Asia Cup 2022: ટીમ ઈન્ડિયામાં રવિંદ્ર જાડેજાની જગ્યાએ આ ઓલરાઉન્ડરને ટીમમાં કરવામાં આવ્યો સામેલ
એશિયા કપ 2022 માટે ભારતે રવિન્દ્ર જાડેજાને બદલે અક્ષર પટેલને ટીમમાં સામેલ કર્યો હતો. જાડેજા ઈજાના કારણે બહાર છે.
Asia Cup 2022: એશિયા કપ 2022 માટે ભારતે રવિન્દ્ર જાડેજા(Ravindra Jadeja)ને બદલે અક્ષર પટેલને ટીમમાં સામેલ કર્યો હતો. જાડેજા ઈજાના કારણે બહાર છે. ટીમ ઈન્ડિયાના ઓલરાઉન્ડર ખેલાડી રવિન્દ્ર જાડેજા ઈજાના કારણે બહાર થયો છે. તેમના સ્થાને અક્ષર પટેલ(Axar Patel)ને ટીમમાં સ્થાન મળ્યું છે. જાડેજા(Ravindra Jadeja)એ પાકિસ્તાન સામે મહત્વની ભૂમિકા ભજવી હતી. તેણે હાર્દિક પંડ્યા સાથે પાર્ટનરશિપ રમીને ભારતને જીત અપાવી હતી. ઈજાના કારણે જાડેજા આગામી મેચોમાં રમી શકશે નહીં.
એશિયા કપ 2022માં સુપર 4 પહેલા ભારતને મોટો ઝટકો લાગ્યો છે. ટીમ ઈન્ડિયાનો ઓલરાઉન્ડર ખેલાડી રવિન્દ્ર જાડેજા ઈજાના કારણે બહાર થઈ ગયો છે. તેમના સ્થાને અક્ષર પટેલ(Axar Patel)ને ટીમમાં સ્થાન મળ્યું છે. રવિંદ્ર જાડેજા(Ravindra Jadeja)એ પાકિસ્તાન સામે મહત્વની ભૂમિકા ભજવી હતી. તેણે હાર્દિક પંડ્યા સાથે પાર્ટનરશિપ રમીને ભારતને જીત અપાવી હતી. ઈજાના કારણે જાડેજા આગામી મેચોમાં રમી શકશે નહીં.
ભારતીય ટીમ તેની સુપર 4ની પ્રથમ મેચ 4 સપ્ટેમ્બરે રમશે. આ પહેલા રવિંદ્ર જાડેજા(Ravindra Jadeja)ની ઈજાગ્રસ્ત થવું ટીમ માટે મોટો ઝટકો છે. બીસીસીઆઈએ ટ્વીટ કરીને આ જાણકારી આપી છે.રવિંદ્ર જાડેજાને બદલે અક્ષર પટેલ(Axar Patel)ને ટીમમાં તક મળી છે. જાડેજાને તેના જમણા ઘૂંટણમાં ઈજા થઈ છે અને તે ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગયો છે. રવિંદ્ર જાડેજા હાલમાં BCCIની મેડિકલ ટીમની દેખરેખ હેઠળ છે.
ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાયેલી મેચમાં જાડેજા(Ravindra Jadeja)એ મહત્વની ભૂમિકા ભજવી હતી. તેણે 29 બોલમાં 2 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી 35 રન બનાવ્યા હતા. જાડેજા અને પંડ્યા વચ્ચે અડધી સદીની ભાગીદારી થઈ હતી. જેના કારણે ટીમ ઈન્ડિયા આસાનીથી જીતી ગઈ. પરંતુ હવે જાડેજા ઈજાના કારણે બહાર છે.
અક્ષર ભારતના સારા ખેલાડીઓની યાદીમાં સામેલ છે. તેણે ઝિમ્બાબ્વે અને વેસ્ટ ઈન્ડિઝ સામે સારો દેખાવ કર્યો હતો. તે બોલિંગની સાથે બેટિંગમાં પણ સારો છે.
આ પણ વાંચો.....
Garba 2022 : ગુજરાત સરકારે ગરબા રસિકોને લઈને શું લીધો મોટો નિર્ણય? જાણો મોટા સમાચાર
Arvind Kejriwal Gujarat Visit: જાણો કેજરીવાલે ગુજરાતના ખેડૂતોને શું આપી ગેરેન્ટી
Maldhari protest over : દિવાળી સુધી કોઈ તબેલા હટાવવામાં નહીં આવે, સરકારે આપી ખાતરી
Gujarat Election : નાયબ મામલતદારે આપી દીધું રાજીનામું, કઈ પાર્ટીમાં જોડાવાની કરી દીધી જાહેરાત?
Tharad Mass Suicide : નર્મદા કેનાલમાં એક સાથે પાંચ લોકોનો આપઘાત, ત્રણ બાળકો પછી યુવક-યુવતીની લાશ પણ મળી આવી