(Source: ECI/ABP News/ABP Majha)
Deepak Chahar ની પત્ની સાથે લાખોની છેતરપિંડી, જાનથી મારી નાખવાની ધમકી, જાણો વધુ વિગતો
ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડી દીપક ચહરની પત્ની જયા ભારદ્વાજ સાથે છેતરપિંડીનો મામલો સામે આવ્યો છે. જયા સાથે રૂ.10 લાખની છેતરપિંડી કરવામાં આવી છે.
Deepak Chahar Jaya Bhardwaj: ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડી દીપક ચહરની પત્ની જયા ભારદ્વાજ સાથે છેતરપિંડીનો મામલો સામે આવ્યો છે. જયા સાથે રૂ.10 લાખની છેતરપિંડી કરવામાં આવી છે. હૈદરાબાદ ક્રિકેટ એસોસિએશનના પૂર્વ મેનેજર અને તેમના પુત્ર પર જયાને છેતરવાનો આરોપ છે. દીપકના પિતાની ફરિયાદ પર પણ કેસ નોંધવામાં આવ્યો છે. રિપોર્ટ અનુસાર, જયાએ એક બિઝનેસના સંબંધમાં 10 લાખ રૂપિયા આપ્યા હતા. પરંતુ પાછા માંગવા પર તેને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી છે. દીપકના પિતાએ આગ્રામાં આ મામલે FIR નોંધાવી છે. હૈદરાબાદ ક્રિકેટ એસોસિએશનના ભૂતપૂર્વ અધિકારી અને તેમના પુત્ર પર જયાને ધમકી આપવાનો આરોપ છે. દીપકના પિતાએ આરોપ લગાવ્યો છે કે જ્યારે તેમની પુત્રવધૂએ તેમના પૈસા પાછા માગ્યા ત્યારે તેમને જાનથી મારી નાખવાની ધમકીઓ મળી હતી.
ક્રિકેટર ચહરની પત્ની જયાએ આ લોકોને બિઝનેસ શરૂ કરવા માટે 10 લાખ રૂપિયા આપ્યા હતા. પોલીસને માહિતી આપતાં દીપકના પિતા લોકેન્દ્ર ચહરે જણાવ્યું હતું કે તેની પુત્રવધૂ જયાએ પરીખ સ્પોર્ટ્સ એન્ડ શોપના માલિક ધ્રુવ પરીખ અને તેના પિતા કમલેશ પરીખ સાથે ભાગીદારી કરી હતી. બંનેને 7 ઓક્ટોબર 2022ના રોજ 10 લાખ રૂપિયા ઓનલાઈન આપવામાં આવ્યા હતા. પરંતુ પૈસા મળ્યા બાદ બંનેનો ઈરાદો બગડી ગયો હતો અને પછી પૈસા પરત કર્યા ન હતા.
દીપકના પિતાએ જણાવ્યું કે જ્યારે જયાએ પૈસાની માંગણી કરી ત્યારે કમલેશ અને તેના પુત્રએ ઉંચી પહોંચ હોવાનો રુઆબ બતાવ્યો અને જયાને ધમકી આપી અને જયાને મારપીટ પણ કરી. કમલેશ એચસીએમાં ટીમોના મેનેજર રહી ચૂક્યા છે જ્યારે તેમના પુત્રની એમજી રોડ પર પરીખ સ્પોર્ટ્સ નામની દુકાન છે. પોલીસે આ મામલે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. પોલીસ પેઢીના માલિકોની માહિતી એકઠી કરી રહી છે.
View this post on Instagram
IPL માં પ્રપોઝ કર્યું હતું
જયા અને દીપકની લવ સ્ટોરી ત્યારે ચર્ચામાં આવી જ્યારે ભારતીય ક્રિકેટરે IPL 2021 દરમિયાન એક મેચ પછી સ્ટેન્ડમાં એક ઘૂંટણ પર બેસી જયાને પ્રપોઝ કર્યું. દીપક આઈપીએલમાં ચેન્નાઈ સુપર કિંગ્સ તરફથી રમે છે. બંનેએ ગયા વર્ષે જૂનમાં લગ્ન કર્યા હતા. જયા દિલ્હીની રહેવાસી છે. દીપક ઈજાના કારણે લાંબા સમયથી ટીમની બહાર હતો. આ કારણે તે ગયા વર્ષે ઓસ્ટ્રેલિયામાં રમાયેલા ટી20 વર્લ્ડ કપમાં રમી શક્યો નહોતો. આ ઈજાને કારણે તે IPL-2022માંથી બહાર થઈ ગયો હતો.