શોધખોળ કરો

મેદાનમાં આવી સુનામી..., ODI મેચમાં બન્યા 770 રન, ફટકાર્યા 50 ચોગ્ગા અને 22 છગ્ગા; એક બેટ્સમેને રમી 404 રનની ઇનિંગ

Mustakim Howlader: મુસ્તકીમ હૌલાદાર નામના યુવા ક્રિકેટરે એક ODI મેચમાં 404 રનની ઇનિંગ રમીને ઇતિહાસ રચ્યો છે. તેણે 4 કલાકથી વધુ સમય સુધી બેટિંગ કરી.

Mustakim Howlader 404 Runs: કેમ્બ્રિયન સ્કૂલ એન્ડ કોલેજ તરફથી રમતા મુસ્તાકીમ હૌલાદારે ઇતિહાસ રચ્યો છે. તેણે એક ODI મેચમાં 404 રનની ઇનિંગ રમીને ઘણા મોટા રેકોર્ડ તોડ્યા છે. તેણે અણનમ 404 રનમાં 50 ચોગ્ગા અને 22 છગ્ગા ફટકાર્યા. મુસ્તાકીમે ફક્ત ચોગ્ગા અને છગ્ગાની મદદથી 332 રન બનાવ્યા તે પણ એક અદ્ભુત આંકડા છે. તે બાંગ્લાદેશમાં માન્યતા પ્રાપ્ત ક્રિકેટમાં 400 થી વધુ રન બનાવનાર પ્રથમ ક્રિકેટર બન્યો.

મુસ્તકીમ હૌલાદાર 9મા ધોરણમાં અભ્યાસ કરે છે
આ શાળા ક્રિકેટમાં જિલ્લા સ્તરની મેચ હતી, જેને સત્તાવાર ક્રિકેટ ગણવામાં આવતી નથી. મુસ્તાકીમ 9મા ધોરણનો વિદ્યાર્થી છે, ઢાકા યુનિવર્સિટી ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમેલી આ ઇનિંગથી તેણે માત્ર બાંગ્લાદેશ ક્રિકેટ જ નહીં પરંતુ વિશ્વ ક્રિકેટને પણ હચમચાવી નાખ્યું છે. તમને જણાવી દઈએ કે 50 ઓવરની આ મેચમાં મુસ્તકીમ ઇનિંગ્સની શરૂઆતથી અંત સુધી ક્રીઝ પર રહ્યો.

મુસ્તાકીમ હૌલાદાર, ધોરણ 9નો વિદ્યાર્થી. તેણે સ્કૂલ ક્રિકેટમાં એવું કંઈક કર્યું છે જે પહેલાં ક્યારેય બન્યું નથી. આજકાલ વનડે ક્રિકેટમાં ટીમો 300 થી 350 રન બનાવે છે. જો સ્કોર 400 થી ઉપર જાય, તો તેને ખૂબ જ ઉચ્ચ સ્કોર ગણવામાં આવે છે. પણ જો કોઈ બેટ્સમેન એકલા હાથે આટલો મોટો સ્કોર કરે તો શું? વાત કદાચ અવિશ્વસનીય લાગે, પણ પ્રાઇમ બેંક સ્કૂલ ક્રિકેટમાં આવી અદ્ભુત સિદ્ધિ બની છે.

699 રનની રેકોર્ડ ભાગીદારી
મુસ્તકીમ હૌલાદરે 4 કલાક અને 20 મિનિટ સુધી બેટિંગ કરી. તેણે 170 બોલમાં 404 રનની આ ઇનિંગ રમી, જેમાં તેનો સ્ટ્રાઇક રેટ 237 થી વધુ હતો. જ્યાં ODI મેચોમાં 350 રન બનાવ્યા પછી ટીમો ખુશ થાય છે, ત્યાં મુસ્તકીમે આ ઐતિહાસિક ઇનિંગ રમીને ક્રિકેટ જગત માટે નવા માપદંડો સ્થાપિત કર્યા છે.

તેણે કેપ્ટન સોદ પરવેઝ સાથે 699 રનની ભાગીદારી કરી. તમને જણાવી દઈએ કે કેપ્ટન પરવેઝ પોતે 124 બોલમાં 256 રન બનાવીને અણનમ પાછો ફર્યો હતો. તેઓએ 206 ના ધમાકેદાર સ્ટ્રાઇક રેટથી બેટિંગ કરતા 32 ચોગ્ગા અને 13 છગ્ગા ફટકાર્યા, જે તેમના બંને કારકિર્દીનો શ્રેષ્ઠ સ્કોર છે. આ બે બેટ્સમેનોની મદદથી કેમ્બ્રિયન સ્કૂલ એન્ડ કોલેજે 770 રનનો વિશાળ સ્કોર બનાવ્યો.

