શોધખોળ કરો
Advertisement
શું વિરાટ કોહલીનું આ એક્ટ્રેસ સાથે અફેર હતું? બાદમાં એક્ટ્રેસની પાકિસ્તાન ક્રિકેટર સાથે લગ્નની અફવા ઉડી હતી
આ પ્રકારના નજીકના સંબંધો પર બન્ને તરફથી ક્યારેય કોઈપણ સત્તાવાર નિવેદન સામે આવ્યું ન હતું.
અનુષ્કા શર્મા સાથે લગ્ન પહેલા ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીની એક્ટ્રેસ તમન્ના ભાટિયા સાથે ડેટિંગની અફવા ઉડી હતી. 2012માં વિરાટ તમન્ના ભાટિયાને ડેટ કરી રહ્યો હોવાની અટકળો ચાલી હતી. આ અફવા બાદ બન્નેની જોડીએ એક જ વર્ષની અંદર જ એક એડમાં સાથે કામ કર્યું હતું.
આ પ્રકારના નજીકના સંબંધો પર બન્ને તરફથી ક્યારેય કોઈપણ સત્તાવાર નિવેદન સામે આવ્યું ન હતું. વિરાટ અને તમન્ના બન્નેએ સાર્વજનિક રીતે પોતાના સંબંધ પર ટિપ્પણી કરવાની ના પાડી દીધી હતી. પરંતુ વિતેલા દિવસોમાં એક ઇન્ટરવ્યૂમાં તમન્નાએ વિરાટને ડેટ કરવાની વાતને નકારી દીધી હતી.
આ મામલે એક્ટ્રેસે કહ્યું, “મને લાગે છે કે અમે એડ દરમિયાન ચાર શબ્દ બોલ્યા, મારા અને વિરાટની વચ્ચે માત્ર આ જ વાત થઈ હતી. ત્યાર બાદ, હું વિરાટને ક્યારેય પણ મળી નથી અને વાત પણ નથી કરી. પરંતુ મારે એ કહેવું જોઈએ કે તે મારા સીથે કામ કરનાર મોટાભાગના એક્ટરો કરતાં સારા હતા.”
વિરાટે અનુષ્કા શર્મા સાથે લગ્ન કર્યા છે અને આ જોડી મોટાભાકે પોતાની તસવીર ફેન્સ સાથે શેર કરતી રહે છે, જેનો ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ આ વાતનો પુરાવો છે. અનુષ્કા હાલમાં પ્રેગ્નેન્ટ છે અને તે પોતાના પ્રથમ બાળકની રાહ જોઈ રહ્યા છે.
બીજી બાજુ તમન્ના ભાટિયાના અન્ય એક ક્રિકેટર સાથે સંબંધની ચર્ચાઓ ઉડી હતી. એક્ટ્રેસનું નામ પાકિસ્તાન ક્રિકેટર અબ્દુલ રઝાક સાથે પણ જોડવામાં આવ્યું હતું. એટલું જ નહીં બન્નેના લગ્નના અહેવાલ પણ સામે આવ્યા હતા.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
સ્પોર્ટ્સ
ગુજરાત
ઓટો
દેશ
Advertisement