શોધખોળ કરો
Advertisement
બાંગ્લાદેશી ક્રિકેટરોને બોર્ડે સ્ટેડિયમમાં ટ્રેનિંગ કરવાની ચોખ્ખી ના પાડી દીધી, જાણો શું છે કારણ
બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડના મતે ખેલાડીઓની સુરક્ષા હાલ વધારે મહત્વની છે, આના પાછળ બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડેનું કહેવુ છે કે પોતાના ખેલાડીઓને હાલ કોરોના કાળને લઇને પોતાના ઘરમાં ટ્રેનિંગ કરવા માટે કહ્યું છે
નવી દિલ્હીઃ કોરોના વાયરસના કારણે બંધ પડેલી ક્રિકેટ ગતિવિધિઓને ફરીથી શરૂ કરવા માટે દુનિયામાં પ્રયાસો તેજ થઇ ગયા છે, ત્યારે બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડે પોતાના ખેલાડીઓને સ્ટેડિયમમાં ટ્રેનિંગ માટેની પરમીશન આપવાની ના પાડી દીધી છે. ખાસ વાત છે કે આઇસીસી પણ ખેલાડીઓની ટ્રેનિંગ માટે સ્પેશ્યલ ગાઇડ લાઇન જાહેર કરી ચૂક્યુ છે, જોકે, પરમીશન ના આપવા પાછળ બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડે મોટુ કારણ બતાવ્યુ છે.
બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડના મતે ખેલાડીઓની સુરક્ષા હાલ વધારે મહત્વની છે, આના પાછળ બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડેનું કહેવુ છે કે પોતાના ખેલાડીઓને હાલ કોરોના કાળને લઇને પોતાના ઘરમાં ટ્રેનિંગ કરવા માટે કહ્યું છે, ક્રિકબઝની રિપોર્ટ અનુસાર બાંગ્લાદેશ ટીમના સીનિયર સભ્યો અને વિકેટકીપર મુશફિકૂર રહીમે બોર્ડ પાસે ટ્રેનિંગ કરવા માટે પરમીશન માંગી હતી, પણ બોર્ડે ચોખ્ખી ના પાડી દીધી.
રિપોર્ટ અનુસાર, મુશ્ફિકૂર રહીમ શેર-એ-બાંગ્લા નેશનલ સ્ટેડિયમમાં ટ્રેનિંગ કરવા ઇચ્છતો હતો, પણ બોર્ડે સીઇઓ નિઝામુદ્દીન ચૌધરીએ કહ્યું કે, ખેલાડીઓની સુરક્ષા વધારે મહત્વની છે. તેને કહ્યું કે, આ ઉપરાંત કોઇપણ અન્ય ખેલાડીઓ વિશે જાણવા માગે છે.
ચૌધરીએ કહ્યું કે, હાલ બોર્ડ પોતાના તમામ કેન્દ્રોને ડિસઇન્ફેક્ટ કરવાનુ કામ કરી રહ્યું છે, જે હજુ સુધી પુરુ નથી થયુ, ચૌધરીએ કહ્યું કે, હાલ તમામ ખેલાડીઓને ઘરમાં જ ટ્રેનિંગ કરવાનો મેસેજ આપવામાં આવ્યો છે. તેને કહ્યું કે, ખેલાડીઓની સુરક્ષા હાલ મહત્વની છે.
નોંધનીય છે કે બાંગ્લાદેશમાં કોરોના સંક્રમણના 55 હજારથી વધુ કેસો સામે આવ્યા છે, જ્યારે લગભગ 750થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે. દેશમાં સરકારે 31 મેથી લૉકડાઉન ખતમ કર્યુ છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દુનિયા
અમદાવાદ
બિઝનેસ
Advertisement