Ramesh Oza on Jalaram Bapa Controversy: જલારામ બાપાને અંગે ટિપ્પણી મુદ્દે રમેશભાઈ ઓઝાએ તોડ્યું મૌન
જલારામ બાપા પર નિવેદનને લઈને કથાકાર રમેશભાઈ ઓઝાએ તોડ્યું મૌન. એક બીજાના દેવતાને નીચે પાડવા , બીજાને ઉતારી પાડવા યોગ્ય નથી.આપણા ઈષ્ટ પ્રત્યે ભાવ રાખીએ પણ આ રીતે કોઈને નીચે ન દેખાડો.
સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ સંતોએ કરેલા વિવાદાસ્પદ નિવેદનો અને સંત શિરોમણી જલારામ બાપા મુદ્દે ભાઈશ્રી રમેશભાઈ ઓઝાએ તોડ્યું મૌન.. વિવાદ અંગે દુઃખ વ્યક્ત કરતા ભાઈશ્રી રમેશભાઈ ઓઝાએ આ પ્રકારના નિવેદનથી બચવા વિનંતી કરી. સાથે જ એકબીજાના દેવતાને નીચે પાડવા, બીજાને ઉતારી પાડવું યોગ્ય ન હોવાની. તથ્ય અને સત્ય વચ્ચેનો તફાવત સમજવો જરૂરી હોવાની વાત કરી.
સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ સંતો દ્વારા થતા વિવાદિત નિવેદનો અને જલારામ બાપા મુદ્દે વ્યાસપીઠ પરથી રમેશભાઈ ઓઝાએ મૌન તોડ્યું. અમદાવાદ ગ્રામ્ય આવતા ભાવનગર નજીકના બાવળીયારી ગામ ખાતે રમેશભાઈ ઓઝાની ચાલી રહી છે કથા. બાવળીયારી ઠાકર દ્વારાના રામબાપુ દ્વારા કથાનું આયોજન કરવામાં આવ્યું છે. આજે કથા દરમિયાન વ્યાસપીઠ પરથી રમેશભાઈ ઓઝાએ જલારામ બાપા વિશે જ્ઞાનપ્રકાશ સ્વામિની ટિપ્પણી અને વિવાદ પર ખુબ જ દુ:ખ વ્યક્ત કર્યું હતું વિવાદ અંગે રોષ સાથે દુ:ખ વ્યક્ત કરતા આ પ્રકારના નિવેદન અને વિવાદોથી બચવા માટે વિનંતી કરી હતી. તેમણે વધુમાં કહ્યું હતું કે પોતાના ઈષ્ટ પ્રત્યે અનન્ય ભાવ હોવામાં કોઈ વાંધો નથી પરંતુ બીજાને ઉતારી પાડવા કે સનાતન ધર્મના જ બીજા દેવી દેવતાઓ કે મહાપુરૂષોને ઉતારી પાડવા યોગ્ય નથી

















