શોધખોળ કરો
Advertisement
બેટ્સમેને ફટકાર્યો એવો છગ્ગો, બૉલ સ્ટેડિયમ કુદીને દુર એક ઘરમાં જઇને પડ્યો, જુઓ વીડિયોમાં અદભૂત છગ્ગો
સ્ટૉઇનિસે આ મેચમાં 55 બૉલમાં અણનમ 97 રનોની ઇનિંગ રમી હતી. આ મેચ દરમિયાન સાત છગ્ગા અને સાત ચોગ્ગા ફટકાર્યા હતા
નવી દિલ્હીઃ ક્રિકેટમાં ક્યારેક ક્યારેક એવા શૉટ્સ જોવા મળે છે, જે ખરેખર અદભૂત હોય છે. ઓસ્ટ્રેલિયામાં ચાલી રહેલી બીબીએલમાં ક્રિકેટ ફેન્સને અત્યારે ખુબ મજા પડી ગઇ છે. અહીં અદભૂત શૉટ્સની સાથે સાથે ક્રિકેટના મેદાન પરથી જુદી જુદી ગતિવિધિઓ જોવા મળી રહી છે. બીબીએલમાં ઓસ્ટ્રેલિયાના વિસ્ફોટક બેટ્સમેન માર્કેસ સ્ટૉઇનિસનો એક છગ્ગો જબરદસ્ત ચર્ચાનુ કેન્દ્ર બન્યો છે.
તાજેતરમાં જ બિગ બેશ લીગમાં મેલબોર્ન સ્ટાર્સ અને હોબાર્ટ હેરિકન્સની વચ્ચે મેચ રમાઇ હતી, જેને સ્ટાર્સે 10 રનોથી જીતી લીધી હતી. આ મેચમાં ઓલરાઉન્ડર સ્ટૉઇનિસે દક્ષિણ આફ્રિકાના પૂર્વ કેપ્ટન અને ઓફ સ્પિનર યોહાન બોથાના બૉલ પર લેગ સાઇડમાં એટલો લાંબો છગ્ગો ફટકાર્યો કે બૉલ સ્ટેડિયમથી બહાર એક ઘરમાં જઇને પડ્યો હતો. સ્ટૉઇનિસના આ છગ્ગાનો વીડિયો સોશ્યલ મીડિયા પર ઝડપથી વાયરલ થઇ રહ્યો છે.
સ્ટૉઇનિસે આ મેચમાં 55 બૉલમાં અણનમ 97 રનોની ઇનિંગ રમી હતી. આ મેચ દરમિયાન સાત છગ્ગા અને સાત ચોગ્ગા ફટકાર્યા હતા. સ્ટૉઇનિસની આ ઇનિંગના કારણે મેલબોર્ન સ્ટાર્સે 20 ઓવરમાં છ વિકેટ ગુમાવીને 183 રનોનો વિશાળ સ્કૉર ઉભો કરી દીધો હતો. આના જવાબમાં હોબાર્ટની ટીમ નિર્ધારિત ઓવરમાં 173 રન જ બનાવી શકી હતી.
(ફાઇલ તસવીર)
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
અમદાવાદ
દેશ
બિઝનેસ
Advertisement