Gujarat Election : નાયબ મામલતદારે આપી દીધું રાજીનામું, કઈ પાર્ટીમાં જોડાવાની કરી દીધી જાહેરાત?
ગાંધીનગર કલેકટર કચેરીમાં ફરજ બજાવતા નાયબ મામલતદારનું રાજીનામુ આપ્યું છે. કર્મચારીઓની પડતર મગણીઓની સતત અવગણના થતા નિરાશ થઈને કર્મચારીએ કલેક્ટરને લેખિતમાં રાજીનામુ આપ્યું.
Gujarat Election : ગાંધીનગર કલેકટર કચેરીમાં ફરજ બજાવતા નાયબ મામલતદારનું રાજીનામુ આપ્યું છે. કર્મચારીઓની પડતર મગણીઓની સતત અવગણના થતા નિરાશ થઈને કર્મચારીએ કલેક્ટરને લેખિતમાં રાજીનામુ આપ્યું. નાયબ મામલતદાર કુમાર ગઢવીએ કલેક્ટરને લેખિતમાં રાજીનામુ આપ્યું.
કુમાર ગઢવીએ જાહેરાત કરી હતી કે, અમારી માંગણી ન સંતોષતા મેં રાજીનામું આપ્યું છે. હું કોઈ પક્ષમાં જોડાઇશ તો કંઇક થશે. હું આમ આદમી પાર્ટી સાથે જોડાવાનો છું.
Arvind Kejriwal in Gujarat: દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટી (AAP)ના કન્વીનર અરવિંદ કેજરીવાલ તેમના સંગઠનના પ્રચારને વેગ આપવા માટે શુક્રવારથી ગુજરાતની બે દિવસીય મુલાકાતે આવશે અને આ દરમિયાન તેઓ ચૂંટણી પૂર્વે વધુ ગેરંટીની જાહેર કરશે. ગુરુવારે એક નિવેદનમાં, AAPએ જણાવ્યું હતું કે તેમની મુલાકાત દરમિયાન, કેજરીવાલ ગુજરાતના લોકો માટે "મોટી પ્રી-પોલ ગેરંટી" જાહેર કરશે, જ્યાં વર્ષના અંત સુધીમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની છે.
સીએમ કેજરીવાલે ગુજરાતની જનતાને અનેક વચનો આપ્યા છે
કેજરીવાલે અત્યાર સુધીમાં ગુજરાત માટે અનેક 'ગેરંટી' જાહેર કરી છે, જેમાં દર મહિને 300 યુનિટ સુધીની મફત વીજળી, રૂ. 3,000નું બેરોજગારી ભથ્થું, 10 લાખ સરકારી નોકરીઓ, બધા માટે મફત અને ગુણવત્તાયુક્ત આરોગ્યસંભાળ અને સરકારી શાળાઓમાં મફત શિક્ષણ અને મહિલાઓ માટે 1,000નું ભથ્થું સામેલ છે.
કેજરીવાલે આ દાવો કર્યો છે
PM મોદીએ "પ્રામાણિકતાનું પ્રમાણપત્ર" આપ્યુંઃ
કેજરીવાલે દાવો કર્યો કે, "CBIએ સિસોદિયાના ઘરે દરોડા પાડ્યા, તેમના ગામમાં ગયા અને તેમના બેંક લોકરની તલાશી લીધી. સીબીઆઈના લોકો કહે છે કે તેઓને સિસોદિયા સામે કંઈ મળ્યું નથી, પરંતુ તેઓ તેમની ધરપકડ કરવા માટે દબાણ હેઠળ છે," તેમણે કહ્યું, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ રીતે અમને "પ્રામાણિકતાનું પ્રમાણપત્ર" આપ્યું છે.
દેવભૂમિ દ્વારકાથી બે દિવસની યાત્રાનો પ્રારંભ કરશે
નિવેદનમાં જણાવાયું છે કે, AAP નેતા દ્વારકા શહેરમાં એક સભાને સંબોધિત કરીને દેવભૂમિ દ્વારકા જિલ્લામાંથી તેમની બે દિવસીય મુલાકાતની શરૂઆત કરશે, જે દરમિયાન તેઓ નવી ચૂંટણી પૂર્વ ગેરંટી જાહેર કરશે. સભાને સંબોધિત કર્યા બાદ કેજરીવાલ દ્વારકા શહેરના પ્રસિદ્ધ દ્વારકાધીશ મંદિરમાં પૂજા અર્ચના કરશે. શનિવારે તેઓ સરપંચોની બેઠકમાં હાજરી આપવા સુરેન્દ્રનગર શહેરમાં આવશે. કેજરીવાલે છેલ્લા કેટલાક મહિનામાં ઘણી વખત ગુજરાતની મુલાકાત લીધી છે.