શોધખોળ કરો

ભારત સામેની ઓસ્ટ્રેલિયા સીરીઝ માટે ટીમની જાહેરાત, આ 18 ખેલાડીઓને મળી જગ્યા

ઓસ્ટ્રેલિયન કેપ્ટન પેટ કમિન્સ એશિઝ 2023ની છેલ્લી ટેસ્ટ મેચમાં ઈજાગ્રસ્ત થયા બાદ દક્ષિણ આફ્રિકામાં વનડે સીરીઝમાં ભાગ લઈ શક્યો ન હતો

Australia ODI Squad Against India: વનડે વર્લ્ડકપ 2023 પહેલા ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 22 સપ્ટેમ્બરથી 3 મેચની વનડે સીરીઝ રમાશે. ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ આ સીરીઝ માટે કાંગારૂ ટીમની જાહેરાત કરી છે. તેમાં સ્ટીવ સ્મિથ, મિચેલ સ્ટાર્ક અને ગ્લેન મેક્સવેલની સાથે કેપ્ટન પેટ કમિન્સની વાપસી થઇ છે. વર્લ્ડકપ પહેલા ઓસ્ટ્રેલિયન ટીમ મેગા ઈવેન્ટ માટે પોતાની તૈયારીઓનું ટેસ્ટિંગ કરવાના ઈરાદા સાથે આ સીરીઝમાં ઉતરશે.

ઓસ્ટ્રેલિયન કેપ્ટન પેટ કમિન્સ એશિઝ 2023ની છેલ્લી ટેસ્ટ મેચમાં ઈજાગ્રસ્ત થયા બાદ દક્ષિણ આફ્રિકામાં વનડે સીરીઝમાં ભાગ લઈ શક્યો ન હતો. આ ઉપરાંત સ્ટીવ સ્મિથ અને ગ્લેન મેક્સવેલ પણ ઈજાના કારણે આ સીરીઝનો ભાગ બની શક્યા નથી. હવે આ ત્રણેય ખેલાડીઓ સંપૂર્ણ રીતે ફિટ કમબેક કરી રહ્યા છે.

ભારતીય પીચોને ધ્યાનમાં રાખીને ઓસ્ટ્રેલિયાએ પણ પોતાની ટીમમાં બે સ્પેશ્યલ સ્પિન બૉલરોનો સમાવેશ કર્યો છે, જેમાંથી એક એડમ ઝમ્પા અને બીજો તનવીર સંઘા છે. આ ઉપરાંત ટીમના ત્રીજા સ્પિન બૉલરના ઓપ્શન તરીકે ગ્લેન મેક્સવેલ પણ હશે.

સ્પેન્સર અને લાબુશાનેને મળી જગ્યા 
દક્ષિણ આફ્રિકા સામેની વનડે સીરીઝમાં બેટથી શાનદાર પ્રદર્શન કરનાર માર્નસ લાબુશેનને ભારત સામેની સીરીઝ માટે ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. મિચેલ સ્ટાર્ક ઉપરાંત કેપ્ટન પેટ કમિન્સ, સીન એબૉટ, જૉશ હેઝલવુડ અને સ્પેન્સર જોન્સનને પણ ફાસ્ટ બૉલિંગમાં સ્થાન આપવામાં આવ્યું છે.

બંને ટીમો વચ્ચે સીરિઝની પ્રથમ વનડે 22 સપ્ટેમ્બરે મોહાલીના મેદાન પર રમાશે. આ પછી બીજી અને ત્રીજી વનડે મેચ 24 અને 27 સપ્ટેમ્બરે ઈન્દોર અને રાજકોટના મેદાન પર રમાશે.

ભારત સામેની વનડે સીરીઝ માટે ઓસ્ટ્રેલિયાની ટીમ  - 
પેટ કમિન્સ (કેપ્ટન), સીન એબૉટ, એલેક્સ કેરી, નાથન એલિસ, કેમેરૂન ગ્રીન, જૉશ હેઝલવુડ, જૉશ ઈંગ્લિશ, સ્પેન્સર જોહ્ન્સન, માર્નસ લેબુશેન, મિશેલ માર્શ, ગ્લેન મેક્સવેલ, તનવીર સંઘા, મેથ્યૂ શૉર્ટ, સ્ટીવ સ્મિથ, મિશેલ સ્ટાર્ક, માર્કસ સ્ટોઈનીસ, ડેવિડ વોર્નર, એડમ ઝમ્પા.

