શોધખોળ કરો

IND Vs NZ: ભારતીય ટીમ માટે સારા સમાચાર, ત્રીજા દિવસે વરસાદના કારણે ધોવાઇ શકે છે મેચ

બીજા દિવસની રમતના અંત સુધીમાં કિવી ટીમે 3 વિકેટ ગુમાવીને 180 રન કરી લીધા હતા. રચિન રવિન્દ્ર 22 અને ડિરેલ મિશેલ 14 રને અણનમ છે

India Vs New Zealand, Bengaluru Weather Forecast: રોહિત શર્માની કેપ્ટનશીપ હેઠળની ભારતીય ટીમ હાલમાં ન્યૂઝીલેન્ડ સામે 3 મેચની હોમ ટેસ્ટ શ્રેણી રમી રહી છે. તેની પ્રથમ મેચ 16 ઓક્ટોબરથી બેંગલુરુમાં રમાઈ રહી છે. પ્રથમ દિવસ વરસાદના કારણે સંપૂર્ણપણે ધોવાઈ ગયો હતો.

પરંતુ જ્યારે બીજા દિવસે રમત શરૂ થઈ ત્યારે ભારતીય ટીમે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો જે સંપૂર્ણપણે ખોટો સાબિત થયો હતો. ભારતીય ટીમ પ્રથમ દાવમાં 46 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. 92 વર્ષના ટેસ્ટ ઈતિહાસમાં પ્રથમ વખત ઘરઆંગણે સૌથી ઓછા સ્કોર પર ટીમ ઓલઆઉટ થઈ હતી.

બીજા દિવસની રમતના અંત સુધીમાં કિવી ટીમે 3 વિકેટ ગુમાવીને 180 રન કરી લીધા હતા. રચિન રવિન્દ્ર 22 અને ડિરેલ મિશેલ 14 રને અણનમ છે. આ ઇનિંગના આધારે ન્યૂઝીલેન્ડની ટીમે મેચ પર પોતાની પકડ મજબૂત કરી લીધી છે.

પરંતુ હવે ભારતીય ટીમ પાસે મેચ બચાવવા માટે માત્ર 2 જ વિકલ્પ છે. પહેલી વાત તો એ છે કે કિવી ટીમને અકલ્પનીય બોલિંગ અને બેટિંગથી હરાવવાની છે. બીજો વિકલ્પ વરસાદ છે. જો વરસાદના કારણે એક કે બે દિવસની રમત ધોવાઈ જશે તો આ મેચ ડ્રો થઈ શકે છે.

ત્રીજા દિવસે વરસાદની સૌથી વધુ સંભાવના

Accuweather.com અનુસાર, શુક્રવારે (18 ઓક્ટોબર) બેંગલુરુમાં વરસાદની સંભાવના 67 ટકા સુધી રહેશે. આ દિવસે મહત્તમ તાપમાન 28 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેવાની ધારણા છે, જ્યારે લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી સેલ્સિયસ સુધી જઈ શકે છે. દિવસભર વાદળછાયું વાતાવરણ રહેશે. પવનની ઝડપ 33 કિમી પ્રતિ કલાકની રહેશે.

જ્યારે મેચના ચોથા દિવસે વરસાદની સંભાવના 25 ટકા અને છેલ્લા દિવસે 40 ટકા રહેશે. જો આ રીતે જોવામાં આવે તો ચોથા અને પાંચમા દિવસે મેચમાં વરસાદનું વિઘ્ન આવી શકે છે. જો આવું થાય અને વરસાદને કારણે રમત રમી ન શકાય તો મેચ ડ્રો થઈ જશે.

બેંગલુરુ ટેસ્ટના બીજા દિવસની રમત સમાપ્ત થયા બાદ રોહિત શર્મા પોતે પ્રેસ કોન્ફરન્સમાં આવ્યો હતો. આ દરમિયાન તેણે પોતાની ભૂલ સ્વીકારી અને કહ્યું કે તેણે પિચ વાંચવામાં ભૂલ કરી છે. રોહિત શર્માએ PC માં કહ્યું, "અમે વિચાર્યું કે પ્રથમ સત્ર પછી આ પિચ ફાસ્ટ બોલરોને વધુ મદદ કરશે નહીં કારણ કે ત્યાં વધારે ઘાસ નથી. અમને લાગ્યું કે તે સપાટ હશે. તે ખોટો નિર્ણય હતો અને હું પિચ સારી રીતે વાંચી શક્યો નહીં. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

