શોધખોળ કરો

ચૂંટણી 2024 એક્ઝિટ પોલ

(Source:  Dainik Bhaskar)

ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે વન ડે, ટી-20 અને ટેસ્ટ ટીમ જાહેર, જાણો કયા ચાર બોલરો પણ ભારતીય ટીમ સાથે જશે

આઈપીએલમાં ધમાકેદાર બેટિંગ કરનારા શુભમન ગિલને ટેસ્ટ અને વન ડે ટીમમાં સ્થાન અપાયું છે.

નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમના આગામી ઓસ્ટ્રેલિયા પ્રવાસને લઈ આજે વન ડે, ટી-20 અને ટેસ્ટ ટીમની જાહેરાત કરવામાં આવી હતી. ભારતીય ક્રિકેટ ટીમ ફેબ્રુઆરીમાં અંતિમ ઈન્ટરનેશલ મેચ રમ્યું હતુ. જે બાદ કોરોના મહામારીના કારણે દક્ષિણ આફ્રિકાની ટીમ પ્રવાસ રદ્દ કરીને સ્વદેશ પરત ફરી હતી. આ પછી ભારત એક પણ આંતરરાષ્ટ્રીય મેચ રમ્યુ નથી. કોરોના કાળમાં ટીમ ઈન્ડિયા પ્રથમ વખત આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમશે. ઓસ્ટ્રેલિયા પ્રવાસમાં ઈજાગ્રસ્ત રોહિત શર્માનો ત્રણેય ફોર્મેટમાં સમાવેશ કરવામાં આવ્યો નથી. રિષભ પંતને પણ વન ડે અને ટી-20 ટીમમાં સ્થાન મળ્યું નથી. ત્રણેય ફોર્મેટ અલગ-અલગ વિકેટકિપર આઈપીએલમાં ધમાકેદાર બેટિંગ કરનારા શુભમન ગિલને ટેસ્ટ અને વન ડે ટીમમાં સ્થાન અપાયું છે. ત્રણેય ફોર્મેટમાં વિકેટકિપિંગ જવાબદારી અલગ અલગ ક્રિકેટર્સને સોંપાઈ છે. ટેસ્ટમાં સાહા અને પંત, વન ડેમાં લોકેશ રાહુલ, ટી-20માં સંજુ સેમસન અને લોકેશ રાહુલને વિકેટ કિપિંગની જવાબદારી સોંપવામાં આવી છે. કુલ 32 ખેલાડીની પસંદગી ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે કુલ 32 ખેલાડીઓની પસંદગી કરવામાં આવી છે. જે સમગ્ર સીરિઝ દરમિયાન બાયો સિક્યોર બબલમાં રહેશે. વન ડે સીરિઝ સિડની અને કેનબરામાં રમાશે. જે બાદ ચાર મેચની ટેસ્ટ શ્રેણી રમાશે. આ પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાના કોચ રવિ શાસ્ત્રી અને બોલિંગ કોચ ભરત અરૂણ આજે યુએઈ જશે. તેમની સાથે ટેસ્ટ સ્પેશિયાલિસ્ટ ચેતેશ્વર પૂજારા અને હનુમા વિહારી પણ જશે અને ઓસ્ટ્રેલિયા પ્રવાસમાં જોડાતા પહેલા બાયો બબલમાં ક્વોરન્ટાઈન પીરિયડ પૂરો કરી લેશે. કયા 4 વધારાના બોલર્સ સાથે જશે બીસીસીઆઈની મેડિકલ ટીમ આઈપીએલમાં રમતી વખતે ઇજાગ્રસ્ત થયેલા રોહિત શર્મા અને ઈશાંત શર્માની ફિટનેસ પર પણ નજર રાખશે.  આ ઉપરાંત બીસીસીઆઈ દ્વારા ચાર વધારાના બોલર્સ- કમલેશ નાગરકોટી, કાર્તિક ત્યાગી, ઈશન પોરેલ અને ટી નટરાજનનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. તેઓ ઓસ્ટ્રેલિયા પ્રવાસમાં ભારતીય ટીમ સાથે રહેશે. વીડિયો કોન્ફરન્સથી ટીમ થઈ પસંદ બીસીસીઆઈના પસંદગીકર્તાએ વીડિયો કોન્ફરન્સ દ્વારા ઓસ્ટ્રેલિયા પ્રવાસની ટીમ જાહેર કરી હતી. ભારત ઓસ્ટ્રેલિયામાં ત્રણ ટી-20, ત્રણ વન ડે અને ચાર ટેસ્ટ મેચ રમશે. વન ડે ટીમઃ વિરાટ કોહલી (કેપ્ટન), શિખર ધવન, શુભમન ગિલ, કેએલ રાહુલ (વાઇસ કેપ્ટન અને વિકેટકિપર), શ્રેયર ઐયર, મનીષ પાંડે, હાર્દિક પંડ્યા, મયંક અગ્રવાલ, રવિન્દ્ર જાડેજા, યુઝવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ શમી, નવદીપ સૈની, શાર્દુલ ઠાકુર T-20 ટીમઃ વિરાટ કોહલી, શિખર ધવન, મયંક અગ્રવાલ, કેએલ રાહુલ, શ્રેયસ ઐયર,મનીષ પાંડે, હાર્દિક પંડ્યા, સંજુ સેમસન, રવિન્દ્ર જાડેજા, વોશિંગ્ટન સુંદર, યુઝવેંદ્ર ચહલ, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ શમી, નવદીપ સૈની, દીપક ચહર, વરુણ ચક્રવર્તી ટેસ્ટ ટીમઃ વિરાટ કોહલી (કેપ્ટન), મયંક અગ્રવાલ, પૃથ્વી શૉ, કેએલ રાહુલ, ચેતેશ્વર પુજારા, અજિંક્ય રહાણે(વાઇસ કેપ્ટન), હનુમા વિહારી, શુભમન ગિલ, રિદ્ધિમાન સાહા (વિકેટ કિપર), રિષભ પંત (વિકેટ કિપર), જસપ્રીત બુમરાહ, મોહમ્મદ શમી, ઉમેશ યાદવ, નવદીપ સૈની, કુલદીપ યાદવ, રવિન્દ્ર જાડેજા, આર અશ્વિન, મોહમ્મદ સિરાઝ
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Haryana Election Exit Polls: હરિયાણામાં ભાજપ મારશે બાજી કે કૉંગ્રેસ બનાવશે સરકાર, જાણો ચોંકાવનારા આંકડા 
Haryana Election Exit Polls: હરિયાણામાં ભાજપ મારશે બાજી કે કૉંગ્રેસ બનાવશે સરકાર, જાણો ચોંકાવનારા આંકડા 
હરિયાણામાં કોની બનશે સરકાર? શું કહે છે ફલોદી સટ્ટા બજાર; જાણો કોના પર છે સૌથી વધુ દાવ
હરિયાણામાં કોની બનશે સરકાર? શું કહે છે ફલોદી સટ્ટા બજાર; જાણો કોના પર છે સૌથી વધુ દાવ
નવરાત્રી પછીના 3 મહિના એબોર્શન માટે લાઈનો લાગે છેઃ જૈન મુનિનો વાણીવિલાસ
નવરાત્રી પછીના 3 મહિના એબોર્શન માટે લાઈનો લાગે છેઃ જૈન મુનિનો વાણીવિલાસ
શું તમને પણ PM કિસાન યોજનાના પૈસા નથી મળ્યા? ફટાફટ કરો આ કામ, તરત હપ્તો આવી જશે
શું તમને પણ PM કિસાન યોજનાના પૈસા નથી મળ્યા? ફટાફટ કરો આ કામ, તરત હપ્તો આવી જશે
Advertisement
ABP Premium

