શોધખોળ કરો

એશીઝ બાદ ઓસ્ટ્રેલિયાને લાગશે મોટો ઝટકો, આ બે સ્ટાર બેટ્સમેન ક્રિકેટને કહેશે અલવિદા ?

માઈકલ વૉને કહ્યું કે જ્યારે મેચમાં વરસાદ પડે છે અને પત્રકારો કંટાળી જાય છે ત્યારે તમે હંમેશા કેટલાક લોકો સાથે વાત કરવાનું શરૂ કરો છો.

Michael Vaughan on David Warner And Steve Smith: અત્યારે ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડ વચ્ચે એશીઝ ટેસ્ટ સીરીઝ ચાલી રહી છે. 2023 એશીઝ સીરીઝની પાંચમી અને અંતિમ ટેસ્ટ ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આવતીકાલે એટલે કે ગુરુવાર (27 જુલાઈ)થી રમાશે. આ મેચ પહેલા ઈંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન માઈકલ વૉને ઓસ્ટ્રેલિયાના સ્ટીવ સ્મિથ અને ડેવિડ વૉર્નરને લઈને મોટો દાવો કર્યો છે. માઈકલ વૉનનું કહેવું છે કે એવી અફવા છે કે સ્ટીવ સ્મિથ અને ડેવિડ વૉર્નર પાંચમી એશીઝ ટેસ્ટ પછી નિવૃત્તિ લેશે, આ ટેસ્ટ બાદ તેઓ ક્રિકેટને અલવિદા કહી શકે છે. ઉલ્લેખનીય છે કે, ઓસ્ટ્રેલિયા એશીઝ સીરીઝમાં અત્યાર સુધી 2-1થી આગળ છે.

માઈકલ વૉને કહ્યું કે જ્યારે મેચમાં વરસાદ પડે છે અને પત્રકારો કંટાળી જાય છે ત્યારે તમે હંમેશા કેટલાક લોકો સાથે વાત કરવાનું શરૂ કરો છો. અટકળો છે પરંતુ મને ખબર નથી કે આ માહિતી ક્યાંથી મળી છે. જો વોર્નર ઓવલ ટેસ્ટ રમે છે તો તે કદાચ તેની કારકિર્દીની છેલ્લી ટેસ્ટ હશે. સ્મિથ વિશે પણ અફવા છે. ઓવલ ટેસ્ટ સ્મિથની છેલ્લી ટેસ્ટ હશે. વૉને વધુમાં કહ્યું કે માન્ચેસ્ટર ટેસ્ટમાં વરસાદને કારણે આવી બાબતો બની શકે છે, પરંતુ પ્રેસ બૉક્સમાં એવી ચર્ચા હતી કે ઓસ્ટ્રેલિયાના કેટલાક ખેલાડીઓ માટે ઓવલ ટેસ્ટ તેમની કારકિર્દીની છેલ્લી મેચ હશે.

ડેવિડ વૉર્નર બનાવી ચૂક્યો છે રિટાયરમેન્ટનો પ્લાન  - 
ડેવિડ વૉર્નર પહેલાથી જ રિટાયરમેન્ટનો પ્લાન બનાવી ચૂક્યો છે. તે 2024માં ટેસ્ટમાંથી નિવૃત્તિ લેશે. આ એશીઝ સીરીઝમાં વર્નરના પ્રદર્શનની વાત કરીએ તો તેને અત્યાર સુધી માત્ર એક અડધી સદી જ ફટકારી છે. વળી, ત્રણ ઇનિંગ્સમાં તે ડબલ ફિગરને પણ પાર નથી કરી શક્યો.

2023ની એશીઝ સીરીઝમાં સ્ટીવ સ્મિથના પ્રદર્શનની વાત કરીએ તે તેને હમણા સદી ચોક્કસ ફટકારી છે, પરંતુ તે પછી તે શાંત જોવા મળ્યો છે. તે ચાર ઇનિંગ્સમાં 20નો આંકડો પણ પાર કરી શક્યો નથી. સ્મિથ પોતાની 100મી ટેસ્ટમાં પણ કંઈ ખાસ કરી શક્યો નથી. 