આ તારીખથી ભારત-પાકિસ્તાન મેચ માટે ટિકિટ બુક કરી શકાશે

ક્રિકેટ વર્લ્ડ કપ 2023 5 ઓક્ટોબરથી શરૂ થશે. તેની પ્રથમ મેચ ઈંગ્લેન્ડ અને ન્યુઝીલેન્ડ વચ્ચે અમદાવાદમાં રમાશે. તે જ સમયે, ભારતીય ટીમ 8 ઓક્ટોબરે ઓસ્ટ્રેલિયા સામે પ્રથમ મેચ રમશે. ICCએ ટીમ ઈન્ડિયાના ચાહકોને ખુશખબર આપી છે. ICCએ જણાવ્યું કે ટિકિટનું બુકિંગ ક્યારે શરૂ થશે.ભારતીય ટીમની મેચ માટે બુકિંગ 30 ઓગસ્ટથી શરૂ થશે. વાસ્તવમાં ICCએ એક ટ્વિટ કર્યું છે. જેમાં તેણે ટૂર્નામેન્ટની તમામ મેચોની ટિકિટ બુકિંગ વિશે માહિતી આપી છે. 25મી ઓગસ્ટથી ટિકિટ બુકિંગ શરૂ થશે. ક્રિકેટ ચાહકો 25મી ઓગસ્ટથી ભારત સિવાયની તમામ ટીમોની મેચની ટિકિટ બુક કરાવી શકશે. તે જ સમયે, ભારતની મેચોની ટિકિટ બુકિંગ 30 ઓગસ્ટથી શરૂ થશે. ગુવાહાટી અને ત્રિવેન્દ્રમમાં રમાનારી ટીમ ઈન્ડિયાની મેચ માટે આ દિવસથી ટિકિટ બુક કરી શકાશે.

