શોધખોળ કરો
Advertisement
Coronavirus: હોટલના રૂમમાં બંધ થયો આ સ્ટાર ક્રિકેટર, કહ્યું- પુત્રીને પણ મળી શકતો નથી....
શાકિબ અલ હસને ફેસબુક પર વીડિયો જાહેર કરીને કહ્યું છે કે આખરે કેમ તે અમેરિકાની એક હોટલમાં 14 દિવસ માટે સેલ્ફ આઈસોલેશનમાં ચાલ્યો ગયો છે.
નવી દિલ્હીઃ બાંગ્લાદેશનો ઓલરાઉન્ડર ખેલાડી શાકિબ અલ હસને પોતાના ફેસબુક એકાઉન્ટથી એક ઇમોસનલ મેસેજ શેર કર્યો છે. આ મેસજમાં તે કહી રહ્યો છે કે તે પોતાની દીકીરને પણ નથી જોઈ શકતો અને તેને મળી પણ ન શકવું તેના માટે કેટલું મુશ્કેલભર્યું છે. કોરોના વાયરસના વધતા પ્રકોપને કારણે શાકિબ અમેરિકામાં હોટલમાં સેલ્ફ આઈસોલેટમાં છે. એવામાં તેણે ફેસબુક પર આ વીડિયો જારી કર્યો છે અને લોકોને કોરોના વાયરસથી બચીને રહેવાની સલાહ પણ આપી છે.
શાકિબ અલ હસને પોતાની ફેસબુક પોસ્ટમાં જણાવ્યું કે તેણે ખુદને અને પોતાના નજીકના લોકોની સુરક્ષા માટે ખુદને સેલ્ફ આઈસોલેટ કર્યા છે. તેણે તમામ લોકોને પણ અપીલ કરી છે કે તે ખુદને આઈસોલેટ કરો અને પોતાના પરિવારની સુરક્ષાને નિશ્ચિત કરે.
શાકિબ અલ હસને ફેસબુક પર વીડિયો જાહેર કરીને કહ્યું છે કે આખરે કેમ તે અમેરિકાની એક હોટલમાં 14 દિવસ માટે સેલ્ફ આઈસોલેશનમાં ચાલ્યો ગયો છે. બાંગ્લાદેશનો આ દિગ્ગજ ઓલરાઉન્ડર થોડા દિવસો જ અમેરિકા પહોંચ્યો હતો.
શાકિબ અલ હસનના મતે હું અમેરિકા જઈ રહ્યો હતો તો તેને કોરોના વાયરસની ચપેટમાં આવવાની પુરી આશંકા હતી. જેથી મેં પોતાને આઈસોલેટ કરવાનો નિર્ણય કર્યો હતો. અહીં આવ્યા પછી મેં પોતાની પુત્રી સાથે પણ મુલાકાત કરી નથી. આ ઘણું દર્દનાક છે કે હું પોતાની પુત્રીને જોઈ શકતો નથી. જોકે મને લાગે છે કે વર્તમાન સમયમાં આ બલિદાન આપવું ઘણું મહત્વનું છે.
શાકિબ અલ હસને આ સાથે કહ્યું છે કે જે લોકો વિદેશમાં રોકાયા છે તે જરુરી છે કે બહાર ના નિકળે. આ સિવાય એ વાતનું પણ ધ્યાન રાખો કે સબંધીઓ અને પડોશીઓને પોતાને ત્યાં ના આવવા દઈએ. ઓછામાં ઓછા 14 દિવસ ઘર પર સુરક્ષિત રહેવું ઘણું મહત્વપૂર્ણ છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
ક્રિકેટ
દેશ
દેશ
Advertisement