શોધખોળ કરો
Advertisement
કોહલી ટેસ્ટમાં કેટલાની વાર 'ઝીરો'માં થયો આઉટ? સચિન, સહેવાગ, ગાંગુલી કેટલીવાર 'ઝીરો'માં ઉડી ચૂક્યા છે, જુઓ લિસ્ટ....
વિરાટ કોહલી સૌથી વધુ 12 વખત ઝીરોમાં આઉટ થયો છે. જોકે, આ પહેલા ભારતનો દિગ્ગજ વિસ્ફોટક બેટ્સમેન વિરેન્દ્ર સહેવાગ 16 વખત ઝીરો રને આઉટ થયો છે.
અમદાવાદઃ ચોથી અંતિમ ટેસ્ટમાં ફરી એકવાર કેપ્ટન વિરાટ કોહલી શૂન્ય રને આઉટ થતાં સોશ્યલ મીડિયા પર ટ્રેન્ડ થવા લાગ્યો છે. કોહલી ઇંગ્લેન્ડ સામે આ સીરીઝમાં બીજીવાર ઝીરો રનમાં આઉટ થયો છે. આ પહેલા બીજી ટેસ્ટમાં મોઇન અલીએ કોહલીને ઝીરો રને પેવેલિયન મોકલ્યો હતો.
ચોથી ટેસ્ટમાં ઇંગ્લેન્ડ 205 રનમાં ઓલાઉટ થઇ ગયા બાદ ટીમ ઇન્ડિયા પ્રથમ ઇનિંગમા રમવા મેદાનમાં ઉતરી હતી. મોટેરાની પીચ ફરી એકવાર દિગ્ગજ બેટ્સમેનો માટે કપરી સાબિત થઇ રહી છે. પુજારાની વિકેટ ગયા બાદ કેપ્ટન કોહલી મેદાન પર આવ્યો હતો, આ દરમિયાન બેન સ્ટૉક્સે તેને 0 રને બેન ફૉક્સના હાથમાં ઝીલાવી દીધો હતો. આ સાથે જ કોહલી ટેસ્ટ ક્રિકેટમાં 12મી વાર ઝીરોમાં આઉટ થયાનો શરમજનક રેકોર્ડ પોતાના નામે કરી ચૂક્યો છે.
ટેસ્ટમાં ઝીરોમાં સૌથી વધુ આઉટ થનારા ભારતીય દિગ્ગજો.....
વિરાટ કોહલી સૌથી વધુ 12 વખત ઝીરોમાં આઉટ થયો છે. જોકે, આ પહેલા ભારતનો દિગ્ગજ વિસ્ફોટક બેટ્સમેન વિરેન્દ્ર સહેવાગ 16 વખત ઝીરો રને આઉટ થયો છે.
શૂન્ય રને આઉટ થનારા....
વિરેન્દ્ર સહેવાગ - 16 વખત
દિલિપ વેંગસકર - 15 વખત
વીવીએસ લક્ષ્મણ - 14 વખત
પંકજ રોય - 14 વખત
સચિન તેંડુલકર - 14 વખત
સૌરવ ગાંગુલી - 13 વખત
સુનિલ ગાવસ્કર - 12 વખત
મોહિંદર અમરનાથ - 12 વખત
વિરાટ કોહલી - 12 વખત
વી માંજરેકર - 11 વખત
વિરાટ કોહલીને સિવાય આ લિસ્ટમાં તમામ ક્રિકેટરો નિવૃતિ લઈ ચુક્યા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
દુનિયા
દેશ
ઓટો
Advertisement