31 ઓગસ્ટથી, ચાહકો ભારતમાં ચેન્નાઈ, દિલ્હી અને પૂણેમાં યોજાનારી મેચોની ટિકિટ બુક કરી શકશે. આ પછી, 1 સપ્ટેમ્બરથી, તમે ધર્મશાલા, લખનૌ અને મુંબઈમાં મેચ માટે ટિકિટ બુક કરી શકશો. 2 સપ્ટેમ્બરથી બેંગ્લોર અને કોલકાતામાં યોજાનારી મેચોનું બુકિંગ શક્ય બનશે. 3જી સપ્ટેમ્બરથી અમદાવાદમાં યોજાનારી ટીમ ઈન્ડિયાની મેચ માટે ક્રિકેટ ચાહકો ટિકિટ બુક કરશે. ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ અમદાવાદમાં રમાશે. ચાહકો આ મેચની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ પછી 15 સપ્ટેમ્બરથી સેમિફાઇનલ અને ફાઇનલ મેચની ટિકિટ બુકિંગ શરૂ થશે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Team India Welcome: PM મોદીએ વિશ્વ વિજેતા ટીમની કરી શુભેચ્છા મુલાકાત, સાંજે મુંબઇમાં વિજય સરઘસ
Team India Welcome: PM મોદીએ વિશ્વ વિજેતા ટીમની કરી શુભેચ્છા મુલાકાત, સાંજે મુંબઇમાં વિજય સરઘસ
Gujarat Rain Forecast:  ગુજરાતના આ ત્રણ જિલ્લામાં ભારે વરસાદની ચેતવણી, હવામાન વિભાગનું એલર્ટ
Gujarat Rain Forecast: ગુજરાતના આ ત્રણ જિલ્લામાં ભારે વરસાદની ચેતવણી, હવામાન વિભાગનું એલર્ટ
Victory Parade: મુંબઇમાં નીકળશે ટીમ ઇન્ડિયાનું વિજયી સરઘસ, આ રસ્તાઓ રહેશે બંધ, ટ્રાફિક પોલીસનું એલર્ટ
Victory Parade: મુંબઇમાં નીકળશે ટીમ ઇન્ડિયાનું વિજયી સરઘસ, આ રસ્તાઓ રહેશે બંધ, ટ્રાફિક પોલીસનું એલર્ટ
Anant-Radhika Wedding: અનંત અંબાણી- રાધિકા મર્ચન્ટના ગ્રાન્ડ વેડિંગમાં પરફોર્મ કરશે આ ઇન્ટરનેશનલ સ્ટાર્સ
Anant-Radhika Wedding: અનંત અંબાણી- રાધિકા મર્ચન્ટના ગ્રાન્ડ વેડિંગમાં પરફોર્મ કરશે આ ઇન્ટરનેશનલ સ્ટાર્સ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Today Rain Update | રાજ્યમાં આગામી 24 કલાક પડશે ગાજવીજ સાથે ભારે વરસાદBanaskantha | ખેતરમાં પાળ તૂટી જતા ખેડૂતો જાતે ચાલુ વરસાદે આડા પડી ગયા અને બનાવ્યો પાળોMehsana Rain| કડીમાં ખાબક્યો બે કલાકમાં સવા બે ઈંચ વરસાદ, જુઓ વીડિયોમાંPorbandar| બે વર્ષ પહેલા બનાવાયેલી સરોવરની પાળ તૂટતા થયા આવા હાલ, જુઓ વીડિયોમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Team India Welcome: PM મોદીએ વિશ્વ વિજેતા ટીમની કરી શુભેચ્છા મુલાકાત, સાંજે મુંબઇમાં વિજય સરઘસ
Team India Welcome: PM મોદીએ વિશ્વ વિજેતા ટીમની કરી શુભેચ્છા મુલાકાત, સાંજે મુંબઇમાં વિજય સરઘસ
Gujarat Rain Forecast:  ગુજરાતના આ ત્રણ જિલ્લામાં ભારે વરસાદની ચેતવણી, હવામાન વિભાગનું એલર્ટ
Gujarat Rain Forecast: ગુજરાતના આ ત્રણ જિલ્લામાં ભારે વરસાદની ચેતવણી, હવામાન વિભાગનું એલર્ટ
Victory Parade: મુંબઇમાં નીકળશે ટીમ ઇન્ડિયાનું વિજયી સરઘસ, આ રસ્તાઓ રહેશે બંધ, ટ્રાફિક પોલીસનું એલર્ટ
Victory Parade: મુંબઇમાં નીકળશે ટીમ ઇન્ડિયાનું વિજયી સરઘસ, આ રસ્તાઓ રહેશે બંધ, ટ્રાફિક પોલીસનું એલર્ટ
Anant-Radhika Wedding: અનંત અંબાણી- રાધિકા મર્ચન્ટના ગ્રાન્ડ વેડિંગમાં પરફોર્મ કરશે આ ઇન્ટરનેશનલ સ્ટાર્સ
Anant-Radhika Wedding: અનંત અંબાણી- રાધિકા મર્ચન્ટના ગ્રાન્ડ વેડિંગમાં પરફોર્મ કરશે આ ઇન્ટરનેશનલ સ્ટાર્સ
Ahmedabad: અમદાવાદમાં કોંગ્રેસ ભવન પર હુમલાને લઈ ધારાસભ્ય શૈલેષ પરમારે નોંધાવી પોલીસ ફરિયાદ
Ahmedabad: અમદાવાદમાં કોંગ્રેસ ભવન પર હુમલાને લઈ ધારાસભ્ય શૈલેષ પરમારે નોંધાવી પોલીસ ફરિયાદ
ક્યાંક પુર તો ક્યાંક કડાકા ભડાકા સાથે ભારેથી અતિભારે વરસાદ પડશેઃ અંબાલાલ પટેલની આગાહી
ક્યાંક પુર તો ક્યાંક કડાકા ભડાકા સાથે ભારેથી અતિભારે વરસાદ પડશેઃ અંબાલાલ પટેલની આગાહી
ખાલી પેટ લીંબુના પાણી સાથે ચિયા સીડ્સ મિક્સ કરીને પીઓ, અઠવાડિયામાં શરીરમાં દેખાવા લાગશે ફેરફાર
ખાલી પેટ લીંબુના પાણી સાથે ચિયા સીડ્સ મિક્સ કરીને પીઓ, અઠવાડિયામાં શરીરમાં દેખાવા લાગશે ફેરફાર
24,700 શિક્ષકોની ભરતીમાં TET 1 અને TET 2 ઉમેદવારો માટે મહત્વપૂર્ણ નિર્ણય, પ્રમાણપત્ર માન્યતા અંગે આ છે નિયમ?
24,700 શિક્ષકોની ભરતીમાં TET 1 અને TET 2 ઉમેદવારો માટે મહત્વપૂર્ણ નિર્ણય, પ્રમાણપત્ર માન્યતા અંગે આ છે નિયમ?
Embed widget