DC vs GG Live Score: દિલ્હી કેપિટલ્સે ગુજરાત જાયન્ટ્સને 10 વિકેટથી હરાવ્યું, શેફાલી વર્માએ 28 બોલમાં ફટકાર્યા 76 રન
ગુજરાત જાયન્ટ્સે દિલ્હી કેપિટલ્સ સામે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે
LIVE
Background
ગુજરાત જાયન્ટ્સે દિલ્હી કેપિટલ્સ સામે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે. ગુજરાતના કેપ્ટન સ્નેહ રાણાએ જણાવ્યું હતું કે ટીમમાં બે ફેરફાર કરવામાં આવ્યા છે. Laura Wolvaardt અને જ્યોર્જિયાને ટીમમાં સામેલ કરવામાં આવી છે. જ્યારે દિલ્હી કેપિટલ્સે એક ફેરફાર કર્યો છે. એલિસ કેપ્સીની જગ્યાએ Laura Harrisને પ્લેઇંગ ઇલેવનમાં સામેલ કરવામાં આવી છે.
દિલ્હી કેપિટલ્સનો ભવ્ય વિજય
વુમન્સ ક્રિકેટ લીગ 2023 ની નવમી મેચ નવી મુંબઈના DY પાટિલ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે ગુજરાત જાયન્ટ્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે રમાઈ હતી. આ મેચમાં ગુજરાતની ટીમે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. દિલ્હીની બોલિંગ સામે ગુજરાતના એક પણ બેટ્સમેન મોટી ઇનિંગ રમી શક્યા નહીં. આ ટીમે 20 ઓવરમાં 9 વિકેટે 105 રન બનાવ્યા હતા. દિલ્હી તરફથી કૈપે પાંચ વિકેટ ઝડપી હતી.
દિલ્હી પાસે જીતવા માટે 106 રનનો આસાન ટાર્ગેટ હતો, જેને શેફાલી વર્મા અને મેગ લેનિંગે બેટિંગ કરતા આરામથી હાંસલ કર્યો હતો અને ગુજરાતને 10 વિકેટથી હરાવ્યું હતું. દિલ્હીએ 7.1 ઓવરમાં વિના વિકેટે 107 રન બનાવીને મેચ જીતી લીધી હતી. શેફાલી વર્માએ 28 બોલમાં 5 છગ્ગા અને 10 ચોગ્ગાની મદદથી અણનમ 76 રન બનાવ્યા હતા જ્યારે લેનિંગે અણનમ 21 રન બનાવ્યા હતા.
પાવરપ્લેમાં ગુજરાતે પાંચ વિકેટે 31 રન બનાવ્યા
ગુજરાત જાયન્ટ્સની ઇનિંગ્સનો પાવરપ્લે પૂરો થઈ ગયો છે. તેણે છ ઓવરમાં પાંચ વિકેટ ગુમાવીને 31 રન બનાવ્યા છે. જ્યોર્જિયા વેરહેમ ત્રણ અને સુષ્મા વર્મા બે રન બનાવીને અણનમ છે. મારિજન કેૈપે ત્રણ ઓવરમાં ચાર વિકેટ ઝડપી હતી. તેણે હરલીન દેઓલને પોતાનો ચોથો શિકાર બનાવી હતી. હરલીન 14 બોલમાં 20 રન બનાવીને આઉટ થઈ હતી.
ગુજરાતે ગુમાવી ચોથી વિકેટ
શિખા પાંડેએ ગુજરાત જાયન્ટ્સને ચોથો ઝટકો આપ્યો હતો. તેણે ચોથી ઓવરના ત્રીજા બોલ પર દયાલન હેમલતાને આઉટ કરી હતી. હેમલતાએ પાંચ બોલમાં ચોગ્ગાની મદદથી પાંચ રન બનાવ્યા હતા.
દિલ્હીને પ્રથમ ઓવરમાં જ સફળતા મળી હતી
દિલ્હી કેપિટલ્સને પહેલી જ ઓવરમાં મોટી સફળતા મળી હતી. મેઘનાને બીજા બોલ પર મરિજાન કૈપે ક્લીન બોલ્ડ કરી હતી. મેઘના ખાતું પણ ખોલાવી શકી ન હતી.