શોધખોળ કરો
Vinesh Phogat: જે વિનેશ ફોગાટને મળી હતી કરોડોની ઓફર, તેનું કોંગ્રેસમાં જોડાવાનું સાચું કારણ હવે આવ્યું સામે
Haryana Assembly Elections 2024: કોંગ્રેસે હરિયાણા વિધાનસભા ચૂંટણી 2024માં જુલાના વિધાનસભા મતવિસ્તારમાંથી વિનેશ ફોગાટને ટિકિટ આપી છે.

કુસ્તીબાજમાંથી રાજકારણી બનેલા વિનેશ ફોગાટ (કોંગ્રેસમાં)ને એક વખત કરોડો રૂપિયાની ઓફર મળી હતી. તેમને સ્પોન્સરશિપ લેવા માટે કહેવામાં આવ્યું હતું, પરંતુ તેમણે મોટી રકમનો અસ્વીકાર કર્યો અને સિસ્ટમમાં પરિવર્તનના માર્ગ પર આગળ વધવાનું નક્કી કર્યું. જો કે, તેમની પાસે ઘણા રાજકીય પક્ષો પસંદ કરવાનો વિકલ્પ હતો, પરંતુ કોંગ્રેસમાં જોડાવા પાછળ એક ખૂબ જ ખાસ કારણ હતું, જેના વિશે તેમણે તાજેતરમાં એક મુલાકાતમાં જણાવ્યું હતું. આવો, તેમણે શું કહ્યું તે જાણીએ:
1/6

કુસ્તીબાજમાંથી રાજકારણી બનેલા વિનેશ ફોગાટ હરિયાણાની જુલાના વિધાનસભા બેઠક પરથી કોંગ્રેસની ટિકિટ પર ચૂંટણી લડી રહ્યા છે. તે માને છે કે ટકી રહેવા માટે પાવર જરૂરી છે. ભાજપના ભૂતપૂર્વ સાંસદ અને ભૂતપૂર્વ WFI પ્રમુખ બ્રિજભૂષણ શરણ સિંહ પણ રાજકીય સત્તાના કારણે ટકી રહ્યા છે. અંગ્રેજી અખબાર ધ ઈન્ડિયન એક્સપ્રેસને આપેલા ઈન્ટરવ્યુમાં વિનેશ ફોગાટે કહ્યું કે, મેં રાજનીતિમાં નહી જવાનો નિર્ણય કર્યો હતો પરંતુ બાદમાં મને સમજાયું કે પરિવર્તન માટે મારે રાજકારણમાં જવું પડશે. લોકોએ કહ્યું હતું કે મારી પ્રતિષ્ઠા કલંકિત થશે પરંતુ એવું થયું નહીં. ઉલટું લોકો મને આશીર્વાદ આપી રહ્યા છે. રાજકારણમાં આવવું એ ભગવાનની ઇચ્છા છે અને હું ભાગ્યના માર્ગ પર ચાલી રહી છું.
2/6

રાજનીતિ અંગે વિનેશ ફોગાટે કહ્યું હતું કે,રાજકારણમાં આરામ નથી હોતો, પરંતુ અમે બે વર્ષ પહેલા (વિરોધના સંદર્ભમાં) તેમાં પ્રવેશ્યા હતા. અમારા પગ તે ગંદકીમાં ટકી ગયા હતા. આવી સ્થિતિમાં અમે કાં તો ડૂબતા અથવા તરતા. જો તમે તરો છો, તો ઘણા લોકોને બચાવો છો. અમારી પાસે જવાબદારી છે અને જ્યાં સુધી તમે સત્તામાં નથી ત્યાં સુધી તમે કંઈ કરી શકતા નથી.
3/6

વિનેશ ફોગાટના કહેવા પ્રમાણે, મને એક બિન-સરકારી સંસ્થા (NGO) શરૂ કરવાની સલાહ આપવામાં આવી હતી. મને કરોડોની ઑફર્સ (સ્પોન્સરશિપના સંદર્ભમાં) મળી રહી હતી. તમે મોટી રકમથી તમારા પરિવારનું ધ્યાન રાખી શકો છો પરંતુ આ સ્થિતિમાં તમે બીજાની મદદ કરી શકતા નથી. હું પૈસા લઈને ઘરે બેસવા માંગતી ન હતી. હું સમસ્યાઓ કેવી રીતે હલ કરી શકું? આપણને સત્તાની જરૂર છે. તમારે સિસ્ટમમાં અંદર ઉતરવાની જરુર છે.
4/6

લોકસભામાં વિપક્ષના નેતા અને ઉત્તર પ્રદેશ (યુપી)ના રાયબરેલીથી કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી વિશે પૂછવામાં આવતા એથ્લેટ વિનેશ ફોગાટે અંગ્રેજી અખબારને કહ્યું, તેઓ ખૂબ જ પ્રમાણિક વ્યક્તિ છે. તે ખૂબ જ સરળ અને સાદી વાત કરે છે.
5/6

કોંગ્રેસમાં જોડાવા પાછળનું કારણ જણાવતા વિનેશ ફોગાટે કહ્યું કે, દીપેન્દ્ર હુડ્ડાએ હરિયાણામાં હંમેશા રમતને પ્રોત્સાહન આપ્યું છે. ટોક્યો ઓલિમ્પિક પછી આવેલા પ્રારંભિક કૉલ્સમાં તેમનો ફોન પણ હતો. દેશમાં અને હરિયાણામાં બે જ મોટા પક્ષો (ભાજપ અને કોંગ્રેસ) છે.
6/6

વિનેશ ફોગાટે જણાવ્યું કે, તે કોંગ્રેસના મોટા નેતાઓને મળી છે. તેમની સાથે વાત કરવાની રીત ઘણી અલગ હતી. તેઓને લાગ્યું કે તેઓ મમ્મી-પપ્પાની જેમ વાત કરી રહ્યા છે. હડતાળ દરમિયાન કુસ્તીબાજોને કોંગ્રેસ તરફથી ખૂબ માન મળ્યું. પ્રિયંકા ગાંધી વાડ્રા ખીર અને શાકભાજીના બોક્સ મોકલતા હતા. તેના પતિ પણ વિરોધ સ્થળે આવતા હતા. તેણે આ અંગે કોઈ પ્રચાર કર્યો ન હતો.
Published at : 18 Sep 2024 08:38 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
ક્રિકેટ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
