(Source: ECI/ABP News/ABP Majha)
T20 World Cup 2022: વરસાદના કારણે અફઘાનિસ્તાન- આયરલેન્ડ બાદ ઇગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની મેચ પણ રદ્દ
ઈંગ્લેન્ડ-ઓસ્ટ્રેલિયા વચ્ચેની મેચ પણ વરસાદના કારણે રદ થઇ હતી. ચારેય ટીમોને એક-એક પોઈન્ટથી સંતોષ માનવો પડ્યો હતો.
ENG vs AUS: T20 વર્લ્ડ કપ 2022માં આજે (28 ઓક્ટોબર) એક પણ બોલ ફેંકી શકાયો નથી. આજની બંને મેચ વરસાદના કારણે ધોવાઈ ગઈ હતી. અફઘાનિસ્તાન અને આયરલેન્ડ વચ્ચેની મેચમાં સવારે ટોસ થઈ શક્યો ન હતો અને પછી ઈંગ્લેન્ડ-ઓસ્ટ્રેલિયા વચ્ચેની મેચ પણ વરસાદના કારણે રદ થઇ હતી. ચારેય ટીમોને એક-એક પોઈન્ટથી સંતોષ માનવો પડ્યો હતો.
The highly-anticipated contest between Australia and England has been abandoned due to rain 🌧#T20WorldCup | #AUSvENG | 📝: https://t.co/2Gp7yag0Y7 pic.twitter.com/aInb6SH6hp
— ICC (@ICC) October 28, 2022
વરસાદને કારણે આઉટફિલ્ડ કવરથી ઢંકાયેલું હતું. વરસાદના કારણે આ મેચમાં ટોસ પણ થઈ શક્યો ન હતો. આ અગાઉ, શુક્રવારે મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ (MCG) ખાતે આયરલેન્ડ અને અફઘાનિસ્તાન વચ્ચેની મેચ પણ વરસાદને કારણે બોલ ફેંક્યા વિના રદ કરવામાં આવી હતી. ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા અપસેટનો સામનો કરી રહ્યા છે. ઓસ્ટ્રેલિયાને પ્રથમ મેચમાં ન્યૂઝીલેન્ડ સામે 89 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. ત્યારબાદ ડિફેન્ડિંગ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયાએ બીજી સુપર 12 મેચમાં શ્રીલંકાને હરાવીને જોરદાર વાપસી કરી હતી. અફઘાનિસ્તાન સામે જીત સાથે શરૂઆત કરનાર ઈંગ્લેન્ડને વરસાદના કારણે અગાઉની મેચમાં ડકવર્થ-લુઈસ પદ્ધતિ હેઠળ આયરલેન્ડ સામે પાંચ રનથી હારનો સામનો કરવો પડ્યો હતો.
Match abandoned at the MCG ☔#T20WorldCup | #England pic.twitter.com/atadXUBWFw
— England Cricket (@englandcricket) October 28, 2022
આ મેચ બંને ટીમો માટે ઘણી મહત્વની હતી. તેનું કારણ એ છે કે ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ એક-એક મેચ હારી ચૂક્યા છે. વરસાદના કારણે મેચ ધોવાઈ ગઈ હતી અને બંને ટીમોને 1-1 પોઈન્ટ આપવામાં આવ્યો છે. જે પછી ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા ગ્રૂપ 1 ના પોઈન્ટ ટેબલમાં ક્રમશઃ બીજા અને ચોથા સ્થાને છે અને દરેકને 3 પોઈન્ટ સાથે છે. સમાન પોઈન્ટ હોવા છતાં નેટ રન રેટના કારણે તેમની રેન્કિંગમાં તફાવત છે.
Here's how the #T20WorldCup Group 1 standings look after a full day that was rained off in Melbourne 🌧
— T20 World Cup (@T20WorldCup) October 28, 2022
Who do you think are now the favourites for the top 2 spots? 👀
Check out 👉 https://t.co/uDK9JdWuKo pic.twitter.com/oM4O5yVTfl