Cricket: ટી20 મેચમાં બેટ્સમેને એકલાએ ઠોકી દીધા 19 છગ્ગા, બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ, ફૉકસ ટ્રૉફી જીતવા પર
Ayush Badoni Record: યુવા બેટ્સમેન આયુષ બદોનીએ દિલ્હી પ્રીમિયર લીગ 2024માં વર્લ્ડ રેકોર્ડ બનાવી દીધો છે. બદોનીએ 55 બોલમાં 165 રનની ઇનિંગ રમી હતી જેમાં 19 છગ્ગા સામેલ છે
Ayush Badoni Record: યુવા બેટ્સમેન આયુષ બદોનીએ દિલ્હી પ્રીમિયર લીગ 2024માં વર્લ્ડ રેકોર્ડ બનાવી દીધો છે. બદોનીએ 55 બોલમાં 165 રનની ઇનિંગ રમી હતી જેમાં 19 છગ્ગા સામેલ છે. કોઈપણ T20 મેચમાં એક ઇનિંગમાં બેટ્સમેન દ્વારા ફટકારવામાં આવેલી આ સૌથી વધુ સિક્સ છે. વર્લ્ડ રેકોર્ડ બનાવ્યા બાદ બદોનીએ કહ્યું કે તેણે આ વિશે ક્યારેય વિચાર્યું નથી. તે માત્ર બોલને સારી રીતે ફટકારવા માંગતો હતો. સાઉથ દિલ્હી સુપરસ્ટાર્સના કેપ્ટન બદોનીએ પણ નોર્થ દિલ્હી સ્ટ્રાઈકર્સ સામેની મેચમાં ઓપનર પ્રિયાંશ આર્ય સાથે રેકોર્ડબ્રેક ભાગીદારી કરી હતી. બદોનીની વિસ્ફોટક ઈનિંગ્સના આધારે તેની ટીમે સેમીફાઈનલમાં પ્રવેશ મેળવી લીધો છે.
આયુષ બદોનીનું માનવું છે કે DPL T20 મેચમાં તેના શાનદાર ટાઈમિંગના કારણે તે 55 બોલમાં 165 રનની રેકોર્ડબ્રેક ઈનિંગ રમવામાં સફળ રહ્યો હતો. આ 24 વર્ષીય જમણા હાથના બેટ્સમેનની વિસ્ફોટક ઇનિંગ્સના આધારે દક્ષિણ દિલ્હી સુપરસ્ટાર્સે શનિવારે રમાયેલી મેચમાં 112 રનથી મોટી જીત નોંધાવી હતી. આ દરમિયાન બદોનીએ પ્રિયાંશ આર્ય (120) સાથે બીજી વિકેટ માટે 286 રનની ભાગીદારી કરીને T20 ક્રિકેટનો નવો રેકોર્ડ બનાવ્યો હતો. IPLમાં લખનઉ સુપરજાયન્ટ્સ તરફથી રમતા બદોનીએ 19 સિક્સ ફટકારી હતી, જે T20 ક્રિકેટમાં એક નવો રેકોર્ડ છે. આ પહેલા T20 મેચની એક ઇનિંગમાં સૌથી વધુ સિક્સર ફટકારવાનો રેકોર્ડ વેસ્ટ ઈન્ડિઝના ક્રિસ ગેલ અને એસ્ટોનિયાના સાહિલ ચૌહાણના નામે હતો. બંને બેટ્સમેનોએ સમાન 18 સિક્સર ફટકારી હતી.
‘હું માત્ર બૉલની ટાઇમિંગ પર ધ્યાન આપુ છું’
આયુષ બદોનીએ જીત બાદ કહ્યું, 'હું માત્ર બોલને સારી રીતે ફટકારવા પર ધ્યાન આપી રહ્યો હતો. મેં ક્યારેય વિચાર્યું ન હતું કે હું એક ઇનિંગમાં 19 સિક્સર ફટકારીશ. હું ફક્ત બોલના ટાઇમિંગ પર ધ્યાન આપું છું. અને બોલને જોરથી મારવાનો પ્રયાસ કરતો નથી..' આ ઇનિંગ પછી, ઘણી ફ્રેન્ચાઇઝી ટીમો IPLની આગામી મેગા હરાજીમાં બદોની માટે બોલી લગાવશે. આ યુવા બેટ્સમેને કહ્યું, 'હું અત્યારે (IPL) મેગા ઓક્શન વિશે વિચારી રહ્યો નથી. એક કેપ્ટન તરીકે મારું ધ્યાન અત્યારે ડીપીએલ જીતવા પર છે.
‘આઇપીએલમાં રમવાથી કામ આસાન થઇ ગયુ’
આયુષ બદોનીએ કહ્યું કે આઈપીએલમાં રમવાથી ડીપીએલમાં મારું કામ સરળ થઈ ગયું. બદોની અનુસાર, 'અમે IPLમાં વર્લ્ડ ક્લાસ બોલરોનો સામનો કરીએ છીએ. અને પછી અહીં આવવું અને રમવું પ્રમાણમાં સરળ બની જાય છે.' બદોનીની કેપ્ટનશીપમાં તેની ટીમ સાઉથ દિલ્હી સુપરસ્ટાર્સ ડીપીએલના અંતિમ 4માં પહોંચી ગઈ છે.
આ પણ વાંચો