શોધખોળ કરો
Advertisement
લંકા પ્રીમિયર લીગને લાગ્યો મોટો ઝટકો, આ દેશના ખેલાડીઓ નહીં લે ભાગ
બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડે લંકા પ્રીમિયર લીગમાં રમવા માટે પોતાના ખેલાડીઓને પરમીશન આપવાનો ઇનકાર કરી દીધો છે
નવી દિલ્હીઃ નવેમ્બરમાં રમાનારી લંકા પ્રીમિયર લીગને શરૂ થાય પહેલા જ એક મોટો ઝટકો લાગ્યો છે. બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડે લંકા પ્રીમિયર લીગમાં રમવા માટે પોતાના ખેલાડીઓને પરમીશન આપવાનો ઇનકાર કરી દીધો છે. બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડના અધ્યક્ષ નઝમુલ હસને બાંગ્લાદેશી ખેલાડીઓને લીગમાં ભાગ ના લેવા વિશેની જાણકારી આપી છે.
નઝમુલ હસને કહ્યું કે, તે શ્રીલંકા પ્રીમિયર લીગમાં બાંગ્લાદેશના ખેલાડીઓને ના લેતા નહીં જુએ, કેમકે ખેલાડ ઘરેલુ ક્રિકેટમાં વ્યસ્ત રહેશે. નઝમુલે કહ્યું કે, મને નથી લાગતું કે કોઇપણ બાંગ્લાદેશી ક્રિકેટરની એલપીએલ ભાગ લેવાની સંભાવના છે, કેમકે તે સમય અમારી ડૉમેસ્કિક ક્રિકેટ હશે, અને તેમાં વ્યસ્ત રહેશે.
શ્રીલંકા ક્રિકેટે 1લી ઓક્ટોબરે રમાનારી એલપીએલ હરાજી માટે લગભગ 150 ખેલાડીઓને સામેલ કર્યા છે. આમાં ક્રિસ ગેલ, ડેરેન સૈમી, ડેરન બ્રાવો, શાહિદ આફ્રિદી, કૉલિન મુનરો, મુનાફ પટેલ અને રવિ બોપારા જેવા ખેલાડીઓ સામેલ છે.
એલપીએલની હરાજી પહેલી ઓક્ટોબરે થવાની છે, એલપીએલની 14 નવેમ્બરે શરૂ થવાની આશા છે. આમાં પાંચ ફ્રેન્ચાઇઝી ભાગ લેશે. પ્રત્યેક ફ્રેન્ચાઇઝીમાં કુલ 19 ખેલાડીઓ હશે, જેમાં છ વિદેશી અને 13 શ્રીલંકન ખેલાડી હશે.
ઉલ્લેખનીય છે કે કોરોના વાયરસના કારણે લંકા પ્રીમિયર લીગનુ આયોજન બે વખત ટાળવામાં આવી ચૂક્યુ છે. આ લીગની શરૂઆત ઓગસ્ટના પહેલા અઠવાડિયે થવાની હતી, પરંતુ કોરોના કારણે ટાળી દેવામાં આવી હતી.
કેલક્યુલેટ હોમ લોન ઈએમઆઈ
કેલક્યુલેટ પર્સનલ લોન ઈએમઆઈ
કેલક્યુલેટ કાર લોન ઈએમઆઈ
કેલક્યુલેટ એજ્યુકેશન લોન ઈએમઆઈ
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
અમદાવાદ
ગુજરાત
ક્રિકેટ
Advertisement