Ahmedabad : પતિ અલગ અલગ છોકરીઓને ઘરે બોલાવી પત્ની સામે જ ઘરમાં બાંધતો શારીરિકસંબંધ, ને પત્ની...
શહેરના મહિલા પોલીસ સ્ટેશનમાં એક યુવતીએ પોતાના જ પતિ અને સાસરીયા સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે અને સનસનીખેજ આરોપો લગાવ્યા છે.
![Ahmedabad : પતિ અલગ અલગ છોકરીઓને ઘરે બોલાવી પત્ની સામે જ ઘરમાં બાંધતો શારીરિકસંબંધ, ને પત્ની... Ahmedabad : A woman police complaint against husband and in-laws Ahmedabad : પતિ અલગ અલગ છોકરીઓને ઘરે બોલાવી પત્ની સામે જ ઘરમાં બાંધતો શારીરિકસંબંધ, ને પત્ની...](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/05/31/87b5d717ec03e101a19acf8f1f1badbe_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
અમદાવાદઃ શહેરના મહિલા પોલીસ સ્ટેશનમાં એક યુવતીએ પોતાના જ પતિ અને સાસરીયા સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે અને સનસનીખેજ આરોપો લગાવ્યા છે. યુવતીએ ફરિયાદ કરી છે કે, તેનો પતિ તેની જ હાજરીમાં અન્ય છોકરીઓને ઘરે લાવી તેમની સાથે શારીરિક સંબંધો બાંધે છે. એટલું જ નહીં, પતિ તેની સાથે મારઝૂડ કરે છે. આ અંગે પૂર્વ મહિલા પોલીસ સ્ટેશનમાં પરણીતાએ ફરિયાદ કરી છે.
પરણીતાની ફરિયાદ છે કે, પતિને 15 લાખ રૂપિયા આપ્યા હોવા છતાં તે હજુ બીજા 5 લાખ રૂપિયા આપવા દબાણ કરે છે અને આ બાબતે દબાણ કરી નાની નાની વાતમાં તેને સાસરીવાળા શારીરિક માનસિક ત્રાસ આપે છે. પરણીતાની ફરિયાદ પ્રમાણે, લગ્ન પછી તે ગર્ભવતી થતાં સાસરીવાળાએ તેને છોકરો આવે તો જ રાખીશું. નહીં તો ઘરમાંથી કાઢી મુકીશું, તેવી ધમકી આપી હોવાનો પણ આક્ષેપ લગાવ્યો છે.
પરણીતાએ ફરિયાદમાં એવું પણ જણાવ્યું છે કે, પરણીતા પતિ સાથે અલગ રહેતી હતી. આ દરમિયાન પતિને ખબર પડી હતી કે, પત્ની પાસે અગાઉના પતિથી છૂટાછેડામાં 10 લાખ રૂપિયા અને અન્ય બચતના રૂપિયા છે. આ જાણ થતાં તેણે પત્નીને પતિએ મકાન લેવા માટે દેવું થયું હોવાનું કહ્યું હતું. તેમજ તેને ફોસલાવીને કટકે કટે 15 લાખ રૂપિયા લઈ લીધા હતા. તેમજ આ પછી તે રૂપિયા પરત કર્યા નહોતા. જે તે સમયે પતિએ મકાન પત્નીના નામે કરી દેવાની લાલચ આપી હતી. પરંતુ તે પણ નામે કરી આપ્યું નહોતું.
Ahmedabad News : સરકારી યોજનોના ત્રણ હજાર રૂપિયા આપવાના બહાને બેન્ક એકાઉન્ટ ખોલાવી, બેંકો સાથે કરોડોની ઠગાઈ કરનારી ટોળકી ઝડપાઇ છે. અમદાવાદ પોલીસની આર્થિક ગુના નિવારણ શાખા દ્વારા ત્રણ ડોકટર સહિત સાત આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને કરોડોની છેતરપીંડીનો ભેદ ઉકેલ્યો છે.
ત્રણ ડોક્ટર સહીત 7 આરોપીઓની ધરપકડ
પોલીસ કસ્ટડીમાં રહેલા આ સાત આરોપીઓમાં ત્રણ ડોકટર્સ અને બેન્કિંગ ક્ષેત્રે કામ કરી ચૂકેલા લોકો છે. જેમાં નિખિલ પટેલ, ગૌરવ પટેલ, જયેશ મકવાણા, પ્રતીક પરમાર, જીગર પંચાલ, ચીમન ડાભી અને પાર્થ પટેલની ધરપકડ કરોડો રૂપિયાની છેતરપીંડીના ગુનામાં કરવામાં આવી છે.
આરોપી પાસેથી પોલીસે સંખ્યા બંધ ક્રેડિટ કાર્ડ, પીઓએસ મશીન, લેપટોપ, મોબાઈલ ફોન સહિતનો મુદ્દામાલ કબજે કર્યો છે. આરોપીઓએ એક સાથે મળીને ખાનગી બેંક સાથે રૂપિયા એક કરોડ તેર લાખથી વધુની છેતરપીંડી કરી હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.
કેવી રીતે કરતા હતા છેતરપિંડી ?
ઝડપાયેલા સાત આરોપીઓની પૂછપરછ કરતા તેમની અનોખી મોડ્સ ઓપરેન્ડી સામે આવી. જેમાં બેન્ક સાથે ઠગાઈ કરવા આરોપીઓએ બનાવટી કંપની, બનાવટી કર્મચારી ઉભા કરી કર્મચારીનું બેન્ક એકાઉન્ટ ખોલાવી પગાર જમા કરાવી તે બેન્ક એકાઉન્ટના ક્રેડિટ કાર્ડ મેળવી અન્ય ત્રણ બનાવટી કંપનીઓ કાગળ ઉપર શરૂ કરી. પી.ઓ.એસ મશીન મેળવ્યા હતા અને ક્રેડિટ કાર્ડ સ્વાઇપિંગ મશીનના માધ્યમથી રૂપિયા ટ્રાંજેક્ટ કરી બેક સાથે કરોડો રૂપિયાની ઠગાઈ કરી.
એક ખાનગી બેક દ્વારા કરવામાં આવેલી ફરિયાદમાં તપાસ કરતા રાજયના અલગ અલગ ખૂણેથી આ સાત આરોપીઓ આર્થિક ગુના નિવારણ શાખા દ્વારા ઝડપી પાડ્યા છે. ત્યારે માત્ર એક બેન્ક નહીં પરંતુ અન્ય બેંકો સાથે પણ આ ગેંગ દ્વારા વધુ કરોડો રૂપિયાની ઠગાઈના ખુલાસા બહાર આવે તેમ છે સાથે જ બેંકોના કર્મચારીઓ પણ આ કૌભાંડમાં સંડોવાયેલા હોવાની શક્યતાઓ સામે આવી છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)