શોધખોળ કરો

IND vs AUS: ઓસ્ટ્રેલિયા સામેની બીજી ટેસ્ટમાંથી બહાર થયો શ્રેયસ અય્યર, જાણો બુમરાહ ક્યારે કરશે વાપસી

Border Gavaskar Trophy: બોર્ડર-ગાવસ્કર ટ્રોફી ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહી છે. ભારતીય ટીમ ચાર ટેસ્ટની આ શ્રેણીમાં 1-0થી આગળ છે. જો કે બીજી ટેસ્ટ મેચ પહેલા ભારતીય ટીમ માટે એક ખરાબ સમાચાર સામે આવી રહ્યા છે.

Border Gavaskar Trophy: બોર્ડર-ગાવસ્કર ટ્રોફી ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહી છે. ભારતીય ટીમ ચાર ટેસ્ટની આ શ્રેણીમાં 1-0થી આગળ છે. જો કે બીજી ટેસ્ટ મેચ પહેલા ભારતીય ટીમ માટે એક ખરાબ સમાચાર સામે આવી રહ્યા છે. વાસ્તવમાં ટીમનો મિડલ ઓર્ડર બેટ્સમેન શ્રેયસ અય્યર બીજી ટેસ્ટ મેચમાં પણ વાપસી કરી શકશે નહીં. શ્રેયસ હજુ પણ સંપૂર્ણ રીતે ફિટ નથી, જેના કારણે તેને આ મેચમાંથી પણ બહાર રહેવું પડશે.

શ્રેયસ અય્યર બીજી ટેસ્ટમાંથી બહાર

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બીજી ટેસ્ટ મેચ 17 ફેબ્રુઆરીથી દિલ્હીમાં રમાશે. જો કે આ ટેસ્ટમાં પણ ટીમ ઈન્ડિયાનો સ્ટાર બેટ્સમેન શ્રેયસ અય્યર વાપસી કરી શકશે નહીં. તે ઈજામાંથી સંપૂર્ણ રીતે બહાર આવ્યો નથી. આ કારણે તે બીજી ટેસ્ટ પણ ચૂકી જશે. શ્રેયસના રુલ્ડ આઉટ થતાં, સૂર્યકુમાર યાદવને વધુ એક તક મળશે તેવું માનવામાં આવે છે.

બુમરાહ ક્યારે પરત ફરશે

તો બીજી તરફ, ભારતીય ટીમના સ્ટાર ફાસ્ટ બોલર જસપ્રિત બુમરાહની ઈજાને લઈને પણ મોટા અપડેટ્સ સામે આવી રહ્યા છે. માહિતી અનુસાર, જસપ્રીત બુમરાહ માત્ર ઓસ્ટ્રેલિયા સામે ચાલી રહેલી બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાંથી બહાર નહીં થાય, પરંતુ તે ઈન્ડિયન પ્રીમિયર લીગની આગામી સિઝનમાંથી પણ બહાર થઈ શકે છે. આવી સ્થિતિમાં, બુમરાહના ચાહકોએ તેને એક્શનમાં પરત ફરતો જોવા માટે વધુ રાહ જોવી પડશે.

ભારત અને ઓસ્ટ્રેલિયા ટેસ્ટ શ્રેણીનું શેડ્યૂલ

જ્યાં આ ટેસ્ટ શ્રેણીની પ્રથમ મેચ 9 ફેબ્રુઆરીથી નાગપુરમાં આયોજિત કરવામાં આવી હતી, ત્યાં બીજી ટેસ્ટ મેચ 17 ફેબ્રુઆરીથી દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં આયોજિત કરવામાં આવશે. આ પછી હવે સિરીઝની ત્રીજી ટેસ્ટ મેચ 1 થી 5 માર્ચ દરમિયાન ઈન્દોરના હોલકર સ્ટેડિયમમાં રમાશે. આ ટેસ્ટ સિરીઝની છેલ્લી મેચ 9 થી 13 માર્ચ સુધી અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. આ પછી, ઓસ્ટ્રેલિયન ટીમે 17 માર્ચથી ભારત સામે 3 મેચની વનડે શ્રેણી પણ રમવાની છે.

ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચેની ત્રીજી ટેસ્ટ મેચનું સ્થળ બદલાયું

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 4 મેચની ટેસ્ટ સીરીઝ શરૂ થઈ ગઈ છે. બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની પ્રથમ મેચ નાગપુરમાં રમાઈ હતી જેમાં ટીમ ઈન્ડિયાએ એક દાવ અને 132 રને જીત મેળવી હતી. આ મેચ પહેલા ઓસ્ટ્રેલિયન મીડિયામાં પિચને લઈને ઘણો હોબાળો થયો હતો. ટેસ્ટ સીરીઝની ત્રીજી ટેસ્ટ મેચનું સ્થળ બદલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ મેચ ધર્મશાળામાં રમાવાની હતી, પરંતુ હવે ઈન્દોરમાં રમાશે. બીસીસીઆઈ કન્ફર્મ કર્યુ છે.

