શોધખોળ કરો
દિલ્હી કેપિટલ્સના ખેલાડીઓએ મુંબઇ સામેની મેચમાં હાથ પર કેમ બાંધી હતી કાળી પટ્ટી, જાણો કારણ
ઉલ્લેખનીય છે કે દિલ્હીનો સફર હજુ પુરો નથી થયો, બીજી ક્વૉલિફાયરમાં જીતનારી ટીમ સાથે ફરી એકવાર દિલ્હી કેપિટલ્સની ટક્કર થશે, અને તેમાં જીતશે તો ફાઇનલ પહોંચી શકે છે
![દિલ્હી કેપિટલ્સના ખેલાડીઓએ મુંબઇ સામેની મેચમાં હાથ પર કેમ બાંધી હતી કાળી પટ્ટી, જાણો કારણ delhi capitals players wear black armband for tribute to mohit sharma father દિલ્હી કેપિટલ્સના ખેલાડીઓએ મુંબઇ સામેની મેચમાં હાથ પર કેમ બાંધી હતી કાળી પટ્ટી, જાણો કારણ](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/11/06194115/Match-101.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
ફાઇલ તસવીર
નવી દિલ્હીઃ આઇપીએલની 13મી સિઝનની પહેલી ક્વૉલિફાયર મેચ દિલ્હી અને મુંબઇ વચ્ચે રમાઇ ગઇ, અને દિલ્હીને હરાવીને મુંબઇ ઇન્ડિયન્સે ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે. પરંતુ ગુરુવારે રમાયેલી પ્રથમ ક્વૉલિફાઇર મેચમાં એક ખાસ ઘટના જોવા મળી, દિલ્હી કેપિટલ્સના ખેલાડીઓ હાથ પર કાળી પટ્ટી પહેરીને મેદાનમાં ઉતર્યા હતા.
મીડિયા રિપોર્ટ પ્રમાણે ખરેખરમાં આવુ કરવા પાછળનુ કારણ મોહિત શર્માના પિતાને શ્રદ્ધાંજલિ આપવાનુ હતુ. દિલ્હીની ટીમના ફાસ્ટ બૉલર મોહિત શર્માના પિતા મહિપાલ શર્માનુ નિધન થઇ ગયુ છે, અને મોહિત શર્મા યુએઇ છોડીને ભારત પરત ફર્યો છે. દિલ્હીની ટીમે મહિપાલ શર્માને શ્રદ્ધાંજલિ આપવા હાથમાં કાળી પટ્ટી બાંધી હતી.
દિલ્હીના ફાસ્ટ બૉલર મોહિત શર્માએ આ આઇપીએલમાં માત્ર એક મેચ જ રમી છે, તેને 20 સપ્ટેમ્બરે દિલ્હીએ કિંગ્સ ઇલેવન પંજાબ વિરુદ્ધ પોતાની પહેલી મેચ રમાડી હતી. આ મેચમાં શર્માએ એક વિકેટ ઝડપી હતી, દિલ્હીની ટીમે આ મેચમાં પંજાબની ટીમને સુપર ઓવરમાં હરાવી હતી.
ઉલ્લેખનીય છે કે દિલ્હીનો સફર હજુ પુરો નથી થયો, બીજી ક્વૉલિફાયરમાં જીતનારી ટીમ સાથે ફરી એકવાર દિલ્હી કેપિટલ્સની ટક્કર થશે, અને તેમાં જીતશે તો ફાઇનલ પહોંચી શકે છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ગુજરાત
દેશ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)