CSK vs KKR: ચેપોકમાં ચેન્નાઈએ કોલકાતાને 7 વિકેટે હરાવ્યું
CSK vs KKR IPL 2024 Score Live: અહીં તમને ચેન્નાઈ સુપર કિંગ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચેની મેચનો લાઈવ સ્કોર અને આ મેચ સંબંધિત તમામ અપડેટ્સ મળશે.
LIVE
Background
CSK vs KKR IPL 2024 Score Live: MA ચિદમ્બરમ સ્ટેડિયમમાં IPL 2024 ની 22મી મેચમાં આજે (8 એપ્રિલ, સોમવાર) ચેન્નાઈ સુપર કિંગ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સની ટીમો આમને સામને ટકરાશે. આ મેચ દ્વારા ચેન્નાઈની ટીમ જીતની સંખ્યા વધારવા માંગે છે, જ્યારે કેકેઆર તેની જીતનો સિલસિલો ચાલુ રાખવા માંગે છે. KKRએ અત્યાર સુધી ત્રણ મેચ રમી છે, જેમાં તેણે ત્રણેયમાં જીત મેળવી છે.
ચેન્નાઈએ આ સિઝનમાં 4 મેચ રમી છે, જેમાં તેણે 2 જીતી છે અને 2 હારી છે. આવી સ્થિતિમાં બંને ટીમો આજે જીતના ઈરાદા સાથે મેદાનમાં ઉતરશે. બંને ટીમો મેચ માટે સંપૂર્ણ પ્લેઈંગ ઈલેવન પસંદ કરવા ઈચ્છે છે. તો ચાલો જાણીએ કે આ મેચ માટે ચેન્નાઈ અને કોલકાતાની પ્લેઈંગ ઈલેવન શું હોઈ શકે છે, મેચની આગાહી અને ચેપોક તરીકે પ્રખ્યાત એમએ ચિદમ્બરમ સ્ટેડિયમની પીચ રિપોર્ટ કેવો છે.
પીચ રિપોર્ટ
વાસ્તવમાં, ચેન્નાઈનું ચેપોક સ્ટેડિયમ સ્પિનરોને મદદ કરવા માટે જાણીતું છે, પરંતુ આ સિઝનમાં અહીં પિચનું એક અલગ જ રૂપ જોવા મળ્યું છે. હવે અહીં રમાયેલી બંને મેચમાં ઝડપી બોલરોને મદદ મળી છે, જ્યારે સ્પિનરો સંઘર્ષ કરતા જોવા મળ્યા છે.
ટી-20 ક્રિકેટના દૃષ્ટિકોણથી અહીંની પીચ સંતુલિત છે, પરંતુ છેલ્લી બંને મેચમાં બેટ્સમેનોનો દબદબો જોવા મળ્યો છે. ચેન્નાઈએ અહીં બંને મેચમાં મોટો સ્કોર કર્યો હતો. બેંગલુરુ સામે રમાયેલી મેચમાં ચેન્નાઈએ સરળતાથી 173 રનનો પીછો કર્યો હતો. આ પછી, CSKએ ગુજરાત સામે પ્રથમ બેટિંગ કરી અને બોર્ડ પર 206 રન બનાવ્યા હતા.
