World Cup Final: મેચ જોવા જતા પહેલા જાણો, પાર્કિગ માટે ચૂકવવી પડશે કેટલી કિંમત, આ રીતે કરાવો ઓનલાઇન બુકિંગ
નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં વર્લ્ડ કપનો ફાઇનલ જગ ખેલાશે આ દુનિયાનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ છે અને તે આ ફાઇનલ મેચમાં ખચાખચ ભરાઇ જશે. આ સમયે જો આપ સ્ટેડિયમાં મેચ જોવા જઇ રહ્યાં છો તો આપનું વાહન ક્યાં પાર્ક કરશો તે જાણી લો.
![World Cup Final: મેચ જોવા જતા પહેલા જાણો, પાર્કિગ માટે ચૂકવવી પડશે કેટલી કિંમત, આ રીતે કરાવો ઓનલાઇન બુકિંગ Before going to watch the final match of the World Cup, know how much you have to pay for parking, how to book online World Cup Final: મેચ જોવા જતા પહેલા જાણો, પાર્કિગ માટે ચૂકવવી પડશે કેટલી કિંમત, આ રીતે કરાવો ઓનલાઇન બુકિંગ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/11/18/a60d409af0a6603381e041a08a974eb1170028829000281_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
ICC Cricket World Cup 2023: 19 નવેમ્બરે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વર્લ્ડ કપની ફાઇનલ મેચ રમાશે. આ મેચને લઇને અમદાવાદ જ નહિ પરંતુ દેશ વિદેશમાં ભારે ક્રેઝ જોવા મળી રહ્યો છે. જો આપ પણ સ્ટેડિયમાં પોતાનું વાહન લઇને મેચ જોવા પહોંચવાના હો તો પાર્કિગના આ નિયમો અને રકમ જાણી લો.
આ હાઇપ્રેશર મેચને જોવા દેશ-વિદેશથી મોટી સંખ્યામાં લોકો પહોંચશે. દર્શકો મેટ્રો, BRTS સહિત પોતાનાં ખાનગી વાહનોમાં પણ મેચ જોવા પહોંચશે. જો તમે પણ તમારા વાહન સાથે મેચ જોવા જવાના હોવ તો વાહન ક્યાં પાર્ક કરવું તે જાણી લો.
દર્શકોનાં વાહનોના પાર્કિંગની વ્યવસ્થા કરાઈ
ઉલ્લેખનિય છે કે, નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં વર્લ્ડ કપનો ફાઇનલ જગ ખેલાશે આ દુનિયાનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ છે અને તે આ ફાઇનલ મેચમાં ખચાખચ ભરાઇ જશે. આ સમયે જો આપ સ્ટેડિયમાં મેચ જોવા જઇ રહ્યાં છો તો આપનું વાહન ક્યાં પાર્ક કરશો તે જાણી લો. મેચ જોવા આવતા લોકોને કોઇપણ પ્રકારની હાલાકી ન ભોગવવી પડે એ માટે પાર્કિગ માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી રહી છે.
પાર્કિંગ માટે કુલ 14 પાર્કિંગ પ્લોટ ફળવાયા
નરેન્દ્ર મોદી સ્ટેડિયમની આસપાસ વાહન પાર્કિંગ માટે કુલ 14 જેટલા પાર્કિંગ પ્લોટ ખાનગી એજન્સી દ્વારા ભાડે રાખવામાં આવ્યા છે. ક્રિકેટ સ્ટેડિયમના અડધો કિલોમીટરથી લઇને અઢી કિલોમીટર સુધી વાહન પાર્કિંગ માટે વ્યવસ્થા કરવામાં આવી છે, જેમાં ટૂ-વ્હીલર અને ફોર-વ્હીલરના પાર્કિંગ માટે અલગ અલગ પ્લોટ નક્કી કરવામાં આવ્યા છે. જનપથ ટીથી લઈ વિસત સર્કલ સુધીમાં ચાર જેટલા પાર્કિંગ પ્લોટ નક્કી કરવામાં આવ્યા છે. જ્યારે ઓએનજીસી સર્કલથી ખોડિયાર ટી સુધીમાં ચાર જેટલા પ્લોટ નક્કી કરવામાં આવ્યા છે.
નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમની આસપાસ પાર્કિંગનું સ્થાન
ક્રમ પાર્કિંગ નામ પાર્કિંગનું સરનામું માલિક અંતર ક્ષમતા નકશા પર સ્થાન
1 પાર્કિંગ-1 (ટૂ-વ્હીલર) મોટેરા મેઈન ગેટની સામે ખાનગી 300 મીટર 7000 - 23.09491 72.59381
2 પાર્કિંગ-2 (ટૂ-વ્હીલર) સંગાથ IPL પ્લોટ ગેટ નંબર-1ની નજીક ખાનગી 400 મીટર 1500 - 23.0955461
3 પાર્કિંગ-3 (ટૂ-વ્હીલર) AMCની બાજુમાં, ભરવાડ પ્લોટ ખાનગી 400 મીટર 2000 - 23.0950671
4 પાર્કિંગ-4 (ફોર-વ્હીલર) અગ્રવાલ પ્લોટ ખાનગી 800 મીટર - 500 23.0942442 72.5925429
5 પાર્કિંગ-5 (ફોર-વ્હીલર) લક્ષ્મી નર્સરી, ગણેશ હાઉસિંગ પ્લોટ ખાનગી 800 મીટર - 400 23.09412
6 પાર્કિંગ-7 (ફોર વ્હીલર) PWD પ્લોટ, સંગાથ ક્રિકેટ ગ્રાઉન્ડની સામે ખાનગી 950 મીટર - 2000 23.0946926 7 પાર્કિંગ-8 (ટૂ-વ્હીલર/ફોર વ્હીલર) રેલવે કોલોની પ્લે ગ્રાઉન્ડ, મોટેરા રેલવે 2.0 કિમી 2000 2000
8 પાર્કિંગ-12 (ફોર વ્હીલર) વિશ્વકર્મા સર્કલથી મોટેરા રોડ- પ્લોટ નં-2 AMC 1.5 કિમી - 50 23.1052346
9 પાર્કિંગ-12 (ફોર વ્હીલર) AMC- વિહાન હાઇટ્સ નજીક AMC 1 કિમી - 100 - -
10 પાર્કિંગ-14 (ફોર વ્હીલર) ખોડિયાર ટી ક્રોસ રોડની સામે ખાનગી 2.5 કિમી - 200 - -
11 પાર્કિંગ-17 (ફોર વ્હીલર) ખોડિયાર ટી ક્રોસ રોડની બાજુમાં ખાનગી 2.5 કિમી - 500 - -
12 પાર્કિંગ-16 (ફોર વ્હીલર) નરનારાયણ પાર્ટી પ્લોટ ખાનગી 2.5 કિમી - 400 23.10974 72.60397
13 પાર્કિંગ-19 (ફોર વ્હીલર) સ્ટેડિયમની અંદર- નદી બાજુનો ભાગ સ્ટેડિયમ 0 કિમી - 600 23.08972
14 પાર્કિંગ-20 (ફોર વ્હીલર) સ્ટેડિયમની અંદર- VIP પાર્કિંગ સ્ટેડિયમ 0 કિમી - 500 23.08971 72.59866
કુલ - - - - 15000 4750 - -
પાર્કિંગ માટે લોકોએ ચાર્જ ચૂકવવો પડશે
જો આપ આપના ખાનગી વાહનમાં મેચ જોવા જઇ રહ્યાં છો તો વાહન પાર્કિંગ માટે લોકોએ ચાર્જ ચૂકવવો પડશે. ટૂ-વ્હીલર માટે રૂપિયા 100 અને ફોર-વ્હીલર માટે રૂપિયા 250 ચાર્જ ચૂકવવાનો રહેશે. Show My Parking નામની એપ્લિકેશન મારફત ઓનલાઈન પાર્કિંગ બુક કરાવવાનું રહેશે. ખાનગી એજન્સી દ્વારા લેવામાં આવેલા કુલ 14 પાર્કિંગ પ્લોટમાં 3 પ્લોટ ટૂ-વ્હીલર માટે, એક પ્લોટ ટૂ-વ્હીલર અને ફોર વ્હીલર માટે અને 10 પ્લોટ ફોર-વ્હીલર માટે ફાળવવામાં આવ્યા છે. આ 14 પાર્કિંગ પ્લોટમાં 15,000 ટૂ-વ્હીલર અને 4,750 જેટલાં ફોર-વ્હીલર પાર્કિગી કેપેસિટી છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)