હારેલી મેચ સિરાજે જીતાડી! 3 છગ્ગા ફટકારતા જ શ્રીલંકન ટીમે બેટ ચેક કરવું પડ્યું
હારેલી મેચ સિરાજે જીતાડી! 3 છગ્ગા ફટકારતા જ શ્રીલંકન ટીમે બેટ ચેક કરવું પડ્યું
IPL જેવી વધુ એક લીગ! આજે હરાજી, 450 ખેલાડીઓ પર લાગશે બોલી
IPL જેવી વધુ એક લીગ! આજે હરાજી, 450 ખેલાડીઓ પર લાગશે બોલી
6, 6, 6, 6: ગુરનુર બ્રારે ટેસ્ટમાં T20 જેવો તરખાટ મચાવ્યો, ગૌતમ ગંભીરનું રિએક્શન વાયરલ
6, 6, 6, 6: ગુરનુર બ્રારે ટેસ્ટમાં T20 જેવો તરખાટ મચાવ્યો, ગૌતમ ગંભીરનું રિએક્શન વાયરલ
WTC 2025-27: ઓસ્ટ્રેલિયાના ભારત પ્રવાસનું ટાઇમટેબલ જાહેર, જુઓ 5 ટેસ્ટ મેચની યાદી
WTC 2025-27: ઓસ્ટ્રેલિયાના ભારત પ્રવાસનું ટાઇમટેબલ જાહેર, જુઓ 5 ટેસ્ટ મેચની યાદી

વિડિઓઝ

Narmada Tribal Protest : આદિવાસી દિવસે જ આદિવાસીઓના ગુજરાતમાં ધરણા
Vegetable Price Hike : શાકભાજીના ભાવમાં ભડકો, ગૃહિણીઓનું બજેટ ખોરવાયું
Gandhinagar Crime News : ગાંધીનગરમાં સગીરાનું મોત, પ્રેમી પર દુષ્કર્મનો આરોપ
Govind Dholakia : ઉદ્યોગપતિ અને સાંસદ ગોવિંદ ધોળકિયાના નામે છેતરપિંડીનો પ્રયાસ
Ahmedabad Crime : અમદાવાદમાં ભાડે રહેતી યુવતી પર દુષ્કર્મથી મચ્યો ખળભળાટ, સિક્યુરીટી ગાર્ડની ધરપકડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાનઃ ગુજરાત, યુપી, સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, IMD નું એલર્ટ
આવતીકાલનું હવામાનઃ ગુજરાત, યુપી, સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, IMD નું એલર્ટ
રોંગ સાઈડથી આવતા ટ્રકની ટક્કરે ઈકોનો કચ્ચરઘાણ : વડોદરાના 6 શ્રદ્ધાળુઓના કરૂણ મોત
રોંગ સાઈડથી આવતા ટ્રકની ટક્કરે ઈકોનો કચ્ચરઘાણ : વડોદરાના 6 શ્રદ્ધાળુઓના કરૂણ મોત
રાજ્યમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ વરસાદની આગાહી, 11 ઓગસ્ટે 5 જિલ્લામાં એલર્ટ
રાજ્યમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ વરસાદની આગાહી, 11 ઓગસ્ટે 5 જિલ્લામાં એલર્ટ
IPO માર્કેટમાં ધમાકો! આગામી અઠવાડિયે આવી રહ્યા છે 9 નવા IPO, રોકાણની મોટી તક
IPO માર્કેટમાં ધમાકો! આગામી અઠવાડિયે આવી રહ્યા છે 9 નવા IPO, રોકાણની મોટી તક
હારેલી મેચ સિરાજે જીતાડી! 3 છગ્ગા ફટકારતા જ શ્રીલંકન ટીમે બેટ ચેક કરવું પડ્યું
હારેલી મેચ સિરાજે જીતાડી! 3 છગ્ગા ફટકારતા જ શ્રીલંકન ટીમે બેટ ચેક કરવું પડ્યું
West Bengal: મમતા બેનર્જીના કાફલા પર હુમલો, કાર પર ફેંકવામાં આવ્યા પથ્થર
West Bengal: મમતા બેનર્જીના કાફલા પર હુમલો, કાર પર ફેંકવામાં આવ્યા પથ્થર
Gujarat Weather Forecast: 11 ઓગસ્ટથી ગુજરાતમાં મેઘમહેર, આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
Gujarat Weather Forecast: 11 ઓગસ્ટથી ગુજરાતમાં મેઘમહેર, આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
કલોલમાં કાળજું કંપાવતી ઘટના: 17 વર્ષીય સગીરાનું અતિશય રક્તસ્ત્રાવથી મોત, પ્રેમી સામે દુષ્કર્મનો આરોપ
કલોલમાં કાળજું કંપાવતી ઘટના: 17 વર્ષીય સગીરાનું અતિશય રક્તસ્ત્રાવથી મોત, પ્રેમી સામે દુષ્કર્મનો આરોપ
Embed widget