CSK vs KKR: ચેન્નાઈએ કોલકાતાનો વિજયરથ રોક્યો, 7 વિકેટે મેળવી જીત
CSK vs KKR Full Highlights: IPL 2024ની 22મી મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સે કોલકાતા નાઈટ રાઈડર્સને 7 વિકેટે હરાવ્યું હતું. ચેપોકમાં રમાયેલી આ મેચમાં કેકેઆરની ટીમ પહેલા રમતા 137 રન જ બનાવી શકી હતી.
![CSK vs KKR: ચેન્નાઈએ કોલકાતાનો વિજયરથ રોક્યો, 7 વિકેટે મેળવી જીત chennai-super-kings-beat-kolkata-knight-riders-by-7-wickets-ruturaj-gaikwad-fifty-ipl-2024-csk-vs-kkr CSK vs KKR: ચેન્નાઈએ કોલકાતાનો વિજયરથ રોક્યો, 7 વિકેટે મેળવી જીત](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/04/08/ff63d4c2a56c65fcedc9ffe0a7921ee11712598094096397_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
CSK vs KKR Full Highlights: IPL 2024ની 22મી મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સે કોલકાતા નાઈટ રાઈડર્સને 7 વિકેટે હરાવ્યું હતું. ચેપોકમાં રમાયેલી આ મેચમાં કેકેઆરની ટીમ પહેલા રમતા 137 રન જ બનાવી શકી હતી. જવાબમાં ચેન્નાઈએ 17.4 ઓવરમાં માત્ર ત્રણ વિકેટ ગુમાવીને આસાનીથી લક્ષ્યનો પીછો કરી લીધો હતો. ચેન્નાઈ માટે, પ્રથમ રવિન્દ્ર જાડેજા અને તુષારદેશ પાંડેએ ત્રણ-ત્રણ વિકેટ લઈને બોલ સાથે કહેર વર્તાવ્યો અને ત્યારબાદ કેપ્ટન ઋતુરાજ ગાયકવાડે બેટિંગમાં કમાલ કરી હતી. ગાયકવાડે 58 બોલમાં અણનમ 67 રનની મેચ વિનિંગ ઇનિંગ રમી હતી. જ્યારે શિવમ દુબેએ 18 બોલમાં 28 રન બનાવ્યા હતા. આ સિઝનમાં ચેન્નાઈની આ ત્રીજી જીત છે, જ્યારે કેકેઆરની પહેલી હાર છે.
They are 🔙 to winning ways 👍
— IndianPremierLeague (@IPL) April 8, 2024
Chennai Super Kings 💛 remain unbeaten at home with a complete performance 👏👏
Scorecard ▶ https://t.co/5lVdJVscV0 #TATAIPL | #CSKvKKR | @ChennaiIPL pic.twitter.com/16nzv4vt8b
CSKની જીતમાં રચિન રવિન્દ્રએ 15 રન અને ડેરિલ મિશેલે 25 રનનું યોગદાન આપ્યું હતું. CSK એ પ્રથમ 10 ઓવરમાં 1 વિકેટના નુકસાન પર 81 રન બનાવ્યા હતા, જેના કારણે તેમના માટે જીતવું ખૂબ જ સરળ બન્યું હતું કારણ કે ટીમને છેલ્લી 10 ઓવરમાં 57 રનની જરૂર હતી અને તેની પાસે 9 વિકેટ બાકી હતી. જોકે મિશેલ 13મી ઓવરમાં આઉટ થઈ ગયો હતો, પરંતુ ત્યાર બાદ ઈમ્પેક્ટ પ્લેયર તરીકે બેટિંગ કરવા આવેલા શિવમ દુબેએ દર વખતની જેમ તોફાની શૈલીમાં બેટિંગ કરીને મેચને એકતરફી બનાવી દીધી હતી. શિવમ દુબેએ 18 બોલમાં 28 રનની વિસ્ફોટક ઇનિંગમાં 1 ફોર અને 3 સિક્સર ફટકારી હતી. KKRની બોલિંગની વાત કરીએ તો, મિચેલ સ્ટાર્ક ફરી ધોવાયો હતો. સુનીલ નરેન અને વૈભવ અરોરા સિવાય KKR તરફથી કોઈ બોલર વિકેટ લઈ શક્યો નહોતો.
IPL 2024માં ચેન્નાઈ સુપર કિંગ્સની કેપ્ટનશીપ મળ્યા બાદ રુતુરાજ ગાયકવાડ બેટિંગમાં ઘણો સંઘર્ષ કરી રહ્યો હતો. જો કે તેણે ગુજરાત ટાઇટન્સ સામે 46 રનની ઇનિંગ રમી હતી, પરંતુ બાકીની 3 ઇનિંગ્સમાં તે બેટથી કંઇ ખાસ બતાવી શક્યો નહોતો. હવે કોલકાતા નાઈટ રાઈડર્સ સામેની મેચમાં ધીમી પીચ પર જવાબદારી લેતા તેણે 58 બોલમાં 67 રનની ઈનિંગ રમીને પોતાના ફોર્મમાં પરત ફરવાના સંકેત દેખાડી દીધા છે.
કોલકાતા નાઈટ રાઈડર્સની પ્લેઈંગ ઈલેવન
ફિલિપ સોલ્ટ (વિકેટકીપર), સુનીલ નરેન, વેંકટેશ ઐયર, શ્રેયસ ઐયર (કેપ્ટન), અંગક્રિશ રઘુવંશી, આન્દ્રે રસેલ, રિંકુ સિંહ, રમનદીપ સિંહ, મિશેલ સ્ટાર્ક, વૈભવ અરોરા, વરુણ ચક્રવર્તી.
ચેન્નાઈ સુપર કિંગ્સની પ્લેઈંગ ઈલેવન
રુતુરાજ ગાયકવાડ (કેપ્ટન), રચિન રવિન્દ્ર, અજિંક્ય રહાણે, ડેરીલ મિશેલ, સમીર રિઝવી, રવિન્દ્ર જાડેજા, એમએસ ધોની (વિકેટકીપર), શાર્દુલ ઠાકુર, મુસ્તફિઝુર રહેમાન, તુષાર દેશપાંડે, મહિષ તિક્ષણા.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)