Virat Kohli: નાગપુર ટેસ્ટ પહેલા કોહલીનું આ ટ્વીટ થઇ રહ્યું છે જોરદાર વાયરલ, વિરાટના સપોર્ટમાં ફેન્સ આવ્યા...
ભારતના પૂર્વ કેપ્ટન અને રન મશીન વિરાટ કોહલી હાલમાં નાગપુર ટેસ્ટને લઇને વ્યસ્ત છે, પરંતુ આ બધાની વચ્ચે સોશ્યલ મીડિયા પર તેનુ એક ટ્વીટ ખુબ વાયરલ થઇ રહ્યું છે.
Virat Kohli: ભારતના પૂર્વ કેપ્ટન અને રન મશીન વિરાટ કોહલી હાલમાં નાગપુર ટેસ્ટને લઇને વ્યસ્ત છે, પરંતુ આ બધાની વચ્ચે સોશ્યલ મીડિયા પર તેનુ એક ટ્વીટ ખુબ વાયરલ થઇ રહ્યું છે. જેના સપોર્ટમાં ફેન્સ ઉતરી ગયા છે અને વિરાટ તરફથી એક પછી એક ટ્વીટ કરી રહ્યાં છે. ખરેખરમાં, આ ટ્વીટ વિરાટે પોતાના મોબાઇલ ફોનના ખોવાઇ જવા પર કર્યુ હતુ, જે હાલમાં વાયરલ થઇ રહ્યું છે.
શું છે મામલો ?
મંગળવારે સવારે વિરાટ કોહલીએ એક ટ્વીટ કર્યુ- પોતાના નવા ફોનને અનબૉક્સ કર્યા વિના ખોવાઇ જવાથી દુઃખથી મોટુ કંઇ નથી, શું કોઇને આને જોયુ છે? - કોહલીના આ ટ્વીટ પર ઝોમેટો તરફથી કૉમેન્ટ કરવામાં આવી - ભાભીના ફોનથી આઇસ્ક્રીમ ઓર્ડર કરવામાં સંકોચ ના કરો જો આનાથી મદદ મળી શકતી હોય.
Nothing beats the sad feeling of losing your new phone without even unboxing it ☹️ Has anyone seen it?
— Virat Kohli (@imVkohli) February 7, 2023
આ પછી ફેન્સે ઝોમેટોને ખુબ ટ્રૉલ કરી દીધુ, એક યૂઝરે લખ્યું જો ભાભી સ્વિગીનો ઉપયોગ કરતી હોય તો ? વળીસ, એક ફોન ઝોમેટો પર નારાજ થઇ ગયો અને તેને કહ્યું કે, તેમનો ફોન ખોવાઇ ગયો છે અને તમને ધંધાથી મતલબ છે. વળી, એક અન્ય યૂઝરે મજાકમાં ચહલ પર ફોન લેવાનો આરોપ લગાવી દીધો.
feel free to order ice cream from bhabhi's phone if that will help 😇
— zomato (@zomato) February 7, 2023
વિરાટ કોહલી જેવા ખેલાડીનો ફોન ખોવાઇ જવો એક મોટુ નુકશાન નથી. નાગપુરમાં અભ્યાસ કરી રહેલા વિરાટ કોહલી ચોક્કસ મજાકના મૂડમાં છે, અને ફેન્સની સાથે મસ્તી કરવા માટે જે તેમને ફોન ખોવાઇ જવાનુ ટ્વીટ કર્યુ છે.
Uss gareeb ka Phone gum gaya tumko dhandhe se matlab hai bas!
— Himanshu G. (@HimanshuG__) February 7, 2023
--
Border-Gavaskar Trophyમાં રોહિત શર્મા એકવાર પણ નથી બન્યો 'મેન ઓફ ધ મેચ', જુઓ કોણે-કોણે મળ્યો છે એવૉર્ડ
બૉર્ડર-ગાવસ્કર ટ્રૉફીમાં સચીન તેંદુલકર સૌથી વધુ વાર 'મેન ઓફ ધ મેચ' એવોર્ડ જીતી ચૂક્યો છે. સચીન તેંદુલકરે 5 વાર આ એવોર્ડ પોતાના નામે કર્યો છે. ચેતેશ્વર પુજારા આ મામલામાં બીજા નંબર પર છે, તેને 4 વાર આ એવોર્ડ જીત્યો છે. સ્ટીવ સ્મિથ ત્રીજા નંબર પર તેને 3 વાર આ ખિતાબ કબજે કર્યો છે. માઇકલ ક્લાર્ક, રવીન્દ્ર જાડેજા, ઝહીર ખાન સંયુક્ત રીતે ચૌથા સ્થાન પર છે. આ તમામે સંયુક્ત રીતે આ ખિતાબ 2-2 વાર જીત્યો છે. રોહિત શર્માએ આ સીરીઝમાં એકવાર પણ 'મેન ઓફ ધ મેચ'નો ખિતાબ હાંસલ નથી કર્યો.
જો ટેસ્ટ ફોર્મેટમાં 'મેન ઓફ ધ મેચ'ના ઓલઓવર રેકોર્ડ પર નજર નાંખીએ તો, આમાં જેક કાલિ, પહેલા નંબર પર છે, જેક કાલિસે 23 વાર આ એવોર્ડ પોતાના નામે કર્યો છે. જો ભારતીય ખેલાડીઓના લિસ્ટ પર નજર નાંખીએ તો આમાં સચીન તેંદુલકર પહેલા સ્થાન પર છે. તેને 14 વાર 'મેન ઓફ ધ મેચ' એવોર્ડ જીત્યો છે. રાહુલ દ્રવિડ બીજા નંબર પર છે, રાહુલ દ્રવિડે 11 વારે 'મેન ઓફ ધ મેચ' એવોર્ડ જીત્યો છે. જ્યારે વિરાટ કોહલી અને રવિચંદ્રન અશ્વિન 9-9 વાર આ એવોર્ડ જીતી ચૂક્યા છે.
- 9 ફેબ્રુઆરી 2023 થી 13 ફેબ્રુઆરી 2023 દરમિયાન ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પ્રથમ ટેસ્ટ મેચ નાગપુરના વિદર્ભ ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ ખાતે રમાશે.
- 17 ફેબ્રુઆરી 2023 થી 21 ફેબ્રુઆરી 2023 દરમિયાન દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમ ખાતે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બીજી ટેસ્ટ મેચ રમાશે.
- 1 માર્ચ 2023 થી 5 માર્ચ 2023 દરમિયાન ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રીજી ટેસ્ટ મેચ ધર્મશાલાના હિમાચલ પ્રદેશ ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ ખાતે રમાશે.
- 9 માર્ચથી 13 માર્ચ, 2023 સુધી ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ચોથી ટેસ્ટ મેચ રમાશે.