શોધખોળ કરો

BCCIની કમાણીમાં થઇ શકે છે બમ્પર વધારો, 12000 કરોડ રૂપિયામાં વેચાઇ શકે છે મીડિયા અધિકાર

ખાસ વાત છે કે, હવે બોર્ડ ટુંક સમયમાં આગામી 4 વર્ષ માટે ટેન્ડર બહાર પાડી શકે છે, જેમાં BCCI આ વખતે ટીવી અને ડિજિટલ પ્રસારણ માટે અલગ-અલગ મીડિયા રાઇટ્સ આપવાનું વિચારી રહી છે.

Indian Cricket Team: ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) ફરી એકવાર તેની કમાણીમાં ધરખમ વધારો કર્યો છે. ભારતીય ક્રિકેટ ટીમની ઘરઆંગણાની મેચોના મીડિયા રાઇટ્સથી 12,000 કરોડ રૂપિયાથી પણ વધુની કમાણી થવાની આશા છે. હાલમાં મીડિયા અધિકારો ડિઝની-સ્ટાર પાસે હતા, જે માર્ચ 2023માં ઓસ્ટ્રેલિયા સામેની સીરીઝ બાદ પુરા થઇ ગયા હતા.

ખાસ વાત છે કે, હવે બોર્ડ ટુંક સમયમાં આગામી 4 વર્ષ માટે ટેન્ડર બહાર પાડી શકે છે, જેમાં BCCI આ વખતે ટીવી અને ડિજિટલ પ્રસારણ માટે અલગ-અલગ મીડિયા રાઇટ્સ આપવાનું વિચારી રહી છે. છેલ્લે જ્યારે ભારતીય બોર્ડે મીડિયા રાઇટ્સ વેચ્યા હતા, તે સમયે તેમને 6138.10 કરોડ રૂપિયાની કમાણી થઈ હતી.

ભારતીય ક્રિકેટ ટીમે આવતા વર્ષે 2023 થી 2027 સુધી ઘરઆંગણે 20 ટેસ્ટ, 21 વનડે અને 31 T20 મેચો રમવાની છે. બીસીસીઆઈના એક અધિકારીએ પોતાના નિવેદનમાં કહ્યું કે, ગઇ વખતની તુલનામાં આ વખતે મીડિયા રાઇટ્સમાં ધરખમ વધારો આવી શકે છે. 

ઇનસાઇડ સ્પોર્ટ્સને આપેલા નિવેદનમાં બીસીસીઆઈના એક અધિકારીએ કહ્યું કે, મીડિયા રાઇટ્સની પ્રૉસેસ શરૂ કરી દેવામાં આવી છે, અને આ વખતે ટીવી અને ડિજીટલ માટેના અલગ-અલગ ટેન્ડર બહાર પાડવામાં આવશે, પરંતુ અંતિમ નિર્ણય એપેક્સ કાઉન્સિલની બેઠકમાં લેવામાં આવશે. આઈપીએલના મીડિયા રાઇટ્સને લઈને અમને અત્યારે ખુબ જ સારો રિસ્પૉન્સ મળી રહ્યો છે, અને અમે તેને આગળ પણ ચાલુ રાખવા માંગીએ છીએ.

લોકો હવે ટીવીને બદલે ડિજીટલ વળી રહ્યાં છે - 
બીસીસીઆઈના અધિકારીએ પોતાના નિવેદનમાં વધુમાં કહ્યું કે, જો આંકડાઓ જોવામાં આવે તો તે સ્પષ્ટપણે દર્શાવે છે કે, લોકો હવે ટીવીની જગ્યાએ ડિજીટલ તરફ વળી રહ્યા છે, એટલા માટે અમે ટીવી અને ડિજીટલ માટે અલગ-અલગ મીડિયા રાઇટ્સ ટેન્ડર બહાર પાડવા માંગીએ છીએ. અમે આશા રાખીએ છીએ કે કુલ રૂ. 12,000 કરોડની બોલી લાગી શકે છે. 

બીસીસીઆઈના સચિવ જય શાહે પહેલાથી જ પુષ્ટિ કરી છે કે, મીડિયા રાઇટ્સ વેચવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. આ માટે જૂન મહિનામાં ટેન્ડર બહાર પાડવામાં આવશે અને આખી પ્રૉસેસને 45 દિવસમાં પુરી કરવામાં આવશે.

ICC Cricket WC 2023: : ODI વર્લ્ડકપને લઈ મોટા સમાચાર, BCCIને ધમકી આપતું PCB હવે થુંકેલુ ચાટશે - 

Pakistan Cricket Team Ready For India : ભારતમાં યોજાનાર ODI વર્લ્ડ કપ માટે પાકિસ્તાન ક્રિકેટ ટીમના આગમન અંગેની સ્થિતિ હજુ તો સ્પષ્ટ થઈ નથી. પરંતુ થોડા સમય પહેલા સુધી ભારતમાં નહીં આવવાની ધમકી આપનાર પાકિસ્તાનને હવે વાસ્તવિકતાનો અહેસાસ થતો જોવા મળી રહ્યો છે. હવે પાકિસ્તાન માત્ર વર્લ્ડ કપ માટે ભારત આવવા માટે તૈયાર નથી પરંતુ તેણે બે શહેરોની પણ ઓળખ કરી છે જ્યાં તે તેની તમામ મેચ રમવા માંગે છે.

