શોધખોળ કરો
Advertisement
Corona: લોકોની મદદ કરવા માટે વર્લ્ડકપ 2019ના આ હીરોએ પોતાનું બેટ વેચવા કાઢ્યું, જાણો વિગતે
શાકિબ અલ હસને પોતાનુ વર્લ્ડકપ 20119ના બેટની હરાજી કરવાનુ નક્કી કર્યુ છે, અને તેમાંથી આવનારા રૂપિયા કોરનાગ્રસ્ત લોકોની મદદ માટે આપવાનો ફેંસલો કર્યો છે
ઢાકાઃ કોરોનાનો કહેર હવે ધીમે ધીમે પાડોશી દેશ બાંગ્લાદેશમાં પણ શરૂ થઇ ગયો છે, બાંગ્લાદેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા દિવસે દિવસે વધી રહી છે. મહામારી સામે લડવા માટે લોકો ફંડ એકઠુ કરી રહ્યાં છે. હવે વર્લ્ડકપ 2019નો હીરો અને બાંગ્લાદેશના સ્ટાર ક્રિકેટર શાકિબ અલ હસને મોટી જાહેરાત કરી છે. તેને પોતાનુ બેટ વેચવા કાઢ્યું છે.
શાકિબ અલ હસને પોતાનુ વર્લ્ડકપ 20119ના બેટની હરાજી કરવાનુ નક્કી કર્યુ છે, અને તેમાંથી આવનારા રૂપિયા કોરનાગ્રસ્ત લોકોની મદદ માટે આપવાનો ફેંસલો કર્યો છે.
શાકિબ પહેલા બાંગ્લાદેશના મુશ્ફીકૂર રહીમ અને ભારતના કેએલ રાહુલે પોતાનુ બેટ ઓક્શન કરવાનો નિર્ણય લીધો હતો.
શાકિબે ફેસબુક પર લાઇવ ચેટમાં કહ્યું કે મેં પહેલા પણ કહ્યું હતુ કે પોતાનુ બેટ વેચવા કાઢીશ, મે 2019 વર્લ્ડકપના પોતાના બેટનેઑ ઓક્શન કરવાનો નિર્ણય કર્યો છે. આ મારુ મનપસંદ બેટ છે.
બાંગ્લાદેશનો સ્ટાર ક્રિકેટર શાહિબ અલ હસન ગયા વર્ષે ઇંગ્લેન્ડમાં રમાયેલી વર્લ્ડકપ 2019 ટૂર્નામેન્ટમાં ટૉપ રહ્યો હતો. તેને કુલ આઠ મેચોમાં આ બેટની મદદથી 606 રન બનાવ્યા હતા, જેમાં બે સદી અને પાંચ અડધી સદી સામેલ હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
દેશ
ગુજરાત
ક્રાઇમ
Advertisement