શોધખોળ કરો
Advertisement
ધોનીએ પ્રેક્ટિસ કરતી વખતે ફટકાર્યો એવો છગ્ગો કે બૉલ જ ખોવાઇ ગયો, જુઓ વીડિયો
ધોનીની ટીમના ખેલાડી મુરલી વિજયને આ છગ્ગા વિશે પુછવામાં આવ્યુ તો તેને કહ્યું- આ પાવરફૂલ શૉટ હતો, આ શાનદાર ટાઇમિંગ રહી છે. બેટની સ્પીડ અને સ્વિંગ બન્ને એકદમ બેસ્ટ છે
નવી દિલ્હીઃ ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન અને સીએસકેના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની હાલ યુએઇમાં છે, અને આઇપીએલની 13મી સિઝન માટે પ્રેક્ટિસ કરી રહ્યો છે. તાજેતરમાં એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જેમાં ધોનીની ગગનચુંબી સિક્સર ફટકારતો દેખાઇ રહ્યો છે. આ વીડિયો સીએસકેના પ્રેક્ટિસ સેશનનો છે.
ચેન્નાઇ સુપર કિંગ્સે ધોનીના પ્રેક્ટિસ સેશનનો એક બેસ્ટ વીડિયો શેર કર્યો છે, ધોની સિક્સ ફટકારતો દેખાઇ રહ્યો છે. ધોની આ વીડિયોમાં એવો છગ્ગો ફટકારતો દેખાય છે, જેમાં બૉલ મેદાનની બહાર જઇને પડે છે, અને તેને શોધવા છતાં બૉલ મળતો નથી.
ધોનીની ટીમના ખેલાડી મુરલી વિજયને આ છગ્ગા વિશે પુછવામાં આવ્યુ તો તેને કહ્યું- આ પાવરફૂલ શૉટ હતો, આ શાનદાર ટાઇમિંગ રહી છે. બેટની સ્પીડ અને સ્વિંગ બન્ને એકદમ બેસ્ટ છે.
ઉલ્લેખનીય છે કે, ટીમ ઇન્ડિયાના પૂર્વ કેપ્ટન ધોનીએ દુબઇ પહોંચતા ઠીક પહેલા ઇન્ટરનેશનલ ક્રિકેટને અલવિદા કહી દીધુ હતુ. ધોનીએ પોતાની છેલ્લી ઇન્ટરનેશનલ ક્રિકેટ મેચ ઇંગ્લેન્ડમાં ગયા વર્ષે રમાયેલા વનડે વર્લ્ડકપમાં ન્યૂઝીલેન્ડ સામે રમી હતી. આ મેચ ભારત હારી ગયુ હતુ.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
દેશ
દેશ
Advertisement