શોધખોળ કરો

County Championship 2023: ગુજરાતના આ ધૂંરધર બેટ્સમેનને સોંપાઇ ઇંગ્લિશ કાઉન્ટી ટીમની કેપ્ટનશીપ, ફટકાર્યા હતા સૌથી વધુ રન

ગયા વર્ષે ચેતેશ્વર પુજારા સસેક્સ તરફથી કાઉન્ટી ક્રિકેટ રમ્યો હતો. કાઉન્ટી ક્રિકેટમાં આ તેની બીજી સિઝન હશે.

Cheteshwar Pujara Sussex Captain: ભારતીય ટેસ્ટ ટીમના બેટ્સમેન અને ગુજરાતી ક્રિકેટર ચેતેશ્વર પુજારાને ઇંગ્લિશ કાઉન્ટી ચેમ્પીયનશિપ 2023માં મોટી જવાબદારી મળી છે. કાઉન્ટી ચેમ્પીયનશિપની આ સિઝનમાં તે સસેક્સની કેપ્ટનશીપ કરતો દેખાશે. ખાસ વાત છે કે, ગયા વર્ષે તેણે ઇંગ્લિશ કાઉન્ટીમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેનું પ્રદર્શન જોઈને સસેક્સે પૂજારાને કેપ્ટન બનાવ્યો છે. આ માહિતી ખુદ ચેતેશ્વર પુજારાએ પોતાના ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ દ્વારા ટ્વીટ કરીને આપી હતી.

પુજારાએ આપી જાણકારી - 
પુજારાને ઇંગ્લિશ કાઉન્ટી ટીમ સસેક્સનો કેપ્ટન બનાવ્યા બાદ તે ખુબ ખુશ છે, તેને આ મામલે ટ્વીટ કરીને લખ્યું - 'કાઉન્ટી ચેમ્પીયનશિપ 2023માં સસેક્સનો કેપ્ટન બનાવવા માટે આનંદીત છું'. ઇંગ્લિશ કાઉન્ટીમાં ચેતેશ્વર પૂજારાની આ બીજી સિઝન હશે. પ્રથમ સિઝનમાં તેણે શાનદાર પ્રદર્શન કર્યું હતું.

સૌથી વધુ રન બનાવવાનું મળ્યુ ઇનામ - 
ગયા વર્ષે ચેતેશ્વર પુજારા સસેક્સ તરફથી કાઉન્ટી ક્રિકેટ રમ્યો હતો. કાઉન્ટી ક્રિકેટમાં આ તેની બીજી સિઝન હશે. વર્ષ 2022માં તેણે સારી બેટિંગ કરતા 13 ઇનિંગ્સમાં 109.40ની એવરેજથી 1094 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેણે 5 સદી ફટકારી હતી. ગયા વર્ષે કાઉન્ટી ચેમ્પીયનશિપમાં પુજારાનો હાઇએસ્ટ સ્કૉર 232 રન હતો. તે સસેક્સ માટે સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન હતો. તેના પ્રદર્શનને જોતા સસેક્સ ક્રિકેટે તેને કેપ્ટનશીપની જવાબદારી સોંપી છે. પુજારા ગયા વર્ષે રૉયલ લંડન કપમાં પણ રમ્યો હતો.

6 એપ્રિલથી રમાશે પ્રથમ મેચ  - 
કાઉન્ટી ચેમ્પિયનશિપ 2023માં સસેક્સ પોતાના અભિયાનની શરૂઆત 6 એપ્રિલે કરશે. ચેતેશ્વર પુજારાની કેપ્ટનશીપ વાળી ટીમ તેની પ્રથમ મેચ ડરહામ સામે રમશે. બંને ટીમો વચ્ચેની આ મેચ હોવ સ્ટેડિયમમાં રમાશે. બીજીબાજુ જો આપણે પુજારા વિશે વાત કરીએ, તો તે હાલના સમયમાં બહુ સફળ રહ્યો નથી. ઓસ્ટ્રેલિયા સામે બૉર્ડર-ગાવસ્કર ટ્રૉફી દરમિયાન તેણે 6 ઇનિંગ્સમાં માત્ર 140 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેની એવરેજ 28 રહી હતી.