Join Our Official Telegram Channel: https://t.me/abpasmitaofficial

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

CSKએ જેના પર સૌથી વધુ રૂપિયા વરસાવ્યા, તેણે IPL 2025માં એન્ટ્રી સાથે જ મુંબઈના છોતરા કાઢી નાંખ્યા

બાંગ્લાદેશ બાદ હવે આ મુસ્લિમ દેશમાં બળવાનો ખતરો! દેશવ્યાપી વિરોધ પ્રદર્શન ચાલુ

CSK vs MI Full Highlights: ચેન્નઈ સુપર કિંગ્સે 4 વિકેટથી જીત મેળવી, રચિન રવિંદ્ર બન્યો હીરો  

એક મેચમાં બન્યા 528 રન, 51 ફોર અને 30 સિક્સ, ઈશાન કિશનની સદીથી SRHએ રાજસ્થાનને 44 રને હરાવ્યું 

ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વિસાવદરનો રાજકીય વનવાસ પૂરો?Hun To Bolish : હું તો બોલીશ : સોશલ મીડિયાની જીવલેણ ગેમBharuch Police: અંકલેશ્વરમાં ટ્રાફિકના નિયમોની ઐસીતૈસી: પોલીસે નિયમોનો ભંગ કરનારની કરી ધરપકડCR Patil | 'જળ સંચયમાં છટકવાની વાત ન કરો': સી આર પાટીલે લીધા સુરતના MLA,MPના ક્લાસ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
CSKએ જેના પર સૌથી વધુ રૂપિયા વરસાવ્યા, તેણે IPL 2025માં એન્ટ્રી સાથે જ મુંબઈના છોતરા કાઢી નાંખ્યા
CSKએ જેના પર સૌથી વધુ રૂપિયા વરસાવ્યા, તેણે IPL 2025માં એન્ટ્રી સાથે જ મુંબઈના છોતરા કાઢી નાંખ્યા
બાંગ્લાદેશ બાદ હવે આ મુસ્લિમ દેશમાં બળવાનો ખતરો! દેશવ્યાપી વિરોધ પ્રદર્શન ચાલુ
બાંગ્લાદેશ બાદ હવે આ મુસ્લિમ દેશમાં બળવાનો ખતરો! દેશવ્યાપી વિરોધ પ્રદર્શન ચાલુ
CSK vs MI Full Highlights: ચેન્નઈ સુપર કિંગ્સે 4 વિકેટથી જીત મેળવી, રચિન રવિંદ્ર બન્યો હીરો  
CSK vs MI Full Highlights: ચેન્નઈ સુપર કિંગ્સે 4 વિકેટથી જીત મેળવી, રચિન રવિંદ્ર બન્યો હીરો  
એક મેચમાં બન્યા 528 રન, 51 ફોર અને 30 સિક્સ, ઈશાન કિશનની સદીથી SRHએ રાજસ્થાનને 44 રને હરાવ્યું 
એક મેચમાં બન્યા 528 રન, 51 ફોર અને 30 સિક્સ, ઈશાન કિશનની સદીથી SRHએ રાજસ્થાનને 44 રને હરાવ્યું 
VIDEO: ધોનીએ માત્ર 0.12 સેકન્ડમાં કર્યું સ્ટમ્પિંગ, સૂર્યકુમારને આ રીતે મોકલ્યો પેવેલિયન 

CSK vs MI Score:  ચેેન્નઈ સુપર કિંગ્સની જીત સાથે શરુઆત, મુંબઈને 4 વિકેટથી હરાવ્યું

SRH vs RR: યશસ્વી જયસ્વાલે પોતાના જ ખેલાડીને માર્યો બોલ, લાઈવ મેચમાં મોટી દુર્ઘટના ટળી

હીરા ઉદ્યોગની મંદીએ લીધો ભોગ! જસદણમાં બેકારીથી કંટાળી રત્નકલાકારે કર્યો આપઘાત, ડેમમાંથી મળ્યો મૃતદેહ

Embed widget