Rishabh Pant Health: પંતના ઘૂંટણનું થશે ઓપરેશન, ગુમાવી શકે છે વનડે વર્લ્ડકપ પણ....
રિપોર્ટ મળી રહ્યાં છે કે, તેનાં ઘૂંટણનું ઓપરેશન થશે અને આ કારણે તે લગભગ 9 મહિના સુધી ક્રિકેટથી દુર રહેશે, જેના કારમે વનડે વર્લ્ડકપ ગુમાવી શકે છે.
Rishabh Pant Health: એકસ્માત બાદથી ભારતીય વિકેટકીપર બેટ્સમેન ઋષભ પંત (Rishabh Pant) ને લઇને સતત કંઇને કંઇક સમાચાર સામે આવી રહ્યાં છે, પહેલા કહેવાઇ રહ્યું હતુ કે, ઋષભ પંત જલદી ઠીક થઇ જશે અને આગામી વનડે વર્લ્ડકપ 2023 (World Cup 2023) માં વાપસી કરી લેશે. પરંતુ હવે રિપોર્ટ છે કે ઋષભ પંત આગામી વનડે વર્લ્ડકપ ગુમાવી શકે છે.
હવે રિપોર્ટ મળી રહ્યાં છે કે, તેનાં ઘૂંટણનું ઓપરેશન થશે અને આ કારણે તે લગભગ 9 મહિના સુધી ક્રિકેટથી દુર રહેશે, જેના કારમે વનડે વર્લ્ડકપ ગુમાવી શકે છે. ઋષભ પંતના ઘૂંટણની સર્જરી થશે. બુધવારે રાત્રે બીસીસીઆઇ દ્વારા એરલિફ્ટ દ્વારા પંતને દેહરાદૂનની મેક્સ હૉસ્પીટલમાંથી મુંબઇની કોકિલાબેન હૉસ્પીટલમાં શિફ્ટ કરવામાં આવ્યો હતો.
ઋષભ પંત આ સર્જરી માટે લંડન જઇ શકે છે, જોકે, તે ક્યારે જશે આ વાતને લઇને હજુ સુધી કોઇ સ્પષ્ટતા નથી થઇ, પરંતુ એક વાત જરૂર છે કે, આ સર્જરી બાદ પંત લગભગ 9 મહિના સુધી ક્રિકેટથી દુર રહેશે. બીસીસીઆઇના અધિકારીએ ઇન્સાઇડસ્પોર્ટ્સ સાથે વાત કરતા કહ્યું- પંતને દેહરાદૂનથી મુંબઇ એટલા માટે લાવવામાં આવ્યો છે, જેથી તેના પર બહારના લોકોનું વધારે ધ્યાન ના જાય. તેને આરામ જોઇએ અને દેહરાદૂનમાં આ સંભવ ન હતુ, અહીં તે હાઇ સિક્યૂરિટીમાં રહેશે અને માત્ર પરિવારના લોકો જ તેને મળી શકશે. જેવો તે પોતાની ઇજાઓથી રિકવર થઇ જશે, ડૉક્ટર તેના લિંગામેન્ટની ઇજા માટે કાર્યવાહીની રીત નક્કી કરશે.
Team Indiaમાંથી 6 મહિના સુધી બહાર રહી શકે છે ઋષભ પંત -
Rishabh Pant Could Be Ruled Out For 6 Months: ભારતીય ક્રિકેટર ઋષભ પંત લગભગ હવે 6 મહિના સુધી ટીમ ઇન્ડિયાની બહાર રહી શકે છે, હાલમાં તેને મુંબઇની હૉસ્પીટલમાં શિફ્ટ કરવામા આવ્યો હતો, આ પહેલા તેની સારવાર દેહરાદૂન હૉસ્પીટલમાં ચાલી રહી હતી. ઉલ્લેખનીય છે કે, ઋષભ પંત કાર અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થયો હતો, તેને માથાના, પગમાં અને શરીરના અન્ય ભાગોમાં ખરાબ રીતે ઇજા પહોંચી હતી.
હવે રિપોર્ટ છે કે, ઋષભ પંતને પણ રવીન્દ્ર જાડેજાની જેમ લિંગામેન્ટ સર્જરી કરાવવી પડશે, કાર અકસ્માતમાં ઋષભ પંતનું લિંગામેન્ટ બ્રેક થઇ ગયુ હતુ, હવે તેને 6 મહિના સુધી આરામ કરવો પડી શકે છે.
ઋષભ પંતને હાલમાં મુંબઇની કોકિલાબેન ધીરુભાઇ હૉસ્પીટલમાં એડમિટ કરવામાં આવ્યો છે, આને લઇને બીસીસીઆઇએ કહ્યું છે કે, ઋષભ પંતની લિંગામેન્ટ ઇન્જરી બાદ સર્જરી કરવામાં આવશે. આ કારણે તે લાંબા સમય સુધી ટીમ ઇન્ડિયાની બહાર રહી શકે છે.
ખાસ વાત છે કે, ઋષભ પંત અને રવીન્દ્ર જાડેજાની ઇન્જરીમાં સમાનતા જોવા મળી છે. આ બન્ને લિંગામેન્ટ ઇન્જરીનો શિકાર બન્યા છે. આ પહેલા રવીન્દ્ર જાડેજા એશિયા કપ દરમિયાન ઇજાગ્રસ્ત થઇ ગયો હતો, અને તેને પણ લિંગામેન્ટની સમસ્યા આવી હતી. ખરેખરમાં લિંગામેન્ટ ઇન્જરી કે લિંગામેન્ટ ટીયર બન્ને એક જ પ્રકારની ઇન્જરી હોય છે. લિંગામેન્ટ ફાઇબ્રશ ટિશૂનો એક સખત બેન્ડ હોય છે. આ હાડકાને હાકડા સાથે જોડવાનું કામ કરે છે. લિંગામેન્ટ ખુબ જ મજબૂત હોય છે, પરંતુ ઇજાના કારણે આ ટીયર પણ હોય શકે છે, આને લિંગામેન્ટ ઇન્જરી કે લિંગામેન્ટ ટીયર કહે છે.