738 રનથી મેચ જીતી
એક તરફ, કેમ્બ્રિયન સ્કૂલ અને કોલેજે શાનદાર બેટિંગનું પ્રદર્શન કર્યું અને બીજી તરફ, ટીમે બોલિંગમાં પણ તબાહી મચાવી. સામે સેન્ટ ગ્રેગરીની ટીમ હતી, જે 11.2 ઓવરમાં માત્ર 32 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. આ રીતે કેમ્બ્રિયન સ્કૂલ અને કોલેજે 738 રનથી રેકોર્ડ વિજય મેળવ્યો.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

વોટર કાર્ડના EPIC નંબરને આધાર કાર્ડ સાથે કરવામાં આવશે લિંક,ચૂંટણી પંચ અને ગૃહ મંત્રાલયની બેઠકમાં મોટો નિર્ણય
વોટર કાર્ડના EPIC નંબરને આધાર કાર્ડ સાથે કરવામાં આવશે લિંક,ચૂંટણી પંચ અને ગૃહ મંત્રાલયની બેઠકમાં મોટો નિર્ણય
AAPના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલની પંજાબમાં મોટી જાહેરાત, '1 એપ્રિલથી...'
AAPના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલની પંજાબમાં મોટી જાહેરાત, '1 એપ્રિલથી...'
અમદાવાદના બંધ મકાનમાંથી ઝડપાયેલા કરોડોના સોનાનો માલિક કોણ? જાણો કેવી રીતે બન્યો બિગબુલ
અમદાવાદના બંધ મકાનમાંથી ઝડપાયેલા કરોડોના સોનાનો માલિક કોણ? જાણો કેવી રીતે બન્યો બિગબુલ
'મને આંખ મારી, ફ્લાઇંગ કિસ કરી...' 16 વર્ષના છોકરા પર ભડકી મલાઇકા અરોડા, VIDEO
'મને આંખ મારી, ફ્લાઇંગ કિસ કરી...' 16 વર્ષના છોકરા પર ભડકી મલાઇકા અરોડા, VIDEO
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : સરકારમાં કૌભાંડના આકા કોણ ?Hun To Bolish : હું તો બોલીશ : ભેળસળિયાઓને ત્યાં બુલડોઝર ક્યારે ?Ahmedabad: અમદાવાદમાં ફરી થાર કાર ચાલકનો આતંક,  કારચાલકે રિક્ષા અને પોલીસને ઉડાવવાનો કર્યો પ્રયાસRamesh Oza on Jalaram Bapa Controversy: જલારામ બાપાને અંગે ટિપ્પણી મુદ્દે  રમેશભાઈ ઓઝાએ તોડ્યું મૌન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
વોટર કાર્ડના EPIC નંબરને આધાર કાર્ડ સાથે કરવામાં આવશે લિંક,ચૂંટણી પંચ અને ગૃહ મંત્રાલયની બેઠકમાં મોટો નિર્ણય
વોટર કાર્ડના EPIC નંબરને આધાર કાર્ડ સાથે કરવામાં આવશે લિંક,ચૂંટણી પંચ અને ગૃહ મંત્રાલયની બેઠકમાં મોટો નિર્ણય
AAPના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલની પંજાબમાં મોટી જાહેરાત, '1 એપ્રિલથી...'
AAPના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલની પંજાબમાં મોટી જાહેરાત, '1 એપ્રિલથી...'
અમદાવાદના બંધ મકાનમાંથી ઝડપાયેલા કરોડોના સોનાનો માલિક કોણ? જાણો કેવી રીતે બન્યો બિગબુલ
અમદાવાદના બંધ મકાનમાંથી ઝડપાયેલા કરોડોના સોનાનો માલિક કોણ? જાણો કેવી રીતે બન્યો બિગબુલ
'મને આંખ મારી, ફ્લાઇંગ કિસ કરી...' 16 વર્ષના છોકરા પર ભડકી મલાઇકા અરોડા, VIDEO
'મને આંખ મારી, ફ્લાઇંગ કિસ કરી...' 16 વર્ષના છોકરા પર ભડકી મલાઇકા અરોડા, VIDEO
IPL 2025 ના આ નિયમને લઈ હોબાળો, વિરાટ કોહલી બાદ હવે કપિલ દેવે પણ ખોલ્યો મોરચો;દબાણમાં BCCI
IPL 2025 ના આ નિયમને લઈ હોબાળો, વિરાટ કોહલી બાદ હવે કપિલ દેવે પણ ખોલ્યો મોરચો;દબાણમાં BCCI
અમદાવાદ બંધ ફ્લેટમાંથી મળી આવેલ સોનુ અને રોકડ ક્યાંથી આવ્યાં? ATSએ  કબ્જે કર્યુ  95.5 કિલો સોનું
અમદાવાદ બંધ ફ્લેટમાંથી મળી આવેલ સોનુ અને રોકડ ક્યાંથી આવ્યાં? ATSએ કબ્જે કર્યુ 95.5 કિલો સોનું
Vaishno Devi Yatra: માતા વૈષ્ણોદેવીના દર્શને જાવ તો ન કરો આ 10 ભૂલો નહીં તો ખાલી પડશે જેલની હવા
Vaishno Devi Yatra: માતા વૈષ્ણોદેવીના દર્શને જાવ તો ન કરો આ 10 ભૂલો નહીં તો ખાલી પડશે જેલની હવા
Credit Card Fraud: ક્રેડિટ કાર્ડ યૂઝર્સ સાવધાન! છેતરપિંડીની આ નવી રીતથી થઈ જશે તમારુ બેંક એકાઉન્ટ ખાલી
Credit Card Fraud: ક્રેડિટ કાર્ડ યૂઝર્સ સાવધાન! છેતરપિંડીની આ નવી રીતથી થઈ જશે તમારુ બેંક એકાઉન્ટ ખાલી
Embed widget