(Source: ECI/ABP News/ABP Majha)
Navsari Rain | ગણદેવી અને બિલીમોરા તાલુકામાં ભારે વરસાદ, જુઓ અહેવાલ
નવસારી શહેર અને જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે. નવસારી શહેરમાં છેલ્લા 30 મિનિટથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. દેવસર, દેસરા, સ્ટેશન રોડ, ડેપો રોડ સહિતના વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. ગણદેવી અને બિલીમોરા તાલુકામાં પણ લાંબા વિરામ બાદ વરસાદ વરસ્યો છે. બિરેમોરામાં પણ લાંબા વિરામ બાદ વરસાદ વરસ્યો છે.
છેલ્લી 30 મિનિટથી, એટલે કે અડધો કલાક જેટલો સમય થવા આવ્યો છે, નવસારી શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે. વધુ માહિતી સાથે સંવાદદાતા સિદ્ધેશ જોશી જોડાઈ ચૂક્યા છે.
પાછલા વરસાદથી અજી નવસારીમાં લાંબા સમયના વિરામ બાદ ફરી એકવાર મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ શરૂ કરી છે. ખાસ કરીને નવસારીના ગ્રામ્ય વિસ્તારમાં અત્યારે નવસારી શહેરમાં ધોધમાર વરસાદની શરૂઆત થઈ છે. નવસારી શહેરના જુદા જુદા વિસ્તારોમાં અત્યારે વરસાદ વરસી રહ્યો છે. ચોક્કસ આજે વરસાદ વરસી રહ્યો છે તેના કારણે શેરડી અને ડાંગર પકાવતા જે ખેડૂતો છે એ લોકોને ફાયદો થશે. ગણદેવી તાલુકાના જે ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે તેના કારણે અસહ્ય ગરમીથી લોકોને રાહત મળી છે.
આજે વહેલી સવારથી નવસારી જિલ્લામાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું. ત્યારબાદ અચાનક બપોરના સમયે છેલ્લા અડધો કલાકથી નવસારી શહેર અને ગ્રામીણ વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. જેના કારણે વાતાવરણમાં ચોક્કસ ઠંડક પસરી છે.