લેસેસ્ટરશાયર સામેની પ્રેક્ટિસ મેચમાં ટીમ ઈન્ડિયાનું અનોખુ સ્વાગત કરાયું, ભારતની ખરાબ શરુઆત, જુઓ વીડિયો
ભારતીય ટીમ લેસેસ્ટરશાયર સામે અભ્યાસ મેચ (Warm-up Match) રમી રહી છે. આ મેચ ગ્રેસ રોસ ગ્રાઉન્ડ, લેસેસ્ટરશાયર સામે રમાઈ રહી છે.
India vs Leicestershire Warm-up Match: ભારતીય ટીમ લેસેસ્ટરશાયર સામે અભ્યાસ મેચ (Warm-up Match) રમી રહી છે. આ મેચ ગ્રેસ રોસ ગ્રાઉન્ડ, લેસેસ્ટરશાયર સામે રમાઈ રહી છે. આ મેચમાં ભારતીય કેપ્ટન રોહિત શર્માએ (Rohit Sharma) ટોસ જીતીને પહેલાં બેટિંગ કરવાનો નિર્ણય કર્યો છે. પરંતુ રોહિશ શર્માનો આ નિર્ણય ખોટો સાબિત થયો છે. આ સમાચાર લખાય છે ત્યાં સુધી ભારત 73 રનો પર 4 વિકેટ ગુમાવી ચુક્યું છે. હાલ પૂર્વ ભારતીય કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli) અને ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા (Ravindra Jadeja) રમી રહ્યા છે.
BCCIએ શેર કર્યો વીડિયોઃ
લેસેસ્ટરશાયર સામેની પ્રેક્ટિસ મેચ પહેલાં બંને ટીમોનું ખાસ અંદાજમાં સ્વાગત કરાયું હતું. બીસીસીઆઈએ (BCCI) પોતાના ટ્વિટર હેન્ડલથી આ સ્વાગતનો વીડિયો ટ્વીટ (Tweet) કર્યો છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે, સ્થાનીક કલાકારો મેચ શરુ થાય તે પહેલાં બંને ટીમોનું સ્વાગત કરી રહ્યા છે. સોશિયલ મીડિયા પર આ વીડિયો હાલ વાયરલ થઈ રહ્યો છે.
That is some welcome for a practice game. Leicester is buzzing. #TeamIndia pic.twitter.com/uI5R6mafFV
— BCCI (@BCCI) June 23, 2022
ભારતની શરુઆત ખરાબ રહીઃ
લેસેસ્ટરશાયર સામેની આ પ્રેક્ટિસ મેચમાં ભારતના પ્રદર્શનની વાત કરીએ તો, રોહિત શર્માએ ટોસ જીતીને પહેલાં બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પરંતુ કેપ્ટન સહિત 4 ભારતીય બેટ્સમેન સસ્તામાં જ આઉટ થઈ ગયા હત. ભારતીય કેપ્ટન રોહિત શર્માએ 47 બોલમાં 25 રન બનાવ્યા, જ્યારે શુભમન ગિલે 28 બોલમાં 21 રન જ બનાવ્યા હતા. આ સિવાય હનુમા વિહારીએ ફક્ત 3 રન જ બનાવ્યા હતા. તો શ્રેયસ અય્યર ઝીરો પર આઉટ થયો હતો.
આ પણ વાંચોઃ