IND vs AUS: આજની ભારત-ઓસ્ટ્રેલિયા મેચમાં વરસાદ પડશે ? જાણો કેવું છે વિશાખાપટ્ટનમનું હવામાન
19 માર્ચે વિશાખાપટ્ટનમમાં વરસાદની સંભાવના દર્શાવવામાં આવી છે. મેચના દિવસે વરસાદની સંભાવના 31-51 ટકા રહેશે, અને આખા દિવસ વાદળો છવાયેલા રહેશે
IND vs AUS: ભારતે મુંબઇમાં રમાયેલી પ્રથમ વનડેમાં ઓસ્ટ્રેલિયાને 5 વિકેટથી હરાવીને ત્રણ મેચોની સીરીઝમાં પ્રથમ વનડે મેચ જીતી લીધી છે. આજે બન્ને ટીમો વિશાખાપટ્ટનમના ગ્રાઉન્ડમાં આમને સામને ટકરાશે. હાલમાં ભારતીય ટીમ સીરીઝમાં પહેલાથી 1-0ની લીડ બનાવી ચૂકી છે. આજે સીરીઝની બીજી વનડે મેચ વિશાખાપટ્ટનમના ડૉ વાય એસ રાજશેખર રેડ્ડી એસીએ-વીડીસીએ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. આજની મેચ પહેલા જાણો અહીં વિશાખાપટ્ટનમમાં કેવું રહેશે હવામાન....
આજની મેચમાં વરસાદી વિઘ્ન ?
19 માર્ચે વિશાખાપટ્ટનમમાં વરસાદની સંભાવના દર્શાવવામાં આવી છે. મેચના દિવસે વરસાદની સંભાવના 31-51 ટકા રહેશે, અને આખા દિવસ વાદળો છવાયેલા રહેશે. આ અઠવાડિયાની શરૂઆતમાં આંધ્રપ્રદેશના વેધરમેન બી સાઇ પ્રણીતે કહ્યુ હતુ કે મેચ દરમિયાન વરસાદ વિઘ્ન બની શકે છે. જોકે, એવી સંભાવના પણ ઓછી છે કે વરસાદના કારણે મેચ રદ્દ કરવી પડે. મેચ શરૂ થતાં પહેલા શહેરમાં વરસાદ પડી શકે છે. મેચ દરમિયાન વરસાદની સંભાવના છે પરંતુ ઓછી. વિશેષણોનું માનવુ છે કે, આઉટફિલ્ડ ભીની હોવાના કારણે પહેલા બેટિંગ કરવી મુશ્કેલ રહેશે.
બેટિંગ માટે અનુકુળ રહેશે પીચ -
વિશાખાપટ્ટનમની પીચ બેટિંગ માટે આસાન માનવામાં આવે છે. 2019માં અહીં રમાયેલી છેલ્લી મેચમાં ટીમ ઇન્ડિયાએ 387 રન ઠોકી દીધા હતા. વેસ્ટ ઇન્ડિઝ વિરુદ્ધ રોહિત શર્માએ 159 અને કેએલ રાહુલે 102 રનોની ઇનિંગ રમી હતી. 2018 માં 321 રન બનાવ્યા બાદ પણ અહીં ભારત અને વેસ્ટ ઇન્ડિઝની મેચ ટાઇ રહી હતી. આ મેદાન પર ટીમ ઇન્ડિયા અત્યાર સુધી 10 વનડે મેચો રમી છે. આમાં ટીમને 7 જીત અને એકમાં હારનો સામનો કરવો પડ્યો છે. એક મેચ ટાઇ અને એક મેચ પરિણામ વિનાની રહી હતી.
રોહિત શર્માની ટીમ ઇન્ડિયામાં વાપસીથી લગભગ ઇશાન કિશન થઇ શકે છે બહાર -
રોહિત શર્માની આજે ટીમ ઇન્ડિયામાં લગભગ વાપસી નક્કી છે. તેને આજે પ્લેઇંગ ઇલેવનમાંથી લગભગ બહાર થવુ પડી શકે છે. આ વર્ષની રમાયેલી તમામ ચાર વનડેમાં ઇશાન કિશન બેરંગ દેખાયો છે. શાર્દૂલ ઠાકુરને પણ બેન્ચ પર બેસવુ પડી શકે છે. ગઇ મેચમાં તેને માત્ર બે ઓવર નાંખી હતી, તેની જગ્યાએ સ્પિન ઓલરાઉન્ડર વૉશિંગટન સુંદરને મોકો મળી શકે છે. આવુ એટલા માટે કેમ કે વિશાખાપટ્ટનમની પીચ મહદઅંશે સ્પિન ફ્રેન્ડલી હોઇ શકે છે.
એલેક્સ કેરી અને ડેવિડ વૉર્નરની થઇ શકે છે એન્ટ્રી -
ઓસ્ટ્રેલિયન પ્લેઇંગ ઇલેવનમાં આજે બે મોટા ફેરફાર જોવા મળી શકે છે. ગઇ મેચમાં ડેવિડ વૉર્નર પુરેપુરી રીતે ફિટ ન હતો જેના કારણે તે ટીમમાંથી બાહાર રહ્યો હતો. વળી, એલેક્સ કેરીને તાવની અસર હતી, હવે આ બન્ને ફિટ બતાવવામાં આવી રહ્યાં છે, આવામાં લાબુશાનેની જગ્યાએ વૉર્નરને મોકો આપવામાં આવી શકે છે. વળી, એલેક્સ કેરીને જૉસ ઇંગ્લિસની સાથે પર રમાડવામાં આવી શકે છે.
આવી હોઇ શકે છે બન્નેની પ્લેઇંગ ઇલેવન -
ભારતની સંભવિત ટીમ -
રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગીલ, વિરાટો કોહલી, સૂર્યકુમાર યાદવ, કેએલ રાહુલ, હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, મોહમ્મદ સિરાજ, કુલદીપ યાદવ, વૉશિંગટન સુંદર, મોહમ્મદ શમી.
ઓસ્ટ્રેલિયાની સંભવિત ટીમ -
ડેવિડ વૉર્નર, મિશેલ માર્શ, સ્ટીવ સ્મિથ (કેપ્ટન), કેમરૂન ગ્રીન, ટ્રેવિસ હેડ, ગ્લેન મેક્સવેલ, માર્કસ સ્ટૉઇનિસ, એલેક્સ કેરી, એડમ જામ્પા, સીન એબૉટ, મિશેલ સ્ટાર્ક.
7⃣5⃣* Runs
— BCCI (@BCCI) March 17, 2023
9⃣1⃣ Balls
7⃣ Fours
1⃣ Six
That was one brilliant knock in the chase from @klrahul 👌 👌 #TeamIndia | #INDvAUS
Watch 🎥 🔽https://t.co/ii33uhbPv1
Of fiery fast bowling spells ⚡️⚡️ in hot Mumbai weather ☀️ to the importance of recovery 👏🏻👏🏻
— BCCI (@BCCI) March 18, 2023
Pacers @mdsirajofficial and @MdShami11 assemble after #TeamIndia’s win in the first #INDvAUS ODI 👌🏻👌🏻 - By @RajalArora
FULL INTERVIEW 🎥🔽 https://t.co/xwNyvD6Uwk pic.twitter.com/35FrdqEhli