ICC ચેમ્પિયન્સ ટ્રૉફી પર મોટું અપડેટ, પાકિસ્તાને ટૂર્નામેન્ટમાં ભારતની હાજરી મામલે શું આપ્યુ નિવેદન, જાણો
PM Modi Decide India Participation ICC Champions Trophy 2025: ICC ચેમ્પિયન્સ ટ્રૉફી 2025 રમવા માટે ભારતીય ક્રિકેટ ટીમ પાકિસ્તાન જશે કે નહીં? સમગ્ર ક્રિકેટ જગતને આ પ્રશ્નનો જવાબ જાણવામાં રસ છે
PM Modi Decide India Participation ICC Champions Trophy 2025: ICC ચેમ્પિયન્સ ટ્રૉફી 2025 રમવા માટે ભારતીય ક્રિકેટ ટીમ પાકિસ્તાન જશે કે નહીં? સમગ્ર ક્રિકેટ જગતને આ પ્રશ્નનો જવાબ જાણવામાં રસ છે. આઈસીસીના નવા અધ્યક્ષ તરીકે જય શાહની નિયુક્તિ બાદ ચેમ્પિયન્સ ટ્રૉફીને લઈને તમામ સમીકરણો બદલાઈ ગયા હોય તેવું લાગી રહ્યું છે. હવે પાકિસ્તાનના દિગ્ગજ ક્રિકેટર બાસિત અલીએ ચેમ્પિયન્સ ટ્રૉફીને લઈને ભારતના વડાપ્રધાનને ખાસ અપીલ કરી છે.
પૂર્વ પાકિસ્તાની ક્રિકેટર બાસિત અલી પોતાના નિવેદનોને કારણે ચર્ચામાં રહે છે. હવે તેણે પોતાની યુટ્યુબ ચેનલ પર કહ્યું કે, "હવે સમગ્ર નિર્ણય ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ખભા પર આવી ગયો છે. જો તે હા કહેશે તો ભારતીય ટીમ ચેમ્પિયન્સ ટ્રૉફી રમવા પાકિસ્તાન આવી શકે છે, આવું નહીં થયું તો નિર્ણય આઇસીસીની પાસે જતો રહેશે, અને પછી જય શાહ માટે નિર્ણય લેવો બહુજ મુશ્કેલ બની જશે.
શું BCCI ને આપ્યુ છે નિવેદન ?
ટીમ ઈન્ડિયા ચેમ્પિયન્સ ટ્રૉફી માટે પાકિસ્તાન જશે કે નહીં તે અંગે હજુ સુધી ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) તરફથી કોઈ સત્તાવાર નિવેદન બહાર આવ્યું નથી. જો કેટલાક અહેવાલોનું માનીએ તો સુરક્ષાના કારણોસર ભારતીય ટીમ ચેમ્પિયન્સ ટ્રૉફીમાં પાકિસ્તાન રમવા નહીં જાય. હાઈબ્રિડ મૉડલની ચર્ચા ઘણા સમયથી ચાલી રહી છે, જેના હેઠળ ભારતની મેચ પાકિસ્તાનને બદલે કોઈ અન્ય દેશમાં યોજવામાં આવી શકે છે. પરંતુ પીસીબીએ પોતાનું વલણ સ્પષ્ટ કર્યું છે કે ટૂર્નામેન્ટ કોઈપણ સંજોગોમાં પાકિસ્તાનમાં યોજવામાં આવશે.
બાસિત અલીએ પાકિસ્તાનને ચેતવ્યું
બાસિત અલીએ હાલમાં જ પીસીબીને આ કારણોસર ચેતવણી આપી હતી કે તેણે પાકિસ્તાનમાં રમવા માટે આવનારી ટીમોની સુરક્ષા વ્યવસ્થાનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. કારણ કે સુરક્ષામાં સહેજ પણ ક્ષતિના કારણે દેશને ચેમ્પિયન્સ ટ્રૉફીની યજમાની ગુમાવવી પડી શકે છે. તેમનું નિવેદન ત્યારે આવ્યું જ્યારે બલૂચિસ્તાન અને પેશાવરમાં કેટલાક સૈનિકો માર્યા ગયા હતા.
આ પણ વાંચો
આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ક્યારે થઇ LBWની શરૂઆત, કોણ હતો આ રીતે આઉટ થનારો પહેલો બેટ્સમેન