Axar Patel Record : અક્ષર પટેલે બુમરાહ-અશ્વિનનો તોડ્યો રેકોર્ડ, આ મામલે બન્યો નંબર 1
Axar Patel: ટ્રેવિસ હેડ 90 રન બનાવી અક્ષર પટેલની ઓવરમાં બોલ્ડ થયો હતો. અક્ષર પટેલની ટેસ્ટ કરિયરની આ 50મી વિકેટ હતી.
![Axar Patel Record : અક્ષર પટેલે બુમરાહ-અશ્વિનનો તોડ્યો રેકોર્ડ, આ મામલે બન્યો નંબર 1 Border-Gavaskar Trophy : Fewest deliveries to 50 Test wickets for India now axar patel on top Axar Patel Record : અક્ષર પટેલે બુમરાહ-અશ્વિનનો તોડ્યો રેકોર્ડ, આ મામલે બન્યો નંબર 1](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/02/08/58260b1d81fac5a25e8a78c9f29173021675857004263300_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
IND vs AUS 4th Test, Narendra Modi Stadium: અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર રમાઈ રહેલી બોર્ડર ગાવસ્કર ટ્રોફીની ચોથી ટેસ્ટના અંતિમ દિવસે અક્ષર પટેલે મોટો રેકોર્ડ બનાવ્યો છે. ટ્રેવિસ હેડ 90 રન બનાવી અક્ષર પટેલની ઓવરમાં બોલ્ડ થયો હતો. અક્ષર પટેલની ટેસ્ટ કરિયરની આ 50મી વિકેટ હતી. જેની સાથે તે ટેસ્ટમાં ભારત તરફથી સૌથી ઓછા બોલમાં 50 વિકેટ લેનારો પ્રથમ ખેલાડી બની ગયો હતો.
ટેસ્ટમાં સૌથી ઓછા બોલમાં 50 વિકેટ લેનારા ભારતીય બોલર્સ
- અક્ષર પટેલઃ 2205 બોલ
- જસપ્રીત બુમરાહઃ 2465 બોલ
- કરશન ઘાવરીઃ 2534 બોલ
- આર અશ્વિનઃ 2597 બોલ
Milestone 🚨 - Congratulations @akshar2026 who is now the fastest Indian bowler to take 50 wickets in terms of balls bowled (2205).
— BCCI (@BCCI) March 13, 2023
Travis Head is his 50th Test victim.#INDvAUS #TeamIndia pic.twitter.com/yAwGwVYmbo
ભારત પહોંચ્યું વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઈનલમાં
અમદાવાદ ટેસ્ટનું ગમે તે પરિણામ આવે પણ ભારત વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઈનલમાં પહોંચી ગયું છે. ન્યુઝીલેન્ડે દિલધડક મેચમાં શ્રીલંકાને 2 વિકેટથી હાર આપી હતી. અંતિમ બોલ સુધી ટેસ્ટ મેચ રમાઈ હતી. શ્રીલંકાએ મેચ જીતવા 70 ઓવરમાં આપેલા 285 રનના ટાર્ગેટને ન્યુઝીલેન્ડે 8 વિકેટ ગુમાવી હાંસલ કર્યો હતો. કેન વિલિયમસને અણનમ 121 રન બનાવ્યા હતા. જ્યારે ડેરેલ મિચેલ વન ડે સ્ટાઇલ બેટિંગ કરતાં 86 બોલમાં 81 રનની ઈનિંગ રમી હતી. ન્યુઝીલેન્ડે શ્રીલંકાને હરાવતા ભારત વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઈનલમાં પહોંચ્યું છે.
ચોથી ટેસ્ટ માટેની ભારતીય ટીમ -
રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગીલ, ચેતેશ્વર પુજારા, વિરાટ કોહલી, શ્રેયસ, અય્યર, શ્રીકર ભરત (વિકેટકીપર), રવીન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, રવિચંદ્રન અશ્વિન, મોહમ્મદ શમી, ઉમેશ યાદવ.
ચોથી ટેસ્ટ માટેની ઓસ્ટ્રેલિયન ટીમ -
ટ્રેવિસ હેડ, ઉસ્માન ખ્વાઝા, માર્નસ લાબુશાને, સ્ટીવ સ્મિથ (કેપ્ટન), પીટર હેન્ડસ્કૉમ્બ, કેમરૂન ગ્રીન, એલેક્સ કેરી (વિકેટકીપર), મિશેલ સ્ટાર્ક, ટૉડ મર્ફી, મેથ્યૂ કૂહેનમેન, નાથન લિયૉન.
સીરિઝમાં ભારત 2-1થી આગળ
બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની વાત કરીએ તો ભારતીય ટીમ હાલમાં 2-1થી આગળ છે. રોહિત શર્માની કપ્તાનીવાળી ટીમ ઈન્ડિયાએ નાગપુર અને દિલ્હી ટેસ્ટમાં મહેમાન ઓસ્ટ્રેલિયાને હરાવ્યું હતું. જો કે ઈન્દોરમાં રમાયેલી ત્રીજી ટેસ્ટ મેચમાં ભારતીય ટીમને ઓસ્ટ્રેલિયાએ 9 વિકેટે પરાજય આપ્યો હતો. આ રીતે ભારતીય ટીમ 4 ટેસ્ટ મેચોની શ્રેણીમાં 2-1થી આગળ છે. આ સાથે જ ઈશાન કિશન અમદાવાદમાં ટેસ્ટ ડેબ્યૂ કરી શકે છે. જો ઈશાન કિશનને પ્લેઈંગ ઈલેવનમાં સામેલ કરવામાં આવે તો કેએસ ભરતને બહાર બેસવું પડી શકે છે. વાસ્તવમાં કેએસ ભરતે આ શ્રેણીમાં ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું, પરંતુ તે અપેક્ષા મુજબનું પ્રદર્શન કરી શક્યો નહીં.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)