T20 World Cup 2021: સેમિફાઇનલ અગાઉ ઇગ્લેન્ડને મોટો ઝટકો, આ આક્રમક બેટ્સમેન વર્લ્ડકપમાંથી બહાર
જેસન રોયને પગમાં ઇજા પહોંચી હતી. તે સાઉથ આફ્રિકા વિરુદ્ધ 20 રન બનાવી રિટાયર્ડ હર્ટ થઇ ગયો હતો.
નવી દિલ્હીઃ ઇગ્લેન્ડને ટી-20 વર્લ્ડકપમાં સેમિફાઇનલ મેચ અગાઉ ઝટકો લાગ્યો છે. ઓનપર બેટ્સમેન જેસન રોય ટુનામેન્ટમાંથી બહાર થઇ ગયો છે. સાઉથ આફ્રિકા વિરુદ્ધ સુપર-12ની અંતિમ મેચમાં રોય ઇજાગ્રસ્ત થયો હતો. ઇસીબીએ આપેલી જાણકારી અનુસાર રોયના સ્થાને જેમ્સ વિંસને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. ઇગ્લેન્ડ અને ન્યૂઝિલેન્ડ વચ્ચે 10 નવેમ્બરના રોજ પ્રથમ સેમિફાઇનલ મેચ રમાશે. ઇગ્લેન્ડ અને ન્યૂઝિલેન્ડે અત્યાર સુધી 5માં 4 મેચ જીતી છે.
જેસન રોયને પગમાં ઇજા પહોંચી હતી. તે સાઉથ આફ્રિકા વિરુદ્ધ 20 રન બનાવી રિટાયર્ડ હર્ટ થઇ ગયો હતો. રોયે કહ્યું કે ટી-20 વર્લ્ડકપમાંથી બહાર થઇ જવું મારા માટે કડવા ઘૂંટ સમાન છે. 2019ના વન-ડે વર્લ્ડકપમાં રોયે શઆનદાર પ્રદર્શન કર્યું હતું. જેના કારણએ ઇગ્લેન્ડ વર્લ્ડકપ જીતવામાં સફળ રહ્યું હતું. ઇગ્લેન્ડે 2010માં ટી-20 વર્લ્ડકપ જીત્યો હતો. આ વખતે ટીમને મોટી દાવેદાર માનવામાં આવી છે. ન્યૂઝિલેન્ડની ટીમે અત્યાર સુધી ટી-20 વર્લ્ડકપનું ટાઇટલ જીત્યું નથી.
ઝાયડસ કેડિલાની વેક્સિનની કિંમત નક્કી
ઝાયડસ કેડિલાની કોરોના વેક્સીન ઝાયકોવ-ડીની કિંમત નક્કી કરી દેવામાં આવી છે. એક ડોઝની કિંમત 265 રૂપિયા નક્કી કરવામાં આવી છે. ભારત સરકારે એક કરોડ ડોઝનો ઓર્ડર આપી દીધો છે. ઝાયકોવ-ડીની ત્રણ ડોઝને 28 દિવસોના અંતરમાં આપવામાં આવશે. દેશમાં વિકસિત આ દુનિયાની એવી પ્રથમ કોરોનાની રસી છે જે ડીએનએ-આધારીત અને સોય રહિત છે.
ઝાયકોવ-ડી વેક્સીનને જેટ એપ્લીકેટરથી લગાવવામાં આવશે. જેટ એપ્લીકેટરની કિંમત 93 રૂપિયા પ્રતિ ડોઝ રહેશે. એટલે કે એક વેક્સીન ડોઝ માટે 358 રૂપિયા ખર્ચ કરવા પડશે.આ અગાઉ રવિવારે સૂત્રોએ જણાવ્યું હતું કે કેન્દ્રિય સ્વાસ્થ્ય મંત્રાલયે દેશમાં વિકસિત દુનિયાની પ્રથમ ડીએનએ આધારિત કોવિડ 19 રસીને રસીકર કાર્યક્રમમાં સામેલ કરવા માટે મંજૂરી આપી દીધી હતી.
અમદાવાદની કંપની ઝાયડસ કેડિલાના અધિકારીઓએ મંત્રાલયને જણાવ્યું કે ઝાયડસ કેડિલા પ્રતિ મહિને ઝાયકોવ-ડીની એક કરોડ ડોઝ આપવાની સ્થિતિમાં છે. બાદમાં સરકારે એક કરોડ વેક્સીન ડોઝનો ઓર્ડર આપ્યો હતો.