શોધખોળ કરો
Advertisement
ક્વૉરન્ટાઇન અને બાયૉ બબલથી કંટાળીને ડેવિડ વોર્નરે કઇ મોટી ટી20 ક્રિકેટ લીગમાં રમવાની ના પાડી દીધી, જાણો વિગતે
બિગ બેશ લીગની શરૂઆતમાં ડેવિડ વોર્નર સૌથી મોટો ખેલાડી બનીને બહાર આવ્યો હતો, પરંતુ પોતાની ઇન્ટરનેશનલ કેરિયર શરૂ થતા જ ડેવિડ વોર્નર છેલ્લા સાત વર્ષથી બીબીએલમાં ભાગ નથી લીધો. ડેવિડ વોર્નરનુ કહેવુ છે કે ઓસ્ટ્રેલિયન ટીમ માટે રમતા બિગ બેશ લીગમાં ભાગ લેવો તેના માટે સંભવ નથી
નવી દિલ્હીઃ કોરોના વાયરસ મહામારીના કેર વચ્ચે ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ ખેલાડી ડેવિડ વોર્નરે મોટો ફેંસલો કર્યો છે. ડેવિડ વોર્નરે સ્પષ્ટ કર્યુ છે કે તે આંતરરાષ્ટ્રીય કેરિયર દરમિયાન ઓસ્ટ્રેલિયા બિગ બેશ લીગમાં ભાગ નહીં લે. સાથે ડેવિડ વોર્નરનુ કહેવુ છે કે કોઇપણ ખેલાડી માટે 12 મહિના સુધી ક્વૉરન્ટાઇન અને બાયૉ બબલમાં રહેવુ મુશ્કેલ છે. ઉલ્લેખનીય છે કે ડેવિડ વોર્નર બાયૉ બબલ અને ક્વૉરન્ટાઇનથી કંટાળી ગયો હતો.
બિગ બેશ લીગની શરૂઆતમાં ડેવિડ વોર્નર સૌથી મોટો ખેલાડી બનીને બહાર આવ્યો હતો, પરંતુ પોતાની ઇન્ટરનેશનલ કેરિયર શરૂ થતા જ ડેવિડ વોર્નર છેલ્લા સાત વર્ષથી બીબીએલમાં ભાગ નથી લીધો. ડેવિડ વોર્નરનુ કહેવુ છે કે ઓસ્ટ્રેલિયન ટીમ માટે રમતા બિગ બેશ લીગમાં ભાગ લેવો તેના માટે સંભવ નથી.
ઓસ્ટ્રેલિયાના સ્ટાર ફાસ્ટ બૉલર મિશેલ સ્ટાર્કે તાજેતરમાંજ બાયૉ બબલને લઇને સવાલો ઉઠાવ્યા હતા. ડેવિડ વોર્નર પણ હવે તે ખેલાડીઓમાં સામેલ થઇ ગયો છે જે લાંબા સમયથી બાયૉ બબલને લાગુ કરવાના પક્ષમાં નથી. વોર્નરે કહ્યું કે બાયૉ બબલમાં રહેવુ સૌથી મુશ્કેલ અને ચેલેન્જ વાળુ કામ છે.
પ્રતિકાત્મક તસવીર
ડેવિડ વોર્નરે આગળ કહ્યું તમે જે રીતની સ્થિતિમાં નથી રહી શકતા, જ્યાં તમને તમારા ઘરમાં 14 દિવસ ક્વૉરન્ટાઇન રહેવુ પડે, આ રીતે 12 મહિના કાઢવા ખુબ મુશ્કેલ હોય છે. તમે પરિવાર સાથે આવીને સમય વિતાવવા માંગો છો, પરંતુ તમને 14 દિવસ ક્વૉરન્ટાઇન રહેવુ પડેશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
ગુજરાત
બિઝનેસ
Advertisement