વિડિઓઝ

Pune Crime | પૂણેમાં સુરતમાં સામૂહિક દુષ્કર્મના કેસમાં સામે આવ્યા આરોપીઓના CCTVVadodara Crime | યુવતીઓ સાવધાન! નવરાત્રિમાં જ મોડી રાતે સગીરા પર દુષ્કર્મ | ABP AsmitaNavratri 2024 | Anupam Swarup Swami | નવરાત્રિ અંગે સ્વામીનો બફાટ | દીકરીને બગાડવાનું જાહેર આમંત્રણCanada Restaurant Viral Video: કેનેડાની હોટલમાં વેઇટરની નોકરી માટે ભારતીયોની લાંબી લાઇન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Haryana Election Exit Polls: હરિયાણામાં ભાજપ મારશે બાજી કે કૉંગ્રેસ બનાવશે સરકાર, જાણો ચોંકાવનારા આંકડા 
Haryana Election Exit Polls: હરિયાણામાં ભાજપ મારશે બાજી કે કૉંગ્રેસ બનાવશે સરકાર, જાણો ચોંકાવનારા આંકડા 
હરિયાણામાં કોની બનશે સરકાર? શું કહે છે ફલોદી સટ્ટા બજાર; જાણો કોના પર છે સૌથી વધુ દાવ
હરિયાણામાં કોની બનશે સરકાર? શું કહે છે ફલોદી સટ્ટા બજાર; જાણો કોના પર છે સૌથી વધુ દાવ
નવરાત્રી પછીના 3 મહિના એબોર્શન માટે લાઈનો લાગે છેઃ જૈન મુનિનો વાણીવિલાસ
નવરાત્રી પછીના 3 મહિના એબોર્શન માટે લાઈનો લાગે છેઃ જૈન મુનિનો વાણીવિલાસ
શું તમને પણ PM કિસાન યોજનાના પૈસા નથી મળ્યા? ફટાફટ કરો આ કામ, તરત હપ્તો આવી જશે
શું તમને પણ PM કિસાન યોજનાના પૈસા નથી મળ્યા? ફટાફટ કરો આ કામ, તરત હપ્તો આવી જશે
રાજ્યની ૫૮૪ ગૌશાળા પાંજરાપોળને ૭૧ કરોડથી વધુની પશુ નિભાવ સહાય અપાઈ
રાજ્યની ૫૮૪ ગૌશાળા પાંજરાપોળને ૭૧ કરોડથી વધુની પશુ નિભાવ સહાય અપાઈ
Gujarat Rain forecast : ગુજરાતમાં ફરી આવશે વરસાદનો જોરદાર રાઉન્ડ? જાણો હવામાન વિભાગે શું કરી આગાહી
Gujarat Rain forecast : ગુજરાતમાં ફરી આવશે વરસાદનો જોરદાર રાઉન્ડ? જાણો હવામાન વિભાગે શું કરી આગાહી
આ આતંકવાદી સંગઠને બર્બરતાની તમામ હદો પાર કરી, થોડા જ કલાકોમાં મહિલાઓ અને બાળકો સહિત 600 લોકોની હત્યા કરી
આ આતંકવાદી સંગઠને બર્બરતાની તમામ હદો પાર કરી, થોડા જ કલાકોમાં મહિલાઓ અને બાળકો સહિત 600 લોકોની હત્યા કરી
હરિયાણામાં કેટલી બેઠકો જીતશે કોંગ્રેસ? અશોક તંવરે કરી મોટી આગાહી
હરિયાણામાં કેટલી બેઠકો જીતશે કોંગ્રેસ? અશોક તંવરે કરી મોટી આગાહી
Embed widget