ભારતમાં ઓક્ટોબર-નવેમ્બરમાં યોજાનારી ટૂર્નામેન્ટને લઈને છેલ્લા કેટલાક મહિનાઓથી ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ અને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે. તેની શરૂઆત એશિયા કપ માટે ભારતીય ટીમને પાકિસ્તાન ન મોકલવા અંગે બીસીસીઆઈ સેક્રેટરી જય શાહના નિવેદનથી થઈ હતી. ત્યારથી પીસીબીના અધિકારીઓ પણ વર્લ્ડ કપનો બહિષ્કાર કરવાની ધમકી આપી રહ્યા હતા.

પાકિસ્તાનની નજર કોલકાતા અને ચેન્નાઈ પર

પાકિસ્તાનની ધમકીની બીસીસીઆઈ અને આઈસીસી પર કોઈ અસર થતી નથી તે જોઈને હવે પીસીબી ઘૂંટણિયે પડીને ભારત આવીને રમવા તૈયાર હોય તેવું લાગી રહ્યું છે. ન્યૂઝ એજન્સી પીટીઆઈના એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, વર્લ્ડકપ માટે નક્કી કરાયેલા 12 સ્થળોમાં પાકિસ્તાને બે એવા શહેરોની ઓળખ કરી છે જ્યાં તે પોતાની તમામ મેચ રમવા માંગે છે. રિપોર્ટમાં આઈસીસીના સૂત્રોને ટાંકીને કહેવામાં આવ્યું છે કે, પાકિસ્તાન લીગ તબક્કાની તેની તમામ 9 મેચ ચેન્નાઈ અને કોલકાતામાં જ રમવા માંગે છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

ઈરાને ઈઝરાયેલ પર મિસાઈલથી હુમલો કર્યો, નાગરિકો બોમ્બ આશ્રયસ્થાનોમાં છુપાયા
ઈરાને ઈઝરાયેલ પર મિસાઈલથી હુમલો કર્યો, નાગરિકો બોમ્બ આશ્રયસ્થાનોમાં છુપાયા
IMD Weather Update: ચોમાસાની વિદાય, ઠંડી માટે તૈયાર રહેજો! જાણો હવામાન વિભાગે શું કરી આગાહી ?
IMD Weather Update: ચોમાસાની વિદાય, ઠંડી માટે તૈયાર રહેજો! જાણો હવામાન વિભાગે શું કરી આગાહી ?
IND vs BAN 2nd Test: બે દિવસની અંદર ભારતે કાનપુર ટેસ્ટ જીતી, બાંગ્લાદેશને 7 વિકેટથી હરાવ્યું
IND vs BAN 2nd Test: બે દિવસની અંદર ભારતે કાનપુર ટેસ્ટ જીતી, બાંગ્લાદેશને 7 વિકેટથી હરાવ્યું
સપ્ટેમ્બરમાં GST કલેક્શન વધીને 1.73 લાખ કરોડના રેકોર્ડ સ્તર પર  
સપ્ટેમ્બરમાં GST કલેક્શન વધીને 1.73 લાખ કરોડના રેકોર્ડ સ્તર પર  
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ |  શિક્ષક કે રાક્ષસ?Hun To Bolish | હું તો બોલીશ | ખાડા ગણી લો અને ગરબા રમી લોBanasknatha News | બનાસકાંઠાના ચાર તાલુકા માટે સરકારની મોટી જાહેરાત, 1 હજાર 56 કરોડની પાઈપ લાઈન યોજનાને આપી મંજૂરીRajkot News | પદ્મ કુંવરબા હોસ્પિટલ આવી વિવાદમાં,  બેદરકારીના કારણે રોડ પર ડિલિવરી કરાઈ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ઈરાને ઈઝરાયેલ પર મિસાઈલથી હુમલો કર્યો, નાગરિકો બોમ્બ આશ્રયસ્થાનોમાં છુપાયા
ઈરાને ઈઝરાયેલ પર મિસાઈલથી હુમલો કર્યો, નાગરિકો બોમ્બ આશ્રયસ્થાનોમાં છુપાયા
IMD Weather Update: ચોમાસાની વિદાય, ઠંડી માટે તૈયાર રહેજો! જાણો હવામાન વિભાગે શું કરી આગાહી ?
IMD Weather Update: ચોમાસાની વિદાય, ઠંડી માટે તૈયાર રહેજો! જાણો હવામાન વિભાગે શું કરી આગાહી ?
IND vs BAN 2nd Test: બે દિવસની અંદર ભારતે કાનપુર ટેસ્ટ જીતી, બાંગ્લાદેશને 7 વિકેટથી હરાવ્યું
IND vs BAN 2nd Test: બે દિવસની અંદર ભારતે કાનપુર ટેસ્ટ જીતી, બાંગ્લાદેશને 7 વિકેટથી હરાવ્યું
સપ્ટેમ્બરમાં GST કલેક્શન વધીને 1.73 લાખ કરોડના રેકોર્ડ સ્તર પર  
સપ્ટેમ્બરમાં GST કલેક્શન વધીને 1.73 લાખ કરોડના રેકોર્ડ સ્તર પર  
જૂનાગઢને આઝાદ કરાવવા મુંબઈમાં આરઝી હકૂમતનો પાયો નખાયો
જૂનાગઢને આઝાદ કરાવવા મુંબઈમાં આરઝી હકૂમતનો પાયો નખાયો
Futures & Options Addiction: રોકાણકારોના હિતોના રક્ષણ માટે સેબીએ F&O ટ્રેડિંગ પર શું લીધો મોટો નિર્ણય, જાણો
Futures & Options Addiction: રોકાણકારોના હિતોના રક્ષણ માટે સેબીએ F&O ટ્રેડિંગ પર શું લીધો મોટો નિર્ણય, જાણો
Gujarat Rain Forecast: નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં  વરસશે  વરસાદ, હવામાન વિભાગે કરી  આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં વરસશે વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી
Embed widget