Test: ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ 2000 ટેસ્ટ રન બનાવનારો ચોથો ભારતીય બન્યો પુજારા

IND vs AUS 4th Test: ભારત અને ઓસ્ટ્રેલિયા (IND vs AUS) ની વચ્ચે અમદાવાદમાં રમાઇ રહેલી ચોથી ટેસ્ટ મેચમાં ચેતેશ્વર પુજારાએ (Cheteshwar Pujara)એક મોટી ઉપલબ્ધિ હાંસલ કરી લીધી છે. આ ટેસ્ટમાં ટીમ ઇન્ડિયાની પહેલી ઇનિંગમાં 9 રન બનાવતાની સાથે જ પુજારાએ ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ બે હજાર ટેસ્ટ રન પુરા કરી લીધા છે. આવુ કરનારો તે ચોથો ભારતીય બેટ્સમેન બની ગયો છે. 

ચેતેશ્વર પુજારાને ઓસ્ટ્રેલિયા વિરુ્દ્ધ આ મોટો આંકડો પાર કરવા માટે 24 મેચોની 43 ઇનિંગો લાગી હતી. આ દરમિયાન તેને કાંગારુઓ વિરુદ્ધ 5 સદી અને 11 ફિફ્ટી ફટકારી છે. ઓસ્ટ્રેલિયા વિરુ્દ્ધ તેની બેટિંગ એવરેજ 50+ ની રહી છે. 

ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ સૌથી વધુ રન બનાવનારો ભારતીય બેટ્સમેન સચીન તેંદુલકર છે, સચીનના ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ટેસ્ટ મેચોમાં સૌથી વધુ રન ફટકાર્યા છે. સચીને કાંગારુઓ વિરુદ્ધ 39 મેચોની 74 ઇનિંગોમાં 55 ની બેટિંગ એવરેજથી 3630 રન બનાવ્યા છે. અહીં બીજા નંબરપર વીવીએસ લક્ષ્મણ છે, જેને 29 ટેસ્ટ મેચોની 54 ઇનિંગોમાં  49.67 ની એવરેજથી 2434 રન બનાવ્યા છે. ત્રીજા નંબર પર રાહુલ દ્રવિડનુ નામ આવે છે, રાહુલ દ્રવિડે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ 32 ટેસ્ટ મેચોની 60 ઇનિંગોમાં 2143 રન બનાવ્યા છે. 

અહીં ખાસ વાત એ છે કે, સચિને 42, લક્ષ્મણે 41 અને પુજારાએ 43 ઇનિંગોમાં ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ 2000 રનનો આંકડો પાર કર્યો છે. રાહુલ દ્રવિડને આ આંકડો પાર કરવા માટે 53 ઇનિંગો લાગી હતી. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Ahmedabad HMPV case: અમદાવાદમાં HMPV વાયરસનો ત્રીજો કેસ, નવ માસનું બાળક સંક્રમિત
Ahmedabad HMPV case: અમદાવાદમાં HMPV વાયરસનો ત્રીજો કેસ, નવ માસનું બાળક સંક્રમિત
ગુજરાતમાં HMPVનો ખતરો વધ્યો, સાબરકાંઠામાં નવો કેસ, 8 વર્ષનું બાળક ICUમાં દાખલ
ગુજરાતમાં HMPVનો ખતરો વધ્યો, સાબરકાંઠામાં નવો કેસ, 8 વર્ષનું બાળક ICUમાં દાખલ
Ahmedabad: અમદાવાદની જાણીતી સ્કૂલમાં ત્રીજા ધોરણમાં ભણતી વિદ્યાર્થિનીનું શંકાસ્પદ મોત
Ahmedabad: અમદાવાદની જાણીતી સ્કૂલમાં ત્રીજા ધોરણમાં ભણતી વિદ્યાર્થિનીનું શંકાસ્પદ મોત
શું બિહારના સીએમ નીતિશ કુમાર NDAથી અલગ થશે? ઉપેન્દ્ર કુશવાહનું મોટું નિવેદન - 'ઘણી વખત તે...'
શું બિહારના સીએમ નીતિશ કુમાર NDAથી અલગ થશે? ઉપેન્દ્ર કુશવાહનું મોટું નિવેદન - 'ઘણી વખત તે...'
Advertisement
ABP Premium

