CSK vs MI Live: ચેન્નઈ સુપર કિંગ્સે મુંબઈને 6 વિકેટથી હરાવ્યું
ઈન્ડિયન પ્રીમિયર લીગ સીઝન 16માં શનિવારે ડબલ મેચો રમાવાની છે. પ્રથમ મેચમાં મુંબઈ ઈન્ડિયન્સનો મુકાબલો ચેન્નાઈ સુપર કિંગ્સ સામે થશે.
LIVE
Background
ઈન્ડિયન પ્રીમિયર લીગ સીઝન 16માં શનિવારે ડબલ મેચો રમાવાની છે. પ્રથમ મેચમાં મુંબઈ ઈન્ડિયન્સનો મુકાબલો ચેન્નાઈ સુપર કિંગ્સ સામે થશે. ચેન્નઈ સુપર કિંગ્સની ટીમે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો છે. પ્લેઓફની રેસને જોતા તમામની નજર આ મેચ પર છે. બંને ટીમો પાસે આજની મેચ જીતીને પોઈન્ટ ટેબલમાં બીજા સ્થાને પહોંચવાની તક છે. જો કે ચેપોકમાં ધોનીની ટીમ સાથે સ્પર્ધા કરવી કોઈના માટે આસાન નથી. પરંતુ મુંબઈ સામે ચેપોકમાં ચેન્નાઈનો રેકોર્ડ ખરાબ છે.
પોઈન્ટ ટેબલની વર્તમાન સ્થિતિ વિશે વાત કરીએ તો CSK 11 પોઈન્ટ સાથે ત્રીજા સ્થાને છે. મુંબઈ ઈન્ડિયન્સ 10 પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં છઠ્ઠા સ્થાને છે. આજે જે પણ ટીમ જીતશે તે ટેબલમાં ગુજરાત ટાઇટન્સ પછી બીજા સ્થાને પહોંચી જશે. જો CSK જીતે તો તેના 13 પોઈન્ટ હશે અને જો મુંબઈ જીતે તો તેના 12 પોઈન્ટ હશે. એટલું જ નહીં, આજની મેચ જીતવાની સ્થિતિમાં આ ટીમો માટે પ્લેઓફમાં પહોંચવું પણ આસાન બની જશે.
ચેન્નાઈ સુપર કિંગ્સ 2010 થી ચેપોક ખાતે મુંબઈ ઈન્ડિયન્સ સામે જીતી નથી. આ મેદાન પર બંને ટીમો વચ્ચે રમાયેલી છેલ્લી પાંચ મેચોમાં મુંબઈ ઈન્ડિયન્સની ટીમ CSKને હરાવવામાં સફળ રહી છે. જોકે આ વખતે મુંબઈ ઈન્ડિયન્સના બદલે ચેન્નાઈ સુપર કિંગ્સની સ્પિન બોલિંગ વધુ મજબૂત દેખાઈ રહી છે. ચેન્નાઈને પણ મેચ પહેલા મોટી રાહત મળી છે.
ચેન્નાઈ સુપર કિંગ્સે મુંબઈ ઈન્ડિયન્સને છ વિકેટે હરાવ્યું
ચેન્નાઈ સુપર કિંગ્સે મુંબઈ ઈન્ડિયન્સને છ વિકેટે હરાવ્યું છે. મુંબઈએ પ્રથમ બેટિંગ કરતા 139 રન બનાવ્યા હતા. જવાબમાં ચેન્નાઈએ 17.4 ઓવરમાં 140 રન બનાવીને મેચ જીતી લીધી હતી. આ જીત સાથે ચેન્નાઈની ટીમ પોઈન્ટ ટેબલમાં બીજા સ્થાને પહોંચી ગઈ છે. ચેન્નાઈએ તેની 11માંથી છ મેચ જીતી છે અને એક મેચ ડ્રો રહી છે. મુંબઈ 10 મેચમાં પાંચ જીત અને પાંચ હાર સાથે છઠ્ઠા સ્થાને છે.
ચેન્નાઈની ત્રીજી વિકેટ પડી
ચેન્નાઈ સુપર કિંગ્સની ત્રીજી વિકેટ 105 રનના સ્કોર પર પડી છે. અંબાતી રાયડુ 11 બોલમાં 12 રન બનાવીને આઉટ થયો છે. તેણે પોતાની ઇનિંગમાં સિક્સર ફટકારી હતી.
ચેન્નાઈ સુપર કિંગ્સને 140 રનનો ટાર્ગેટ
પ્રથમ બેટિંગ કરતા મુંબઈ ઈન્ડિયન્સે ચેન્નાઈ સુપર કિંગ્સ સામે 140 રનનો ટાર્ગેટ આપ્યો છે. નિર્ધારિત 20 ઓવરમાં મુંબઈની ટીમ આઠ વિકેટ ગુમાવીને 139 રન જ બનાવી શકી હતી. મુંબઈ તરફથી નેહલ વઘેરાએ સૌથી વધુ 64 રન બનાવ્યા હતા. સૂર્યકુમારે 26 રન બનાવ્યા હતા. ચેન્નાઈ માટે મતિશા પથિરાનાએ સૌથી વધુ ત્રણ વિકેટ લીધી હતી. દીપક ચહર અને તુષાર દેશપાંડેને બે-બે વિકેટ મળી હતી. રવિન્દ્ર જાડેજાએ એક વિકેટ લીધી હતી.
મુંબઈની ચોથી વિકેટ પડી
મુંબઈ ઈન્ડિયન્સની ચોથી વિકેટ 69 રનના સ્કોર પર પડી હતી. સૂર્યકુમાર યાદવ 22 બોલમાં 26 રન બનાવીને આઉટ થયો છે. રવિન્દ્ર જાડેજાએ તેને ક્લીન બોલ્ડ કર્યો હતો.
મુંબઈની ત્રીજી વિકેટ પડી
પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી મુંબઈ ઈન્ડિયન્સની ખરાબ શરુઆત થઈ છે. ટીમના ત્રણ મહત્વના બેટ્સમેન 14 રનના સ્કોર પર આઉટ થઈ ગયા છે. દીપક ચહરે મુંબઈના કેપ્ટન રોહિત શર્માને રવિન્દ્ર જાડેજાના હાથે કેચ કરાવ્યો હતો. રોહિતે ત્રણ બોલનો સામનો કર્યો, પરંતુ ખાતું પણ ખોલાવી શક્યો નહીં.