ્ટ્રાઇક રેટથી 625 રન બનાવ્યા હતા. તેની આઇપીએલ કારકિર્દી વિશે વાત કરીએ તો, તેણે અત્યાર સુધીમાં 37 આઇપીએલ મેચ રમી છે. આ મેચોની 37 ઇનિંગ્સમાં બેટિંગ કરીને તેણે 32.56ની એવરેજ અને 148.73ની સ્ટ્રાઇક રેટથી 1172 રન બનાવ્યા છે. આ દરમિયાન તેણે 1 સદી અને 8 અડધી સદી ફટકારી છે.                    

21 વર્ષીય જયસ્વાલે ટેસ્ટ ક્રિકેટમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું હતું અને પહેલી જ સીરિઝમાં સદી ફટકારી હતી. તેણે અત્યાર સુધીમાં 2 ટેસ્ટ રમી છે. ટેસ્ટની 3 ઇનિંગ્સમાં તેણે 88.67ની એવરેજથી 266 રન બનાવ્યા હતા. આ સિવાય 6 ટી-20 ઈન્ટરનેશનલ મેચમાં જયસ્વાલે 46.40ની એવરેજ અને 165.71ના સ્ટ્રાઈક રેટથી 232 રન બનાવ્યા, જેમાં 1 સદી અને 1 અડધી સદી સામેલ છે.            

એશિયન ગેમ્સમાં સોમવારનો દિવસ ભારત માટે શાનદાર રહ્યો. સોમવારે ભારતીય ખેલાડીઓએ 7 મેડલ જીત્યા હતા. આ 7 મેડલમાંથી એથ્લેટ્સે ભારત માટે 5 મેડલ જીત્યા હતા. આજની રમતના અંત સુધી, તેજસ્વિન શંકર 4260 પોઈન્ટ સાથે ડેકાથલોનમાં ટોચ પર છે. ભારતીય ટીમને 400 મીટર મિક્સ્ડ રિલેમાં સિલ્વર મેડલ મળ્યો. આજે અગાઉ, સ્કેટરોએ 2 બ્રોન્ઝ મેડલ જીત્યા હતા.         

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી

Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 

Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો

PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'

ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | રાજકોટના 'ગઠિયા' કોણ કોણ?Hu to Bolish | હું તો બોલીશ | આ ગુંડાગર્દી નહીં ચાલેHu to Bolish | હું તો બોલીશ | પાણીનો પ્રચંડ પ્રહારValsad Rains | કુંડી ગામે ભારે પવન ફુંકાતા ઘરોના છાપરા ઉડ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ

Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા

UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત

Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક

Embed widget