Shafali Verma: બંગાળની મહિલા ક્રિકેટ ટીમે રચ્યો ઇતિહાસ, 390 રનનો ટાર્ગેટ હાંસલ કરી મેળવી જીત
મહિલા સિનિયર વન ડે ટ્રોફીમાં બંગાળની ટીમે 390 રનનો લક્ષ્યાંક હાંસલ કરીને ઈતિહાસ રચી દીધો છે
HAR W vs BEN W Highest Successful Chase: બંગાળ મહિલા ક્રિકેટ ટીમે એક વિશાળ રેકોર્ડ બનાવ્યો છે. મહિલા સિનિયર વન ડે ટ્રોફીમાં બંગાળની ટીમે 390 રનનો લક્ષ્યાંક હાંસલ કરીને ઈતિહાસ રચી દીધો છે. આ મેચ રાજકોટના નિરંજન શાહ સ્ટેડિયમમાં રમાઈ હતી જેમાં પ્રથમ બેટિંગ કરતા હરિયાણાએ નિર્ધારિત 50 ઓવરમાં 389 રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો. જેના જવાબમાં બંગાળની ટીમે 5 બોલ બાકી રહેતા 5 વિકેટે મેચ જીતી લીધી હતી.
Shafali Verma smashed a 115-ball 197 for Haryana in the quarter-final of the senior women's One-Day Trophy against Bengal
— ESPNcricinfo (@ESPNcricinfo) December 24, 2024
But Bengal stunned everyone as they pulled off the chase with five wickets and five balls to spare.
https://t.co/N3i5J4v2rM
આ મહિલા ODI ક્રિકેટમાં સફળતાપૂર્વક પીછો કરવામાં આવેલો સર્વોચ્ચ સ્કોર છે. આ પહેલા આ રેકોર્ડ નોર્ધન ડિસ્ટ્રિક્ટના નામે હતો જેણે વર્ષ 2019માં ન્યૂઝીલેન્ડ ડોમેસ્ટિક ક્રિકેટમાં કેન્ટરબરી સામે 309 રનનો ટાર્ગેટ હાંસલ કરીને ઈતિહાસ રચ્યો હતો. આ મેચમાં બે ખેલાડીઓએ સદી અને પાંચ ખેલાડીઓએ અડધી સદી ફટકારી હતી.
બંગાળનો કમાલ
આ મેચમાં બંગાળે ટોસ જીતીને બોલિંગ પસંદ કરી હતી. હરિયાણા માટે કેપ્ટન શેફાલી વર્માએ 115 બોલમાં 197 રનની ઇનિંગ રમી હતી, જેમાં તેણે 22 ફોર અને 11 સિક્સર ફટકારી હતી. તેમના સિવાય રીમા સિસોદિયા અને સોનિયા મેંધિયાએ હરિયાણા તરફથી અડધી સદી ફટકારી હતી. જવાબમાં બંગાળ માટે બંને ઓપનિંગ બેટ્સમેન ધારા ગુર્જર અને સાસ્થી મોંડલે અનુક્રમે 69 રન અને 52 રન ફટકારીને અડધી સદી ફટકારી હતી. આ દરમિયાન બંગાળ માટે તનુશ્રી સરકારે સદી ફટકારી હતી. પ્રિયંકા બાલા અંત સુધી ક્રિઝ પર રહી અને પોતાની ટીમનો 5 વિકેટે વિજય સુનિશ્ચિત કર્યો હતો.
આંતરરાષ્ટ્રીય મહિલા ક્રિકેટની વાત કરીએ તો વન-ડે મેચમાં સૌથી વધુ સ્કોરનો પીછો કરવાનો રેકોર્ડ શ્રીલંકાના નામે છે, જેણે આ વર્ષે દક્ષિણ આફ્રિકા દ્વારા આપવામાં આવેલા 305 રનના લક્ષ્યાંકને હાંસલ કર્યો હતો. તે સિવાય મહિલા આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં કોઈપણ ટીમ 300થી વધુના સ્કોરનો પીછો કરી શકી નથી.
Mohammed Shami: મોહમ્મદ શમી ક્યારે વાપસી કરશે? અચાનક BCCI એ કર્યો મોટો ખુલાસો