(Source: ECI/ABP News/ABP Majha)
UP T20 લીગ: 4 ઓવર, 1 મેડન અને 4 રન...યુપી ટી20 લીગમાં ભુવીનો દબદબો
Bhuvneshwar Kumar: ભુવનેશ્વર કુમારે યુપી ટી20 લીગમાં યુપી ફાલ્કન્સ માટે 4 ઓવર ફેંકી હતી. આ ફાસ્ટ બોલરે પોતાના સ્પેલમાં માત્ર 4 રન જ ખર્ચ્યા હતા. આ દરમિયાન તેણે 1 ઓવર મેડન ફેંકી હતી.
Bhuvneshwar Kumar In UP T20 League 2024: શુક્રવારે ભુવનેશ્વર કુમારે યુપી ટી20 લીગ 2024માં શાનદાર બોલિંગ પ્રદર્શન કર્યું હતું. ભુવનેશ્વર કુમારની બોલિંગ સામે વિપક્ષના બેટ્સમેનો લાચાર દેખાતા હતા. ભુવનેશ્વર કુમારે બેટ્સમેનોને 1-1 રન માટે તડપાવી દીધા હતા. ભુવનેશ્વર કુમારે યુપી ટી20 લીગમાં યુપી ફાલ્કન્સ માટે 4 ઓવર ફેંકી હતી. આ ફાસ્ટ બોલરે પોતાના સ્પેલમાં માત્ર 4 રન જ ખર્ચ્યા હતા. આ દરમિયાન તેણે 1 ઓવર મેડન ફેંકી હતી. કાશી રુદ્રના બેટ્સમેનો ભુવનેશ્વર કુમારના બોલ પર રન બનાવવા માટે તડપતા રહ્યા, પરંતુ આ બોલરે બતાવ્યું કે સિંહ હજી વૃદ્ધ થયો નથી.
ભારતીય ટીમમાં વાપસી કરવા તૈયાર છે ભુવનેશ્વર કુમાર!
ભુવનેશ્વર કુમારે 20 ડોટ બોલ ફેંક્યા. હવે સોશિયલ મીડિયા પર ક્રિકેટ ચાહકો કહે છે કે ભુવનેશ્વર કુમારમાં ઘણું ક્રિકેટ બાકી છે. ખાસ કરીને આ ફાસ્ટ બોલર ભારત માટે ટી20 મેચોમાં જોવા મળી શકે છે. આ પહેલા ભુવનેશ્વર કુમાર છેલ્લે વર્ષ 2022માં ન્યૂઝીલેન્ડ સામેની ટી20 મેચમાં મેદાન પર દેખાયો હતો. ત્યારથી ભુવનેશ્વર કુમારને ભારતીય ટીમ તરફથી રમવાની તક મળી નથી. જો યુપી ટી20 લીગમાં કાશી રુદ્ર અને લખનૌ ફાલ્કન્સની મેચની વાત કરીએ તો ભુવનેશ્વર કુમારની ટીમ લખનૌ ફાલ્કન્સે આસાનીથી જીત નોંધાવી હતી.
ભુવનેશ્વર કુમારના લખનૌ ફાલ્કન્સે કાશી રુદ્રને હરાવી
પ્રથમ બેટિંગ કરવા આવેલી કાશી રુદ્રની ટીમ 20 ઓવરમાં માત્ર 111 રન સુધી જ સિમિત રહી હતી. જેના જવાબમાં ભુવનેશ્વર કુમારની આગેવાની હેઠળ લખનૌ ફાલ્કન્સે સમર્થ સિંહની જોરદાર ફિફ્ટીની મદદથી માત્ર 13.5 ઓવરમાં 1 વિકેટે ટાર્ગેટ હાંસલ કરી લીધો હતો. જો કે ભુવનેશ્વર કુમારની બોલિંગ સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની રહે છે. હવે જોવાનું એ છે કે શું ભુવનેશ્વર કુમાર ટીમ ઈન્ડિયામાં વાપસી કરશે? સોશિયલ મીડિયા પર ક્રિકેટ ચાહકોએ તેની બોલિંગની ઘણી પ્રશંસા કરી છે.
ભારતીય ટીમ આગામી 19 સપ્ટેમ્બરે બાંગ્લાદેશ સામે ટેસ્ટ શ્રેણી રમવા જઈ રહી છે અને ત્યાર બાદ ત્રણ ટી20 શ્રેણી પણ રમાવવાની છે. હવે સોશિયલ મીડિયા પર ક્રિકેટ ચાહકો કહે છે કે ભુવનેશ્વર કુમારમાં ઘણું ક્રિકેટ બાકી છે. ખાસ કરીને આ ફાસ્ટ બોલર ભારત માટે ટી20 મેચોમાં જોવા મળી શકે છે.