(Source: ECI/ABP News/ABP Majha)
WPL 2023: યૂપી વોરિયર્સ સામે પ્રથમ બોલિંગ કરશે દિલ્હી કેપિટલ્સ, જુઓ બંને ટીમોની પ્લેઈંગ ઈલેવન
આજની બીજી મેચમાં દિલ્હી કેપિટલ્સ સામે યુપી વોરિયર્સનો સામનો છે. આ મેચમાં દિલ્હી કેપિટલ્સની કેપ્ટન મેગ લેનિંગે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે.
DCW vs UPW Playing XI: આજની બીજી મેચમાં દિલ્હી કેપિટલ્સ સામે યુપી વોરિયર્સનો સામનો છે. આ મેચમાં દિલ્હી કેપિટલ્સની કેપ્ટન મેગ લેનિંગે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. દિલ્હી કેપિટલ્સ સિવાય મુંબઈ ઈન્ડિયન્સ અને યુપી વોરિયર્સની ટીમ પ્લેઓફ માટે ક્વોલિફાય થઈ ગઈ છે. જો કે જો દિલ્હી કેપિટલ્સ આ મેચમાં યુપી વોરિયર્સને હરાવવામાં સફળ થાય છે, તો તે પોઈન્ટ ટેબલમાં ટોચ પર રહેશે.
શું દિલ્હી પોઈન્ટ ટેબલમાં ટોચ પર રહેશે ?
ખરેખર, જે ટીમ મહિલા પ્રીમિયર લીગ પોઈન્ટ ટેબલમાં ટોચ પર રહેશે તે સીધી ફાઈનલ માટે ક્વોલિફાય થશે. દિલ્હી કેપિટલ્સ અને યુપી વોરિયર્સની ટીમ આ સિઝનની છેલ્લી લીગ મેચ રમી રહી છે. પોઈન્ટ ટેબલ પર નજર કરીએ તો મુંબઈ ઈન્ડિયન્સની ટીમ ટોપ પર છે. હરમનપ્રીત કૌરની આગેવાની હેઠળની મુંબઈ ઈન્ડિયન્સના 12 પોઈન્ટ છે, પરંતુ તેણે તેની તમામ મેચ રમી છે. તે જ સમયે દિલ્હી કેપિટલ્સના 10 પોઈન્ટ છે. મેગ લેનિંગની ટીમ તેની છેલ્લી લીગ મેચ યુપી વોરિયર્સ સામે રમી રહી છે. દિલ્હી કેપિટલ્સ ટીમ આ મેચ જીતીને પોઈન્ટ ટેબલમાં ટોચ પર રહેવા ઈચ્છે છે. આ સાથે જ આજની પ્રથમ મેચમાં મુંબઈ ઈન્ડિયન્સે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને 4 વિકેટે હરાવ્યું હતું.
દિલ્હી કેપિટલ્સની પ્લેઈંગ ઈલેવન-
મેગ લેનિંગ (C), શેફાલી વર્મા, એલિસ કેપ્સી, જેમિમાહ રોડ્રિગ્સ, મેરિજન કેપ, તાન્યા ભાટિયા (WK), જેસ જોનાસન, રાધા યાદવ, અરુંધતી રેડ્ડી, શિખા પાંડે, પૂનમ યાદવ
યુપી વોરિયર્સની પ્લેઈંગ ઈલેવન-
શ્વેતા સેહરાવત, એલિસા હીલી (c/wk), કિરણ નવગીરે, તાહલિયા મેકગ્રા, દીપ્તિ શર્મા, સોફી એક્લેસ્ટોન, સિમરન શેખ, પાર્શ્વી ચોપરા, અંજલિ સરવાણી, સોપ્પાઘંડી યશશ્રી અને શબનીમ ઈસ્માઈલ
મુંબઈ ઈન્ડિયન્સે RCBને 4 વિકેટથી મ્હાત આપી
મહિલા પ્રીમિયર લીગ (WPL) ની 19મી લીગ મેચ રોયલ ચેલેન્જર્સ મહિલા ટીમ અને મુંબઈ ઈન્ડિયન્સ મહિલા ટીમ વચ્ચે રમાઈ હતી. આ મેચમાં મુંબઈની ટીમને 126 રનનો આસાન ટાર્ગેટ મળ્યો હતો, જેને તેણે 16.3 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને હાંસલ કરી લીધો હતો અને ફરી એકવાર પોઈન્ટ ટેબલ પર પ્રથમ સ્થાન મેળવી લીધું હતું. આ મેચમાં મુંબઈ ઈન્ડિયન્સની મહિલા ટીમ તરફથી અમેલિયા કેરનું બોલિંગ અને બેટિંગ બંનેમાં શાનદાર પ્રદર્શન જોવા મળ્યું હતું.
126 રનના ટાર્ગેટનો પીછો કરતા મુંબઈ ઈન્ડિયન્સની મહિલા ટીમે ધમાકેદાર શરૂઆત કરી હતી. જેમાં હેલી મેથ્યુસ અને યાસ્તિકા ભાટિયાએ પ્રથમ વિકેટ માટે 53 રનની ભાગીદારી કરીને મેચને સંપૂર્ણપણે એકતરફી કરી દીધી. પરંતુ આ પછી મુંબઈ ઈન્ડિયન્સે 73ના સ્કોર સુધી પોતાની 4 વિકેટ ગુમાવી દીધી હતી.
અહીંથી અમેલિયા કેરે પૂજા વસ્ત્રાકર સાથે મળીને 5મી વિકેટ માટે 47 રનની મેચ વિનિંગ ભાગીદારી કરીને ટીમને આ મેચમાં આસાન જીત અપાવી હતી. અમેલિયાએ 31 રનની ઇનિંગ રમી હતી. જ્યારે પૂજાએ 19 રન બનાવ્યા હતા. RCB મહિલા ટીમ માટે આ મેચમાં કનિકા આહુજાએ 2 જ્યારે મેગન શુટ, શ્રેયંકા પાટીલ, એલિસ પેરી, આશા શોબાનાએ 1-1 વિકેટ લીધી હતી.