A 🔝 battle between two 🔝 notch teams coming up 🔜
— IndianPremierLeague (@IPL) April 8, 2024
Chennai Super Kings 💛🆚 Kolkata Knight Riders 💜
⏰ 7:30 PM IST
💻 https://t.co/4n69KTSZN3
📱 Official IPL App#TATAIPL | #CSKvKKR pic.twitter.com/AVZhFXtsxM
ચેપોકમાં ચેન્નાઈએ કોલકાતાને 7 વિકેટે હરાવ્યું
CSK vs KKR Full Highlights: IPL 2024ની 22મી મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સે કોલકાતા નાઈટ રાઈડર્સને 7 વિકેટે હરાવ્યું હતું. ચેપોકમાં રમાયેલી આ મેચમાં કેકેઆરની ટીમ પહેલા રમતા 137 રન જ બનાવી શકી હતી. જવાબમાં ચેન્નાઈએ 17.4 ઓવરમાં માત્ર ત્રણ વિકેટ ગુમાવીને આસાનીથી લક્ષ્યનો પીછો કરી લીધો હતો. ચેન્નાઈ માટે, પ્રથમ રવિન્દ્ર જાડેજા અને તુષારદેશ પાંડેએ ત્રણ-ત્રણ વિકેટ લઈને બોલ સાથે કહેર વર્તાવ્યો અને ત્યારબાદ કેપ્ટન ઋતુરાજ ગાયકવાડે બેટિંગમાં કમાલ કરી હતી. ગાયકવાડે 58 બોલમાં અણનમ 67 રનની મેચ વિનિંગ ઇનિંગ રમી હતી. જ્યારે શિવમ દુબેએ 18 બોલમાં 28 રન બનાવ્યા હતા. આ સિઝનમાં ચેન્નાઈની આ ત્રીજી જીત છે, જ્યારે કેકેઆરની પહેલી હાર છે.
Match 22. Chennai Super Kings Won by 7 Wicket(s) https://t.co/5lVdJVscV0 #TATAIPL #IPL2024 #CSKvKKR
— IndianPremierLeague (@IPL) April 8, 2024
ચેન્નાઈનો સ્કોર 128-2
16 ઓવર પછી ચેન્નાઈ સુપર કિંગ્સનો સ્કોર 2 વિકેટે 128 રન છે. હવે ચેન્નાઈને જીતવા માટે 24 બોલમાં માત્ર 10 રન બનાવવાના છે. રૂતુરાજ ગાયકવાડ 55 બોલમાં 61 રન બનાવીને રમી રહ્યો છે. જ્યારે શિવમ દુબે 14 બોલમાં 22 રન બનાવીને રમતમાં છે.
ચેન્નાઈનો સ્કોર 100ને પાર
14 ઓવર પછી ચેન્નાઈ સુપર કિંગ્સનો સ્કોર 2 વિકેટે 109 રન છે. હવે ચેન્નાઈને જીતવા માટે 36 બોલમાં માત્ર 29 રન બનાવવાના છે. રૂતુરાજ ગાયકવાડ 52 બોલમાં 58 રન બનાવીને રમી રહ્યો છે. તેણે અત્યાર સુધીમાં 8 ચોગ્ગા ફટકાર્યા છે. શિવમ દુબે પણ પાંચ બોલમાં છ રન પર છે.
વરુણ ચક્રવર્તીએ એક રનની ઓવર ફેંકી
વરુણ ચક્રવર્તીએ આઠમી ઓવરમાં માત્ર એક રન આપ્યો હતો. 8 ઓવર પછી ચેન્નાઈ સુપર કિંગ્સનો સ્કોર એક વિકેટે 67 રન છે. કેપ્ટન ગાયકવાડ 30 બોલમાં 34 રન બનાવીને રમતમાં છે. તેણે 6 ચોગ્ગા ફટકાર્યા છે. તેની સાથે ડેરીલ મિશેલ 10 બોલમાં 16 રન બનાવીને રમતમાં છે. તેણે એક ફોર અને એક સિક્સ ફટકારી છે.
ચેન્નાઈની પહેલી વિકેટ પડી
ચેન્નાઈ સુપર કિંગ્સે ચોથી ઓવરના બીજા બોલ પર પ્રથમ વિકેટ ગુમાવી હતી. રચિન રવિન્દ્ર 8 બોલમાં 15 રન બનાવીને આઉટ થયો હતો. હવે ડેરીલ મિશેલ આવ્યો છે. 4 ઓવર પછી ચેન્નાઈનો સ્કોર એક વિકેટે 29 રન છે.