T20 WC: બૉલિંગના બદલે બેટિંગની પ્રેક્ટિસ કરતો દેખાયો આ ઘાતક બૉલર તો લોકો ચોંક્યા, ટી20 વર્લ્ડકપની ટીમમાં કરશે વાપસી
આર્ચર પોતાની કેરિયર દરમિયાન ઇજાથી ખુબ પરેશાન રહ્યો છે. તેની કોહણીનુ પણ બે વાર ઓપરેશન થઇ ચૂક્યુ છે. તેનુ છેલ્લુ ઓપરેશન ડિસેમ્બર 2021માં થયુ હતુ,
Jofra Archer Batting Practice: આગામી સમયમાં ટી20 વર્લ્ડકપ 2022ની શરૂઆત ઓસ્ટ્રેલિયામાં થઇ રહી છે, આ પહેલા તમામ દેશોની ક્રિકેટ ટીમોએ પોતાની સ્ટ્રેન્થ મજબૂત કરવા માટે પ્રયાસો શરૂ કરી દીધા છે. આ બધાની વચ્ચે ઇંગ્લેન્ડ ટીમના ઘાતક ફાસ્ટ બૉલર જોફ્રા આર્ચરનો એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જેને જોઇને ફેન્સ ચોકી રહ્યાં છે. ખરેખરમાં જોફ્રા આર્ચર છેલ્લા કેટલાય સમયથી ઇજાના કારણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાથી બહાર છે. ઇજા અને સર્જરીના કારણે તે આઇપીએલ 2022માં પણ ન હતો રમી શક્યો, પરંતુ હવે ફરીથી મેદાનમાં વાપસી કરી શકે છે. આ માટે તેને તૈયારીઓ શરૂ કરી દીધી છે. જોકે, આ વખતે તે બૉલિંગ નહીં પરંતુ બેટિંગની પ્રેક્ટિસ કરતો જોવા મળી રહ્યો છે.
ટી20 વર્લ્ડકપમાં કરી શકે છે વાપસી -
રિપોર્ટ્ છે કે, ઇંગ્લેન્ડના આ સ્ટાર ફાસ્ટ બૉલરની ટી20 વર્લ્ડકપમાં વાપસી થઇ શકે છે. જો જોફ્રા આર્ચર ટી20 વર્લ્ડકપમાં ઇંગ્લેન્ડ ટીમ માટે ફિટ થઇને વાપસી કરી લે છે, તો બાકીની અન્ય ટીમો માટે ચિંતા ઉભી થઇ શકે છે. જોફ્રા આર્ચર ફાસ્ટ બૉલિંગથી આખી દુનિયામાં કેર વર્તાવી ચૂક્યો છે. તે નિરંતર 150KMPHની સ્પીડથી ફાસ્ટ બૉલિંગ કરતો રહે છે. સ્પીડના કારણે તે વિરોધી ટીમના બેટ્સમેનોને કાબુમા રાખી શકે છે અને ગમે ત્યારે વિકેટ પણ ઝડપી શકે છે.
જોફ્રા આર્ચર પોતાની કેરિયર દરમિયાન ઇજાથી ખુબ પરેશાન રહ્યો છે. તેની કોહણીનુ પણ બે વાર ઓપરેશન થઇ ચૂક્યુ છે. તેનુ છેલ્લુ ઓપરેશન ડિસેમ્બર 2021માં થયુ હતુ, આ ઇજાના કારણે તે ટી20 વર્લ્ડકપ, એશીઝ 2021માં પણ ન હતો રમી શક્યો. જોકે, હવે જોફ્રા આર્ચરનો પ્રેક્ટિસ કરતો આ વીડિયો દરેકને ચોંકાવી રહ્યો છે, અને ઇંગ્લિશ ટીમને રાહત આપી રહ્યો છે. આના પરથી માની શકાય છે કે, આગામી ટી20 વર્લ્ડકપ 2022માં જોફ્રા આર્ચરની વાપસી જરૂર થશે.
આ પણ વાંચો........
Watch: ચેેતેશ્વર પૂજારાની તોફાની બેટિંગ, એક જ ઓવરમાં 22 રન ફટકાર્યા, ફટકારી આક્રમક સદી
Ahmedabad : પતિ અલગ અલગ છોકરીઓને ઘરે બોલાવી પત્ની સામે જ ઘરમાં બાંધતો શારીરિકસંબંધ, ને પત્ની...
Har Ghar Tiranga: જાણો શું છે હર ઘર તિરંગા અભિયાન, કઈ તારીખ છે ખાસ, કેવી રીતે મેળવશો સર્ટિફિકેટ
Har Ghar Tiranga: શું છે હર ઘર તિરંગા અભિયાન? જાણો રાષ્ટ્રીય ધ્વજ ફરકાવવાના નિયમો
SURAT: સુરત સિવિલમાં ડોક્ટરો ઉંઘતા હતાને યુવાન ન કરવાનું કરી બેઠો