Babar Azam: વર્લ્ડકપમાં ખરાબ પ્રદર્શન બાદ બાબર આઝમે ત્રણેય ફોર્મેટમાંથી છોડી કેપ્ટનશીપ, નવા કેપ્ટન બનવાની રેસમાં આ ખેલાડીઓ સામેલ
Babar Azam Steps As Pakistan Captain:વન-ડે વર્લ્ડકપમાં ખરાબ પ્રદર્શન બાદ પાકિસ્તાન ક્રિકેટ ટીમના કેપ્ટન પદેથી બાબર આઝમે રાજીનામું આપ્યું હતું.
Babar Azam Steps As Pakistan Captain: વન-ડે વર્લ્ડકપમાં ખરાબ પ્રદર્શન બાદ પાકિસ્તાન ક્રિકેટ ટીમના કેપ્ટન પદેથી બાબર આઝમે રાજીનામું આપ્યું હતું. બાબરે ટ્વિટ કરીને આ જાણકારી આપી હતી. બાબર આઝમની કેપ્ટનશીપ હેઠળની પાકિસ્તાની ટીમે વર્લ્ડ કપ 2023માં ખૂબ જ ખરાબ પ્રદર્શન કર્યું હતું, ત્યારબાદ બાબર આઝમે કેપ્ટન પદેથી રાજીનામું આપવાનો નિર્ણય કર્યો હતો. બાબર આઝમે ત્રણેય ફોર્મટમાંથી કેપ્ટન પદેથી રાજીનામું આપી દીધું છે. બાબર બાદ ટેસ્ટ ક્રિકેટમાં શાન મસૂદ અને ટી-20 ઈન્ટરનેશનલમાં શાહીન શાહ આફ્રિદી કેપ્ટન બનવાની રેસમાં સૌથી આગળ છે.
— Babar Azam (@babarazam258) November 15, 2023
પાકિસ્તાનની ટીમ વર્લ્ડ કપના ગ્રુપ સ્ટેજમાંથી બહાર થઈ ગઈ હતી. પાકિસ્તાનની ટીમ 9 માંથી માત્ર 4 મેચ જીતી શકી હતી અને પોઈન્ટ ટેબલમાં પાંચમા સ્થાને હતી. બાબર પોતે પણ બેટિંગમાં સારુ પ્રદર્શન કરી શક્યો નહીં. આવી સ્થિતિમાં ઘણા દિગ્ગજો અને ચાહકોએ તેની આકરી ટીકા કરી હતી. બાબરે પોતે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરીને કેપ્ટન પદેથી રાજીનામું આપવાની જાણકારી આપી છે.
તેણે પ્રથમ વખત કેપ્ટનશીપ મળવાની ઘટનાને યાદ કરતા કહ્યું કે આજે હું ત્રણેય ફોર્મેટમાં પાકિસ્તાની ટીમની કેપ્ટનશીપ છોડી રહ્યો છું. જોકે, તેણે કહ્યું છે કે તે ત્રણેય ફોર્મેટમાં ખેલાડી તરીકે રમવાનું ચાલુ રાખશે. બાબરે એક્સ પર પોતાની પોસ્ટમાં લખ્યું, 'મને તે ક્ષણ સારી રીતે યાદ છે જ્યારે મને પીસીબી તરફથી 2019માં પાકિસ્તાનની કેપ્ટનશીપ કરવા માટે કોલ આવ્યો હતો. છેલ્લા ચાર વર્ષમાં મેં મેદાન પર અને મેદાનની બહાર ઘણા ઉતાર-ચઢાવ જોયા છે. પરંતુ સંપૂર્ણ સમર્પણ સાથે મેં ક્રિકેટ જગતમાં પાકિસ્તાનનું ગૌરવ જાળવી રાખવાનું લક્ષ્ય રાખ્યું હતું.
તેણે આગળ લખ્યું હતું કે 'વ્હાઈટ બોલ ક્રિકેટમાં નંબર-1ના સ્થાને પહોંચવું એ ખેલાડીઓ, કોચ અને મેનેજમેન્ટના સામૂહિક પ્રયાસોનું પરિણામ હતું. હું આ પ્રવાસ દરમિયાન પાકિસ્તાની ક્રિકેટ ચાહકોના અતૂટ સમર્થન માટે તેમનો આભાર વ્યક્ત કરવા માંગુ છું. બાબરે કહ્યું, 'આજે હું ત્રણેય ફોર્મેટમાં પાકિસ્તાની ટીમની કેપ્ટનશીપ છોડી રહ્યો છું. આ એક મુશ્કેલ નિર્ણય છે પરંતુ મને લાગે છે કે આ નિર્ણય લેવાનો આ યોગ્ય સમય છે. હું ત્રણેય ફોર્મેટમાં એક ખેલાડી તરીકે પાકિસ્તાનનું પ્રતિનિધિત્વ કરવાનું ચાલુ રાખીશ. નવા કેપ્ટન અને ટીમને મારો પૂરો સપોર્ટ રહેશે. મને આ મહત્વપૂર્ણ જવાબદારી આપવા માટે હું પાકિસ્તાન ક્રિકેટ બોર્ડનો પણ આભારી છું.