Domestic Season 2023-24: દુલીપ ટ્રોફીથી શરૂ થશે ડોમેસ્ટિક સીઝન, જાણો ક્યારથી શરૂ થશે રણજી ટ્રોફી?
દુલીપ ટ્રોફી બાદ દેવધર ટ્રોફી 24 જૂલાઈથી 4 ઓગસ્ટ સુધી રમાશે
Domestic season 2023-24 Schedule: બીસીસીઆઇ એ આગામી ડોમેસ્ટિક સિઝન 2023-24 માટે કાર્યક્રમ જાહેર કર્યો છે. ડોમેસ્ટિક સીઝનની સૌથી પ્રીમિયર રણજી ટ્રોફી 5 જાન્યુઆરીથી શરૂ થશે. રણજી ટ્રોફી 70 દિવસ સુધી રમાશે. ફાઇનલ મેચ 14 માર્ચે રમાશે. આ વખતે ડોમેસ્ટિક સીઝનની શરૂઆત દુલીપ ટ્રોફીથી થશે, જે 28 જૂનથી શરૂ થશે.
દુલીપ ટ્રોફીની ફાઈનલ મેચ 16 જૂલાઈએ રમાશે. ક્રિકબઝના અહેવાલ મુજબ, દુલીપ ટ્રોફી બાદ દેવધર ટ્રોફી 24 જૂલાઈથી 4 ઓગસ્ટ સુધી રમાશે. ત્યાર બાદ રણજી ચેમ્પિયન (સૌરાષ્ટ્ર) અને રેસ્ટ ઓફ ઇન્ડિયા વચ્ચે ઈરાની કપ 1 થી 5 ઓક્ટોબર દરમિયાન રમાશે.
જાહેર કરાયેલા કાર્યક્રમ અનુસાર, સૈયદ મુશ્તાક અલી ટી-20 ટુર્નામેન્ટ 16 ઓક્ટોબરથી 6 નવેમ્બર દરમિયાન રમાશે. આ પછી 50 ઓવરની વિજય હઝારે ટ્રોફી 23 નવેમ્બરથી 15 ડિસેમ્બર સુધી યોજાશે. બંન્ને ટુર્નામેન્ટમાં એલિટ અને પ્લેટ ડિવિઝન હશે. પ્રીમિયર ડિવિઝનમાં આઠ ટીમોના ત્રણ ગ્રુપ હશે. જ્યારે લોઅર ડિવિઝનમાં સાત ટીમોના બે જૂથ હશે. સ્પર્ધામાં બે પ્રી-ક્વાર્ટર ફાઈનલ, ચાર ક્વાર્ટર ફાઈનલ, બે સેમિફાઈનલ અને એક ફાઈનલ હશે.
પાંચ ગ્રુપની ટોપ-2 ટીમો નોકઆઉટ સ્ટેજ માટે ક્વોલિફાય થશે. ગ્રુપની ટોચની ટીમો સીધી ક્વાર્ટર ફાઈનલ માટે ક્વોલિફાય થશે અને પોઈન્ટ, જીત અને નેટ રન રેટના આધારે 1 થી 5માં સ્થાન મેળવશે. જ્યારે બીજા સ્થાને રહેલી ટીમોને સમાન માપદંડનો ઉપયોગ કરીને 6-10 રેન્ક આપવામાં આવશે. 6ઠ્ઠા ક્રમની ટીમ ગ્રુપ ટોપર્સ સાથે ક્વાર્ટર ફાઇનલમાં ટકરાશે, જ્યારે 7માથી 10 રેન્કિંગ ધરાવતી ટીમો પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં ટકરાશે.
રણજી ટ્રોફી
રણજી ટ્રોફીમાં પણ એલિટ અને પ્લેટ એમ બે ડિવિઝન હશે. જેમાં એલિટ વિભાગમાં આઠ ટીમોના ચાર જૂથો અને પ્લેટ વિભાગમાં છ ટીમોનું એક ગ્રુપ હશે. એલિટ ટીમ પાસે 10 બહુ-દિવસીય મેચો રમવાની તક મળશે, જેમાં સાત લીગ મેચનો સમાવેશ થાય છે, ત્યારબાદ ક્વાર્ટર-ફાઇનલ, સેમિ-ફાઇનલ અને ફાઇનલ. રણજી ટ્રોફીના નોકઆઉટ તબક્કા દરમિયાન એલિટ અને પ્લેટ ટીમોનું કોઈ જોડાણ થશે નહીં.
ક્યા ગ્રુપમાં કઈ ટીમો હશે
એલિટ ગ્રુપ-એ: આ ગ્રુપમાં સૌરાષ્ટ્ર, ઝારખંડ, મહારાષ્ટ્ર, રાજસ્થાન, વિદર્ભ, હરિયાણા, સેના અને મણિપુરની ટીમો છે.
એલિટ ગ્રુપ-બી: આ ગ્રુપમાં બંગાળ, આંધ્ર, મુંબઈ, કેરળ, છત્તીસગઢ, ઉત્તર પ્રદેશ, આસામ અને બિહારની ટીમો છે.
એલિટ ગ્રુપ-સી: આ ગ્રુપની ટીમો કર્ણાટક, પંજાબ, રેલવે, તમિલનાડુ, ગોવા, ગુજરાત, ત્રિપુરા અને ચંદીગઢ છે.
એલિટ ગ્રુપ-ડી: આ ગ્રુપમાં મધ્યપ્રદેશ, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, બરોડા, દિલ્હી, ઓડિશા, પુંડુચેરી અને જમ્મુ અને કાશ્મીરની ટીમો છે.
પ્લેટ ગ્રુપઃ આ ગ્રુપમાં નાગાલેન્ડ, હૈદરાબાદ, મેઘાલય, સિક્કિમ, મિઝોરમ અને અરુણાચલ પ્રદેશની ટીમો છે.