કેમ સ્થળ બદલવામાં આવ્યું

ગયા મહિને, ધર્મશાલાના સ્ટેડિયમમાં નવી ડ્રેનેજ સિસ્ટમ સ્થાપિત કર્યા પછી, આઉટફિલ્ડને સુધારવાનું કામ ચાલી રહ્યું હતું, જે સમયસર પૂર્ણ થઈ શક્યું ન હતું. અત્યાર સુધી ધર્મશાલામાં માત્ર એક જ ટેસ્ટ મેચ રમાઈ છે. આ મેચ 2017માં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ હતી. જોકે ODI અને T20 આંતરરાષ્ટ્રીય મેચો અહીં નિયમિતપણે રમાય છે. હિમાચલ પ્રદેશ ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમે ત્યાંના હવામાનને ધ્યાનમાં રાખીને બે વાર સમગ્ર આઉટફિલ્ડ તૈયાર કર્યું છે. ચોમાસા બાદ આ કામગીરી શરૂ કરવામાં આવી હતી.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Heart Attack: લગ્ન પ્રસંગમાં દાંડીયા રમતાં-રમતાં યુવાનને આવ્યો હાર્ટ એટેક, મોત થતાં મહેમાનો સ્તબ્ધ
Heart Attack: લગ્ન પ્રસંગમાં દાંડીયા રમતાં-રમતાં યુવાનને આવ્યો હાર્ટ એટેક, મોત થતાં મહેમાનો સ્તબ્ધ
Election 2024: મહારાષ્ટ્રમાં પ્રચાર માટે ગયેલા ભાજપ નેતાની સભામાં ખુરશી ઉછળી, નારેબાજી પણ થઇ, FIR દાખલ
Election 2024: મહારાષ્ટ્રમાં પ્રચાર માટે ગયેલા ભાજપ નેતાની સભામાં ખુરશી ઉછળી, નારેબાજી પણ થઇ, FIR દાખલ
‘હિન્દુઓ પર જે આંગળી ઉઠાવશે તેનું કામ તમામ થઇ જશે’, - ભાજપ MLA સનાતન ધર્મ સંસદમાં ગરજ્યા
‘હિન્દુઓ પર જે આંગળી ઉઠાવશે તેનું કામ તમામ થઇ જશે’, - ભાજપ MLA સનાતન ધર્મ સંસદમાં ગરજ્યા
દિલ્હીમાં આમ આદમી પાર્ટીને લાગ્યો મોટો ઝટકો, આ નેતાએ મંત્રી પદ પરથી આપ્યું રાજીનામું 
દિલ્હીમાં આમ આદમી પાર્ટીને લાગ્યો મોટો ઝટકો, આ નેતાએ મંત્રી પદ પરથી આપ્યું રાજીનામું 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Rajkot Suicide Case : રાજકોટ સોની વેપારી આપઘાત કેસમાં 2 કોન્સ્ટેબલ સસ્પેન્ડMansukh Vasava : નર્મદા નદીમાં 3 લોકોના ડૂબી જતાં મોત મામલે સાંસદ મનસુખ વસાવાએ શું લગાવ્યા આરોપ?Surat Crime : યુવતીએ ફાર્મ હાઉસમાં પડાવ્યા ફોટા, યુવકે મોર્ફ કરી બનાવ્યા અશ્લીલ ફોટા ને પછી તો....Dahod News : દાહોદમાં ડ્રોનની મદદથી ગાંજાના વાવેતરનો પર્દાફાશ, જુઓ અહેવાલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Heart Attack: લગ્ન પ્રસંગમાં દાંડીયા રમતાં-રમતાં યુવાનને આવ્યો હાર્ટ એટેક, મોત થતાં મહેમાનો સ્તબ્ધ
Heart Attack: લગ્ન પ્રસંગમાં દાંડીયા રમતાં-રમતાં યુવાનને આવ્યો હાર્ટ એટેક, મોત થતાં મહેમાનો સ્તબ્ધ
Election 2024: મહારાષ્ટ્રમાં પ્રચાર માટે ગયેલા ભાજપ નેતાની સભામાં ખુરશી ઉછળી, નારેબાજી પણ થઇ, FIR દાખલ
Election 2024: મહારાષ્ટ્રમાં પ્રચાર માટે ગયેલા ભાજપ નેતાની સભામાં ખુરશી ઉછળી, નારેબાજી પણ થઇ, FIR દાખલ
‘હિન્દુઓ પર જે આંગળી ઉઠાવશે તેનું કામ તમામ થઇ જશે’, - ભાજપ MLA સનાતન ધર્મ સંસદમાં ગરજ્યા
‘હિન્દુઓ પર જે આંગળી ઉઠાવશે તેનું કામ તમામ થઇ જશે’, - ભાજપ MLA સનાતન ધર્મ સંસદમાં ગરજ્યા
દિલ્હીમાં આમ આદમી પાર્ટીને લાગ્યો મોટો ઝટકો, આ નેતાએ મંત્રી પદ પરથી આપ્યું રાજીનામું 
દિલ્હીમાં આમ આદમી પાર્ટીને લાગ્યો મોટો ઝટકો, આ નેતાએ મંત્રી પદ પરથી આપ્યું રાજીનામું 
Manipur Violence: મણિપુરમાં વિરોધ બન્યો ઉગ્ર,CM વિરેન સિંહના ઘર પર હુમલાનો પ્રયાસ, ઇન્ટરનેટ ઠપ્પ
Manipur Violence: મણિપુરમાં વિરોધ બન્યો ઉગ્ર,CM વિરેન સિંહના ઘર પર હુમલાનો પ્રયાસ, ઇન્ટરનેટ ઠપ્પ
મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ
મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ
Attack: ઇઝરાયેલમાં નેતન્યાહૂના ઘર પાસે મોટો હુમલો, હિઝબુલ્લાહે છોડ્યા 2 રૉકેટ
Attack: ઇઝરાયેલમાં નેતન્યાહૂના ઘર પાસે મોટો હુમલો, હિઝબુલ્લાહે છોડ્યા 2 રૉકેટ
2 રૂપિયા વાળા શેરની કિંમત થઇ ગઇ 1400 ને પાર, 5 વર્ષમાં આપ્યું 63 હજાર ટકાથી વધુ રિટર્ન
2 રૂપિયા વાળા શેરની કિંમત થઇ ગઇ 1400 ને પાર, 5 વર્ષમાં આપ્યું 63 હજાર ટકાથી વધુ રિટર્ન
Embed widget