વિડિઓઝ

National Green Tribunal: ચાઈનીઝ માંઝા, તુક્કલ અને ગ્લાસ કોટેડ દોરીનો ઉપયોગ કરશો તો થશે સજાHun To Bolish : હું તો બોલીશ : ગુલાટ મારતો આતંકHun To Bolish : હું તો બોલીશ : માફિયાઓ સામે દાદાનો દમBZ Group Scam: રોકાણકારોના ફસાયેલા નાણાં મુદ્દે CID ક્રાઈમના DIGનું મોટુ નિવેદન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ahmedabad HMPV case: અમદાવાદમાં HMPV વાયરસનો ત્રીજો કેસ, નવ માસનું બાળક સંક્રમિત
Ahmedabad HMPV case: અમદાવાદમાં HMPV વાયરસનો ત્રીજો કેસ, નવ માસનું બાળક સંક્રમિત
ગુજરાતમાં HMPVનો ખતરો વધ્યો, સાબરકાંઠામાં નવો કેસ, 8 વર્ષનું બાળક ICUમાં દાખલ
ગુજરાતમાં HMPVનો ખતરો વધ્યો, સાબરકાંઠામાં નવો કેસ, 8 વર્ષનું બાળક ICUમાં દાખલ
Ahmedabad: અમદાવાદની જાણીતી સ્કૂલમાં ત્રીજા ધોરણમાં ભણતી વિદ્યાર્થિનીનું શંકાસ્પદ મોત
Ahmedabad: અમદાવાદની જાણીતી સ્કૂલમાં ત્રીજા ધોરણમાં ભણતી વિદ્યાર્થિનીનું શંકાસ્પદ મોત
શું બિહારના સીએમ નીતિશ કુમાર NDAથી અલગ થશે? ઉપેન્દ્ર કુશવાહનું મોટું નિવેદન - 'ઘણી વખત તે...'
શું બિહારના સીએમ નીતિશ કુમાર NDAથી અલગ થશે? ઉપેન્દ્ર કુશવાહનું મોટું નિવેદન - 'ઘણી વખત તે...'
ઉત્તરાયણમાં કેવો રહેશે પવન, હાડ થીજવતી ઠંડીને લઈ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જાણો શું કરી આગાહી ?
ઉત્તરાયણમાં કેવો રહેશે પવન, હાડ થીજવતી ઠંડીને લઈ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જાણો શું કરી આગાહી ?
કોહલી અને અનુષ્કા બાળકો સાથે પહોંચ્યા પ્રેમાનંદ મહારાજના દર્શન કરવા, વાતચીતનો વીડિયો થઈ રહ્યો છે વાયરલ 
કોહલી અને અનુષ્કા બાળકો સાથે પહોંચ્યા પ્રેમાનંદ મહારાજના દર્શન કરવા, વાતચીતનો વીડિયો થઈ રહ્યો છે વાયરલ 
Wildfire: લોસ એન્જલસમાં આગથી પેરિસ હિલ્ટન સહિત અનેક હસ્તીઓના બંગલાઓ થયા રાખ, હોટલમાં વિતાવવી પડી રાત
Wildfire: લોસ એન્જલસમાં આગથી પેરિસ હિલ્ટન સહિત અનેક હસ્તીઓના બંગલાઓ થયા રાખ, હોટલમાં વિતાવવી પડી રાત
Redmi 14C 5Gનો સેલ આજથી શરૂ, તમને સસ્તા બજેટમાં મળશે દમદાર ફીચર્સ, જાણો કિંમત
Redmi 14C 5Gનો સેલ આજથી શરૂ, તમને સસ્તા બજેટમાં મળશે દમદાર ફીચર્સ, જાણો કિંમત
Embed widget